મિત્રો દરેક લોકો લગભગ પોતાના ફેવરીટ કલાકારો વિશે બધી માહિતી રાખતા હોય છે. ખાસ કરીને બોલીવુડ સિતારાઓની લાઈફ વિશે દરેક લોકોને જાણવાનો શોખ હોય છે. તો આ બોલીવુડ કલાકારોમાં એક અભિનેત્રી છે કેટરીના કેફ, જેના દુનિયામાં કરોડો ફેન છે.
આમ જો કેટરીના વાત કરીએ તો આજકાલ કેટરીના કેફ સફળતાના અનેક શિખરો સર કરી રહી છે. રીલ લાઈફથી લઈને રીયલ લાઈફ સુધી કેટરીના દરેક જગ્યાએ સુપરહિટ સાબિત થઇ છે. હાલમાં જ કેટરીના કેફની ફિલ્મ ‘સૂર્યવંશી’ એ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ ફિલ્મ ખુબ જ ઓછા સમયમાં 150 કરોડનું કલેક્શન પાર કરવાની છે. વર્ષ પૂરું થયા પહેલા તેની આ ફિલ્મ સુપરહિટ થઇ જશે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.
કેટરીના કેફ બોલીવુડની સફળ અને મહેનતુ અભિનેત્રીમાંથી એક છે. થોડા જ સમયમાં તેણે બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આથી મોટામાં મોટા સ્ટાર પણ તેની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે.
કેટરીના એ 2003 માં ‘બુમ’ થી ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યું હતું અને આજે તેને 40 વધુ ફિલ્મમાં કામ કર્યું છે. બોલીવુડમાં કેટરીનાની સફળતા સરળ ન હતી, લંડનથી ભારત આવેલ કેટરીના એ પોતાની ભાષા અને વ્યક્તિત્વ પર ખુબ જ મહેનત કરી છે.
આમ તેની મહેનતનું જ આ ફળ છે કે આજે તેની નેટ વર્થ 224 કરોડ રૂપિયા છે. રીપોર્ટ અનુસાર કેટરીના એક ફિલ્મ માટે લગભગ 11 કરોડ રૂપિયા ચાર્જ લે છે. જયારે બ્રાંડ એન્ડોર્સમેન્ટની ફીસ 6-7 કરોડ રૂપિયા છે.
આ સિવાય સૌથી અજીબ વાત એ છે કે 224 કરોડની માલકિન હોવા છતાં કેટરીના એ મુંબઈમાં પોતાનું ઘર નથી લીધું. સારી એવી કમાણી હોવા છતાં કેટરીના ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે.
પોતાના કેરિયરની શરૂઆતમાં કેટરીનાએ પોતાની મોટાભાગની ફિલ્મ બોલીવુડના ખેલાડી અક્ષયકુમાર સાથે જ કરી છે. દર્શકોએ પણ તેની જોડીને ખુબ જ પસંદ કરી છે.
હાલની વાત કરીએ તો કેટરીના પોતાના લગ્નને લઈને ખુબ જ ચર્ચામાં છે. રીપોર્ટ અનુસાર જલ્દી જ વિક્કી કૌશલ અને કેટરીના કેફ નવા જીવનની શરૂઆત કરશે. કપલનું વેડિંગ વેન્યુ જયપુર છે.
આ સિવાય તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલ પહેલા સલમાન ખાન અને રણબીર કપૂર સાથે પણ તેનું અફેર હતું. એવું કહેવામાં આવે છે કે સલમાન સાથે બ્રેકઅપ પછી કેટરીના રણબીર સાથે રીલેશનશીપમાં આવી હતી. પણ કપૂર ફેમીલીને તેની જોડી પસંદ ન કરી. જેના કારણે બંને અલગ થવાનું નક્કી કર્યું.
‘સૂર્યવંશી’ પછી દર્શકોને કેટરીનાની બીજી ફિલ્મ ‘ફોન ભૂત’ ની રાહ રહેશે. જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર લીડ રોલ કરી રહ્યા છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી