ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

મિત્રો આપણી મોટાભાગની સમસ્યાઓનો હલ આપણા રસોડામાંથી જ મળી જાય છે. આવા મસાલાઓમાં એક વરિયાળી છે જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. અને આ એક અદભુત મસાલો છે. આપણા માંથી મોટાભાગના લોકો આપણા દૈનિક જીવનમાં કોઈના કોઈ રૂપે તેનું સેવન જરૂરથી કરે છે.

આ ખાવામાં મીઠી અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે જ આપણા દ્વારા ખાવામાં આવતી અનેક વાનગીઓમાં એક ખૂબ જ સરસ સુગંધ અને સ્વાદ પ્રદાન કરે છે. પરંતુ આપણે કદાચ જ ક્યારેક તેના સ્વાસ્થ્ય લાભો વિશે વિચારતા હોઈએ છીએ. જ્યારે તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, વિશેષ રૂપે જ્યારે તમે એક ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળીને સવારમાં તેનું સેવન કરો તો ઘણા બધા ફાયદા થાય છે.ડાયટિસિયનના જણાવ્યા પ્રમાણે વરિયાળીનું સેવન લોકો અનેક પ્રકારે કરે છે કોઈ પોતાની હર્બલ ચા માં સામેલ કરે છે, તો કોઈ તેનું પાણી પીવાનું પસંદ કરે છે. સાથે જ ઘણા બધા લોકો ભોજન લીધા બાદ તેને મુખવાસ રૂપે પણ ખાવાનું પસંદ કરે છે. આમ કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. પરંતુ વરિયાળીને પલાળીને ખાવાના પણ તેના અલગ જ ફાયદા છે. આજે આપણે આ લેખ દ્વારા રાત્રે પાણીમાં પલાળીને ભીની વરીયાળી સવારમાં ખાલી પેટે ખાવાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે જાણીશું.

પલાળેલી વરીયાળી ના ફાયદા:- 

1) પેટ માટે ફાયદાકારક:- દરરોજ નિયમિત રૂપે સવારમાં પલાળેલી વરિયાળી ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. આ પેટમાં ગેસ, કબજિયાત, અપચો, બ્લોટીંગ જેવી સમસ્યાઓનો રામબાણ ઉપાય છે. આ તમારા પાચન ને તંદુરસ્ત કરે છે સાથે જ કુદરતી મેટાબોલીઝ્મ બુસ્ટર છે. આ મળને સખત કરવામાં અને મળ ત્યાગની પ્રક્રિયાને પણ સારી બનાવવામાં લાભદાયક છે. ઉલટી, ઝાડા વગેરેમાં પણ આનુ સેવન ખૂબ જ ફાયદાકારક છે.2) મગજ તેજ બનાવે:- વરીયાળી ના બીજ પોટેશિયમથી ભરપૂર હોય છે. આ માનસિક સ્વાસ્થ્યને વધારો કરવામાં મદદ કરે છે. આ મગજના કાર્યોને સુધારો કરી, મેમરી બુસ્ટ કરે સાથે જ તમારા મગજને એક્ટિવ રાખવામાં પણ મદદ કરે છે. સાથે જ આ લોહી માં ઓક્સિજનના સ્તરને વધારે છે. તણાવ ચિંતા અને ઉન્માદ જેવી સ્થિતિમાં ઘટાડો કરવામાં અને મૂડ ને સુધારો કરવામાં મદદરૂપ થાય છે.

3) હૃદયને સ્વસ્થ રાખે:- ફાઇબર, પોટેશિયમ, જેવા જરૂરી મિનરલ થી ભરપૂર વરીયાળી સિસ્ટોલિક, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદરૂપ થાય છે, જેનાથી આ હૃદય રોગના જોખમને દૂર કરવામાં મદદ કરે છે. હૃદય ને સ્વસ્થ રાખવા માટે તમારે દરરોજ આનુ સેવન કરવું જોઈએ.4) પુરુષોની અનેક સમસ્યા દૂર કરે:- પુરુષોમાં લો સ્પર્મ કાઉન્ટ, વ્યંધ્યત્વ અને યૌન ઈચ્છાઓમાં ઉણપને દૂર કરવામાં વરીયાળી ના બીજ ખૂબ જ લાભદાયક છે. તેના નિયમિત સેવનથી પુરુષોની આ સમસ્યાઓ જલ્દી દૂર થાય છે. આ હોર્મોનલ સંતુલનને પણ જાળવી રાખે છે.

5) મહિલાઓ માટે ફાયદાકારક:- મહિલાઓમાં પીએમએસ, પિરિયડ્સની કળતર અને પિરિયડ્સ દરમિયાન લોહીના પ્રવાહને સામાન્ય રાખવામાં વરીયાળીના બીજ ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ આ મહિલાઓના સ્તનમાં દૂધનું ઉત્પાદન ને સારું બનાવવા સાથે જ હોર્મોનલ સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment