અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 જાણો આંગળીઓમાં ટચાકીય ફોડતી વખતે અવાજ શા માટે આવે છે અને તેનાથી શું થાય છે…. 💁
💁 મિત્રો ક્યારેક આપણે લાંબા સમય સુધી સતત કામ કરતા હોઈએ છીએ. તો આપણે આપણી આંગળીઓને એકબીજી આંગળીઓની મદદથી ટચાકિયા ફોડતા હોઈએ છીએ. તેનાથી ઘણા લોકોનું એવું પણ કહેવું હોય છે કે તેવું કરવાથી તેમને રાહત મળે છે. ઘર ઓફીસ તેમજ કોલેજમાં લોકોને તમે આવી રીતે ટચાકીય ફોડતા જોયા હશે. પરંતુ હકીકતમાં આ આદત આપણા સ્વાસ્થ્ય માટે શું કહે છે તે આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા તમને જણાવશું.Image Source :
🤟 મિત્રો લોકોનું કહેવું ગમે તે હોય પરંતુ વિજ્ઞાન આ બાબતમાં કંઈક અલગ જ કહે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ટચાકિયા ફોડવાની આદત સારી નથી કારણ કે તેનાથી આપણા હાડકા નબળા પડી જાય છે. હાથ અથવા પગની આંગળીઓમાં ટચાકિયા ફોડવાથી તેની સીધી અસર આપણા હાડકા પર પડે છે. તે કાર્યક્ષમતા પણ ઘટાડે છે. તેથી મિત્રો જો તમને પણ આંગળીઓની મદદથી ટચાકિયા ફોડવાની આદત હોય તો તરત જ તેને બંધ કરી દો. કારણ કે આ આદત આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી.
🤟 મિત્રો આંગળીઓ અથવા તો ઘૂંટણ વગેરેના જોઈન્ટસ હોય છે તેમાં Synovial Fluid liquid હોય છે. તે લીક્વીડ આપણા હાડકા માટે ખુબ જ મહત્વનું કાર્ય કરે છે. મિત્રો એક મશીનને તમે ઘર્ષણથી બચાવવા માંગતા હોવ તો તેમાં ગ્રીસ લગાવી દો છો. તો બિલકુલ તે જ રીતે આ લીક્વીડ આપણા હાડકા માટે એક ગ્રીસ જેવું કાર્ય કરે છે. એટલે કે હાડકાના ઘર્ષણથી બચાવે છે. જેથી હાડકા ઘસાતા નથી અને તેની કોઈ સમસ્યા નથી થતી.Image Source :
🤟 પરંતુ મિત્રો જ્યારે આ લીક્વીડમાં કાર્બન ડાયોક્સાઈડ ભળે છે પરપોટા જેવું થાય છે. પરંતુ જ્યારે આપણે તે હાડકાને ત્યાંથી વાળીએ ત્યારે તે પરપોટા ફૂટી જાય છે. હાથ કે પગની આંગળીઓમાં ટચાકીયા ફોડીએ અથવા તો કોઈ અન્ય હાડકામાં આવું થાય ત્યારે તે પરપોટા ફૂટે છે જેના કારણે ત્યારે એક અવાજ અદ્દભુત છે.
🤟 એકવાર ટચાકિયા ફૂટ્યા પછી તુરંત તે ટચાકિયા નથી ફૂટતા તેનો કોઈ અવાજ નથી આવતો તો આવું શા માટે તો તેનું કારણ એ છે કે ત્યાં ફરી તે લીક્વીડમાં કાર્બન ડાયોક્સાઈડ ભળતા અને પરપોટા બનતા ઓછામાં ઓછી પંદરથી ત્રીસ મિનીટ લાગે છે. માટે એક વાર ટચાકિયા ફોડ્યા બાદ બીજી વાર તેનો અવાજ નથી આવતો ભલે તમે ગમે તેટલા પ્રયત્નો કરી લો. ટૂંકમાં જ્યાં સુધી પરપોટા નહિ બને ત્યાં સુધી અવાજ નહિ આવે.Image Source :
🤟 મિત્રો એક રીપોર્ટ મુજબ હાડકા એકબીજા સાથે લીગમેન્ટથી જોડાયેલ હોય છે. પરંતુ વારંવાર ટચાકિયા ફોડવાથી તેમાંથી ઉત્પન્ન થતા લીક્વીડની માત્રા ઘટવા લાગે છે. અને મિત્રો તમે વિચારી પણ નહિ શકો કે તમારી આ ટચાકીય ફોડવાની આદત કંઈ સમસ્યાને આમંત્રણ આપી શકે છે. જો તે લીક્વીડની માત્રા બરાબર નહી રહે તો વ્યક્તિને સંધિવા નામનો રોગ પણ થવાની સંભાવના છે. આ ઉપરાંત આ રીતે ટચાકિયા ફોડીને આપણા સાંધાને વારંવાર ખેંચવામાં આવે તો સાંધાની પકડ ઘટી જાય છે. જેથી સાંધાને લગતી સમસ્યાનો સામનો કરવો પડે છે.
🤟 મિત્રો આમ જોઈએ તો દરેક રિસર્ચમાં એવું નથી સામે આવ્યું કે ટચાકિયા ફોડવાથી કોઈ બીમારી થાય. પરંતુ દરેક રીસર્ચ એવું જરૂર જણાવે છે કે વારંવાર ટચાકિયા ફોડવા તે આપણા હાડકા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. તેનાથી હાડકાને કોઈને કોઈ નુકશાન તો થાય જ છે.Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી