ડાયાબીટીસ થતા પહેલા શરીર આપે છે આવા લક્ષાણો… યુવાનો જરૂર જાણે આ લક્ષણો, ક્યાંક મોડું ન થઇ જાય.

👩‍⚕️ ડાયાબીટીસના લક્ષણો …. 👩‍⚕️

👩‍⚕️ મોટા ભાગના લોકોને એવું જ લાગતું હોય છે કે જે લોકને ડાયાબીટીસ હોય અથવા જે લોકો ગળપણ વધારે ખાતા હોય તેના જ શરીરમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ તે વાત બિલકુલ ખોટી છે. હાઈ બ્લડ શુગરની સમસ્યા કોઈ પણ વ્યક્તિને થઇ શકે છે. અને સૌથી ખાસ વાત એ છે કે તેની આપણને ખબર પણ નથી પડતી.

👩‍⚕️ શરીરમાં જો શુગરની માત્રા વધી જાય તો તે આપણા શરીરને અંદરને અંદર જ ખોખલું બનાવી નાખે છે. જેની સીધી અસર આપણા શરીરના અંદરના અંગો, નસો અને શરીરના એનર્જી લેવલ પર થાય છે. જ્યારે આપણા શરીરમાં નાનામાં નાનીથી લઈને મોટી ગરબડ થાય છે ત્યારે આપણું શરીર અલગ અલગ રીતે આપણને તે બીમારી વિશે બતાવવા માંગતું હોય છે. જો તે સંકેતો દ્વારા આપણે તે બીમારી વિશે સમયસર જાણી લઈએ તો આપણે તે ગંભીર બીમારીને અટકાવી શકીએ છીએ. તો આજે આપણે જાણીશું કંઈક એવા લક્ષણો જે આપણા શરીરમાં શુગરની માત્રા વધી જાય ત્યારે દર્શાવે છે.

👩‍⚕️ કંઈક લક્ષણો બતાવે છે કે આપણને ડાયાબીટીસ થવાની છે. અને તે લક્ષણની નોંધ લઈને તરત જ આપણે ડોક્ટરની પાસે જવું જોઈએ.

🍱 વારંવાર ભૂખ લગાવી : 🍱

🍱 આપણે જમી લીધું હોય અને તો પણ વારંવાર ભૂખ લાગ્યા કરે તો એવું બને કે આપણા શરીરમાં શુગરની માત્ર વધી હોય છે. હાઈ બ્લડ શુગર શરીરની કોશિકાઓ સુધી પહોંચવામાં રોકે છે જેના કારણે આપણા શરીરમાં પૂરી એનર્જી નથી મળતી. અને વારંવાર ખાવાનું મન કર્યા જ કરે છે. જો આપણી સાથે પણ આવું થાય છે તો આપણા રોજીંદા ખોરાકમાંથી ગળપણ ઓછું કરી નાખવું જોઈએ. કોલ્ડ્રીંક વગેરેનું સેવન ઓછું કરવું અને ચા અને કોફી પૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ. માત્ર આટલું કરવાથી ખુબ જ ઝડપથી સારું રીઝલ્ટ જોવા મળશે.

😓 થાકી જવું :😓

😓 રોજ સવારે ઉઠતાની સાથે જો થકાન મહેસુસ થાય અથવા તો આખો દિવસ પૂરો થતા થતા ખુબ જ થાકી  જતા હોઈએ તો તે પણ આપણા શરીરમાં વધેલી શુગરનું લક્ષણ દર્શાવે છે. કેમ કે જ્યારે શરીરમાં ખાંડની માત્ર વધે છે તો આપણું શરીર પૂરી માત્રામાં એનર્જી નથી વાપરી શકતું અને આપણી કોશિકાઓને આવશ્યક પોષણ નથી મળતું જેના કારણે આપણું શરીર કોઈ પણ કારણ વગર થાકને મહેસુસ કરે છે. જો આપણે એક સાથે ગળ્યું ખાવાનું બંધ નથી કરી શકતા તો જો ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરવો જોઈએ.

👨વારંવાર પેશાબ આવવો : 👨👨 જ્યારે શરીરમાં શુગરની માત્રા વધે છે ત્યારે તેની અસર આપણી કિડની પર પણ પડે છે. હાઈ બ્લડ શુગર હોવાથી આપણી કિડની તરલ એટલે કે લીકવીડને પૂરી સહન નથી કરી શકતી. અને આપણું શરીર શુગરને પચાવી નથી શકતું.  શરીરમાં તરલ પદાર્થ હોવાને કારણે આપણને જલ્દી જલ્દી પેશાબ આવવા લાગે છે. આ પ્રોબ્લેમને સારો કરવા માટે આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાવાની બંધ કરી દેવી જોઈએ.

🤤 મોં સુકાઈ જવું અને તરસ લગાવી : 🤤

🤤 વારંવાર મોં સુકાઈ જવું અને વારંવાર તરસ લાગવી અને ગળું પણ સુકાઈ જવું તે શરીરમાં તરલ પદાર્થની કમીને ઓછી કરે છે. તેનું મુખ્ય કારણ શરીરમાં વધી ગયેલું શુગરનું પ્રમાણ હોય છે. તરસ લાગી હોવા છતાં પાણી ન પીવું તે અસંભવ છે. પરંતુ ઘણા લોકો તરસ લાગવાથી અલગ અલગ મીઠી વસ્તુઓ પીવા લગતા હોય છે. જેના કારણે આ સમસ્યા વધારે થઇ જાય છે. તરસ લાગે ત્યારે હંમેશા સાદું પાણી જ પીવું જોઈએ. અને તેને સારું બનાવવા માટે તેમાં લીંબુનો રસ પણ મેળવવો પડે છે.

🚶 વજન ઘટવો : 🚶

🚶 શરીરમાં ગ્લુકોઝનું લેવલ હાઈ હોવાના કારણે આપણું વજન ઝડપથી ઘટવા લાગે છે. પછી આપણે ગમે તેટલું હેવી અથવા હાઈ કેલેરી વાળા ખોરાક લઈએ તો પણ વજન રોજ ઘટવા જ લાગે છે. તેની પાછળના ઘણા બધા કારણો છે. શરીરમાં પાણી માત્રા ઓછી હોવાને કારણે પણ શરીર પાતળું થવા લાગે છે. ઇન્શુંલનની માત્રા પણ ઓછી હોવાને કારણે શરીરમાં ફેટ જડપથી ઘટવા લાગે છે. અને વધારે પેશાબ આવવાને કારણે આપણા શરીરને આવશ્યક પોષક નીકળી જાય છે.

😷 ઇન્ફેકશન :😷

😷 હાઈ બ્લડ શુગરના કારણે પુરષ અને મહિલાઓ બંનેમાં યુરીનરી ટ્રેક ઇન્ફેકશન હોવાની સંભાવના વધી જાય છે. આવા ઇન્ફેકશન વધારે પડતા મહિલાઓમાં જોવા મળે છે. શરીરમાં શુગરની માત્રા વધારે ઇસ્ટ અને બેક્ટેરિયાને વધારે છે. જેના કારણે આપણા ગુપ્તાંગ પર ઝડપથી ઇન્ફેકશન લાગે છે. આવી સમસ્યાથી બચવા માટે ખાંડ ખુબ જ ઓછી માત્રામાં ખાવી જોઈએ અને તે સાતથી આઠ દિવસ પૂર્ણ રીતે બંધ કરી દેવી જોઈએ. આવું કરવાથી વધારે ગળપણ ખાવાની આદત આપમેળે ઓછી થઇ જશે.

🧖‍♀️ ડ્રાઈ સ્કીન : 🧖‍♀️🧖‍♀️ શું તમે જાણો છો ડ્રાઈ સ્કીન એટલે કે સુકાય ગયેલી ત્વચાનો સીધો સંબંધ હાઈ બ્લડ શુગરની સાથે પણ હોય છે. તેવું એટલા માટે કારણ કે શુગર લેવલ હાઈ હોવાને કારણે શરીરમાં પાણી માત્રા ઘટતી હોય છે. જેનાથી આપણી ત્વચા સુકાવા લાગે  છે. અને વધારે શુગર આપણા શરીરની નસ અને તંત્રિકાઓને હાની પહોંચાડે છે. જે શરીરમાં પરસેવો બનાવે છે તે ગ્રંથીને નબળી કરી નાખે છે. એટલા માટે ત્વચા સુકાવા લાગે છે.

🙁 ધ્યાન ન લાગવું  🙁

🙁 આમ તો આપણા મગજને સારી રીતે કામ કરવા માટે શુગરની જરૂર હોય છે. પરંતુ જ્યારે શુગરની માત્રા વધારે થઇ જાય છે ત્યારે ગ્લુકોઝ આપણા મગજ સુધી સારી રીતે નથી પહોંચતો જેના કારણે આપણા દિમાગની શક્તિ કમજોર થવા લાગે છે. જેની સીધી અસર આપણી વિચાર શક્તિ અને અને નિર્ણય શક્તિ પર પડે છે.

👁 આંખ નબળી થવી :👁

👁 વધારે ઝાંખું દેખાવું પણ તે પણ વધી ગયેલી શુગર અને પાણીની કમીના કારણે થાય છે. અને સાથે સાથે આપણી આંખોને કોશિકાઓ પર પણ ખુબ જ અસર કરે છે. તેના કારણે આંખો દ્વારા જે ફોકસ કરવાની શક્તિ હોય છે તેને નબળી કરે છે.

👩‍⚕️ વાગ્યાના ઝખમો ધીરે ધીરે સારા થવા : 👩‍⚕️👩‍⚕️ જો આપણે એવું નોટીસ કરીએ કે આપણા શરીરમાં કંઈક વાગ્યું હોય તો તેના ઝખમો ભરાતા ખુબ જ વાર લાગે છે તો તે પણ દર્શાવે છે કે આપણા શરીરમાં શુગરની માત્ર વધી ગઈ હોય છે. શુગરનું પ્રમાણ વધારે હોવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન નબળું પડી જાય છે. અને આપણી કોશિકાઓમાં પોષક તત્વોની કમી આવી જાય છે. એવું થવાથી આપણને જે અંગ પર લાગ્યું હોય ત્યાં સારું થવામાં સામાન્યથી વધારે સમય લાગે છે.

🙂 નપુંસકતા : 🙂

🙂 બ્લડમાં શુગર વધવાથી આપણા શરીરની નપુંસકતા પણ વધી શકે છે. હેલ્દી સેક્સ લાઈફ માટે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું હોવું અને નસોનું મજબુત હોવું અને હોર્મોન્સનું બેલેન્સ બનાવી રાખવું ખુબ જ જરૂરી છે. શરીરમાં વધી ગયેલી શુગરનું આ બધી વસ્તુ પર ખુબ જ ખરાબ પ્રભાવ પડે છે.

😡 ચીડિયા પણું : 😡😡 રીચર્સ દ્વારા જાણવામાં આવ્યું છે કે જે લોકોમાં શુગરની માત્રા વધારે હોય છે તે લોકોને ચીડિયા પણું વધારે હોય છે અને ધીરજતા પણ ઓછી હોય છે. આપણા મગજને ગ્લુકોઝના સંતુલન સપ્લાયની જરૂર હોય છે. એટલા માટે જ્યારે પણ આપણા શરીરમાં ગ્લુકોઝની કમી આવે છે ત્યારે આપણા શરીરમાં ગરબડ આવે છે. તો તેનો આપણા દિમાગ પર ખુબ જ અસર કરે છે. તેના કારણે આપણે વધારે ટેન્શન અને ચીડિયા સ્વભાવ વાળા થઇ જઈએ છીએ.

💁 તો મિત્રો આ હતી આપણા શરીરમાં વધેલા શુગરના લક્ષણો સાથે જોડાયેલી વાતો અને તેનાથી આપણને ડાયાબીટીસ વિશે ઘરે બેઠા થોડી જાણકારી મળે છે. 👉  

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ   (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “ડાયાબીટીસ થતા પહેલા શરીર આપે છે આવા લક્ષાણો… યુવાનો જરૂર જાણે આ લક્ષણો, ક્યાંક મોડું ન થઇ જાય.”

Leave a Comment