ડોક્ટર જણાવે છે કે હેલ્ધી લાઈફ સ્ટાઈલને અપનાવીને આપણે ડાયાબિટીસની સમસ્યાથી બચી શકીએ છીએ પરંતુ જો યોગ્ય સમયએ ધ્યાન આપવામાં ન આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. આવો તમને જણાવીએ કે ડાયાબીટીસની ખતરનાક બીમારીની અસર આપણા શરીરના કયા અંગ ઉપર સૌથી વધારે થાય છે. આજની યુવાપેઢી પણ થઈ રહી છે ડાયાબિટીસનો શિકાર આ છ અંગોને ખરાબ કરી શકે છે ડાયાબિટીસ.
ડાયાબિટીસની બીમારી યુવા પેઢીના લોકોને પણ શિકાર બનાવવા લાગી છે હાઈ બ્લડ શુગરની બીમારી જો બેકાબૂ થઈ જાય તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે ડોક્ટર જણાવે છે કે હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવીને આપણે ડાયાબિટીસથી દૂર રહી શકીએ છીએ. યોગ્ય સમય ઉપર ધ્યાન ન આપવાને કારણે તેના ગંભીર પરિણામો પણ આવી શકે. આવો તમને જણાવીએ કે ડાયાબીટીસની ખતરનાક બીમારીની અસર શરીરના કયા અંગ ઉપર સૌથી વધુ થાય છે.
1) આંધળાપણાનો શિકાર : ટાઈપ-2 ડાયાબિટીસના કારણે દર્દીઓને ઝાંખું દેખાવા લાગે છે તેમજ ડાયાબિટીસ તમારી આંખોની નાની બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડી શકે છે, તેના કારણે ગ્લુકોમાં મોતિયાબિંદ અને ડાયાબિટીસ રેટિનોપેથીનું જોખમ વધી જાય છે. આ બધાથી અમૂક સમય પછી આંખો ખૂબ જ નબળી થઈ જાય છે.
2) નસો ડૅમેજ કરે : જો તમને ડાયાબિટીસ ટાઇપ 2 છે તો નસોના ડેમેજ થવાનો અને ડાયાબિટીસ ન્યુરોપેથીનું જોખમ વધી જાય છે. તેના કારણે તમારા હાથ અને પગ પર અસર કરી થઈ છે. તેના લક્ષણોમાં તમારા હાથ પગ સુન્ન થઈ જવા અથવા બળતરા થાય, દુખાવો અને આંખોની સમસ્યા તથા કમજોરી છે.
3) હાર્ટ ડૅમેજ કરે : જો તમે ડાયાબીટીસને કન્ટ્રોલ કરશો નહીં તો બ્લડપ્રેશર અને હૃદયની બીમારીનું જોખમ વધી શકે છે, જો તમે ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત છો તો લો સોડિયમ ડાયેટ લ્યો અને નિયમિત રૂપથી તમારું બીપી ચેક કરો.
4) પગના અલ્સર : શરીરમાં નસ અને બ્લડ સર્ક્યુલેશન અનિયંત્રિત થવાના કારણે પગમાં અલ્સર જેવી સમસ્યા થઈ શકે છે તેના કારણે ક્યારેક ક્યારેક ઇન્ફેકશન પણ થઈ શકે છે. પગના અલ્સરથી બચવા માટે ડાયાબિટીસના રોગીઓએ પોતાના પગને સાફ અને કોરા રાખવા જોઈએ. આરામદાયક તથા હલકા મોજા પહેરો. પગમાં કોઈ પણ પ્રકારનો ઘા કે ઇજા થાય ત્યારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
5) કિડની ખરાબ કરે છે : બ્લડ સુગર લેવલ વધવાની સીધી અસર કિડની પર પડે છે તે કિડનીના ફિલ્ટર કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે, આ જ કારણથી ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગર કન્ટ્રોલ કરવું ખૂબ જરૂરી થઇ જાય છે તેની માટે તમારે ખાણીપીણી પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે.
6) મોં થી જોડાયેલા રોગ : ટાઇપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ન આવે ત્યારે તમારી ઓરલ હેલ્થ પણ ખરાબ કરી શકે છે. આ સ્થિતિમાં તે તમારા બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડે છે જેનાથી તમારા દાંત અને પેઢા સારા રહે છે પરંતુ દાંત અને પેઢા માં ઇન્ફેકશનનું જોખમ પણ વધી જાય છે તેની માટે જરૂરી છે કે તમે ઓરલ હાઇજીનનું સંપૂર્ણ ધ્યાન રાખો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી