આપણા ડેટિંગને લઈને દરેક વ્યક્તિને અપેક્ષાઓ હોય છે ખાસ કરીને જો સામે વાળી વ્યક્તિ તમને પસંદ હોય ત્યારે તમારા તરફથી પ્રયત્ન વધી જાય છે. કંઈક એવું જ થયુ લોરેન નામની છોકરી સાથે પ્રથમ ડેટ પર ગયા પછી જ્યારે તેના ડેટિંગ પાર્ટનરએ બીજી ડેટ માટે પૂછ્યું તો તેનો જવાબ ના પાડતા તે વ્યક્તિને એટલું ખરાબ લાગ્યું કે તેને લોરેન પાસે કોફીનું બિલ પણ માંગ્યું.
જો તમે કોઈ વ્યક્તિને પસંદ કરો છો તો જરૂરી નથી કે તમે પણ તેને પસંદ આવો. વાત ખૂબ જ નાની છે પરંતુ તેને સમજવામાં ઘણા લોકોને ભૂલ થઈ જાય છે ટવીટર ઉપર એક છોકરીએ પોતાની સાથે થયેલા આ વાક્યને શેર કર્યું છે તેને જણાવ્યું હતું કે તેની પ્રથમ ડેટ પર તેનો પાર્ટનર તેને પસંદ આવ્યો નહીં ત્યારે તેનો વ્યવહાર કેવો અલગ થઈ ગયો હતો.
@LaurenNotLozza નામના ટવીટર એકાઉન્ટથી પોતાની સાથે થયેલી ઘટનાને લોકોની સામે રાખતા આ છોકરીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા એક વ્યક્તિની સાથે કોફી ડેટ પર ગઈ હતી ત્યારે બીજી ડેટ માટે તે વ્યક્તિએ તેને પૂછ્યું અને લોરાએ ના પાડતા સામે તેને જે રિએક્શન મળ્યું તે ખૂબ જ કમાલનું હતું. છોકરીએ તે વ્યક્તિની અને તેની સંપૂર્ણ ચેટ દુનિયાની સામે મૂકી હતી.
ડેટ પર વાત બની નહીં તો માગ્યું કોફી નું બિલ : છોકરીએ જણાવ્યું કે ડેટ થઈ ગયા બાદ તે વ્યક્તિએ તેને બીજી ડેટ માટે પૂછ્યું ત્યારે તેને વિનમ્રતાથી ના કહેવાની કોશિશ કરી પરંતુ તે વ્યક્તિએ તેને ફરી એક વખત મળીને સાથે જમવાનુ લેવા કહ્યું કયો તો તે છોકરીએ તેને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો નહીં ત્યારે તે વ્યક્તિએ ખૂબ જ અજીબો-ગરીબ જવાબ આપતા કહ્યું કે, ” શું તું મને કોફીના પૈસા પાછા આપીશ? મને રૂપિયા બરબાદ કરવાનું પસંદ નથી. હું તેને બીજા કોઈની સાથે ડેટ ઉપર ખર્ચ કરીશ.”
છોકરીએ પણ આપ્યો મોં તોડ જવાબ : સામે મળેલા આ રીપ્લાયની છોકરીને બિલકુલ આશા ન હતી. ત્યારે તેને જવાબ આપતા કહ્યું કે, તને શરમ આવવી જોઈએ કે કોઈપણ વસ્તુ તારા હિસાબથી ન થાય ત્યારે તું એને બરબાદ માને છે કેવું રહેશે જો હું કોફીના પૈસા તારા પસંદગીની ચેરિટીમાં દાન કરુ? જેથી તને થોડું બોલવાનું શીખવા મળે, હું તારા બસના ભાડાના રૂપિયા પણ તેમાં જોડી દઈશ જો તું ઇચ્છે તો.
પરંતુ તે વ્યક્તિએ પોતાનો એકાઉન્ટ નંબર આપતા કહ્યું કે તે પોતાના પૈસા પોતાના હિસાબથી ખર્ચ કરવા માંગે છે. આ પોસ્ટને અત્યારે 3330 લાઈક મળી ગયા છે અને લોકોએ પોતાના અનુસાર કોમેન્ટ પણ કરી છે અમુક લોકોને તે ખૂબ જ મજાકી લાગ્યું જ્યારે અમુક લોકોને ભરોસો જ ન થયો કે ખરેખર આવું થઈ શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી