પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત

માં બનવું દરેક મહિલા માટે એક સુખદ અનુભવ હોય છે. પ્રેગનેન્સીમાં ગર્ભવતી મહિલાના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ દરમિયાન ગર્ભવતી મહિલા ને પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. પ્રેગનેન્સીના છેલ્લો મહિનો સૌથી નાજુક અને ખાસ હોય છે. પ્રેગ્નન્સીના છેલ્લા ત્રણ મહિનામાં બાળકનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે, તેથી આ સમયે સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

પ્રેગનેન્સીની શરૂઆતથી લઈને ડીલેવરી સુધીના સમય એક ગર્ભવતી મહિલાએ વિવિધ પ્રકારના ટેસ્ટ અને સ્ક્રિનિંગની જરૂર હોય છે. તેનાથી બાળકનું સ્વાસ્થ્ય અને ગ્રોથને ટ્રેક કરવામાં આવે છે. આ ગર્ભવતી મહિલા અને શિશુ માટે ખૂબ જ જરૂરી હોય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે પ્રેગનેન્સીના છેલ્લા ત્રણ મહિનામાં કયા ટેસ્ટ કરાવવાના હોય છે.પ્રેગનેન્સી ના છેલ્લા ત્રણ મહિનામાં કયા ટેસ્ટ કરાવવા જોઈએ?:- પ્રેગનેન્સીના છેલ્લા ત્રણ મહિના માતા અને બાળક બંને માટે ખૂબ જ જરૂરી છે આ દરમિયાન ગર્ભમાં બાળકની સાઈઝ વધતી હોય છે. તેથી ગર્ભવતી મહિલાની વધારે દેખભાળ અને પોષણની જરૂરત હોય છે. ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિકમાં અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. જેથી શીશુ ના વિકાસના વિશે જાણકારી મળી શકે છે. આવો જાણીએ કે પ્રેગનેન્સીના છેલ્લા ત્રણ મહિનામાં તમારે કયા ટેસ્ટ કરાવવા જોઈએ.

1) ડોપલર ટેસ્ટ – Doppler Test:- પ્રેગનેન્સી ના છેલ્લા ત્રણ મહિનામાં ડોપલર ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટ નોર્મલ અલ્ટ્રા સાઉન્ડની જેમ કરવામાં આવે છે. તેનાથી જાણવા મળે છે કે ગર્ભમાં શિશુને પૂરતું ઓક્સિજન અને પોષણ મળી રહ્યું છે કે નહીં. જો ગર્ભમાં જોડિયા બાળકો હોય તો, પહેલી પ્રેગનેન્સીમાં બાળકનો આકાર નાનો રહ્યો હોય કે ગર્ભવતી મહિલા ને ડાયાબિટીસ કે હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા હોય તો આવી સ્થિતિમાં પણ ડોક્ટર ડોપલર ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. તેનાથી ડીલેવરી સમયે થતી જટિલતાઓથી બચી શકાય છે.

2) ગ્લુકોઝ સ્ક્રીનીંગGlucose Screening:- પ્રેગનેન્સીના છેલ્લા ત્રણ મહિનામાં ગર્ભવતી મહિલાના શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધી જાય છે. લાંબા સમય સુધી બ્લડ શુગર લેવલ વધેલું રહે તો તેનાથી શિશુના અંદરના અંગો ખરાબ થઈ શકે છે. તે દરમિયાન બાળકના યોગ્ય વિકાસ ની તપાસ કરાવવા માટે ગ્લુકોઝ સ્ક્રિનિંગ કરવામાં આવે છે.

3) ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ – Group B Streptococcus test:- પ્રેગનેન્સીના છેલ્લા ત્રણ મહિનામાં ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ ટેસ્ટ પણ કરવામાં આવે છે. તેનાથી શરીરમાં સંક્રમણ ની જાણ થાય છે. જી બી એસ બેક્ટેરિયા મહિલાઓને મોઢું, ગળા અને યોની માં ઉપલબ્ધ હોય છે. જો ગર્ભવતી મહિલા સંક્રમિત હોય તો ડીલેવરીના સમયે આ સંક્રમણ માતા થી બાળક સુધી પહોંચી શકે છે.4) કોન્ટ્રાકશન સ્ટ્રેસ ટેસ્ટ – Contraction Stress Test:- પ્રેગનેન્સીમાં છેલ્લા અઠવાડિયામાં કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા એ જાણી શકાય છે કે બાળક જન્મના સમયે થતા કોન્ટ્રાકશન નો સામનો કેટલી સારી રીતે કરી શકશે. કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ દ્વારા શિશુના હૃદયના રેટની તપાસ કરવામાં આવે છે. પ્રેગનેન્સીમાં છેલ્લા ત્રણ મહિનામાં આ ટેસ્ટ અને સ્કૈન કરાવવું જરૂરી છે. આ બધા ટેસ્ટ ગર્ભવતી મહિલા અને બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment