જેમ કે તમે જાણો છો તેમ વેક્સીનનું કામ ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે. હાલ વેક્સીનનું કામ ઘણા અંશે સફળ થયું છે. તેથી ધીમી ગતિએ વેક્સીન મુકવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. ભારતમાં પણ હવે વેક્સન મુકવાનું કામ જાન્યુઆરીથી શરૂ થઈ જશે. કોરોના મહામારીને માત કરવા માટે હાલ આખી દુનિયા એક થઈ ગઈ છે. ઘણા દેશોમાં વેક્સીનનું કામ શરૂ પણ થઈ ગયું છે. હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કોરોનાની વેક્સીન સૌપ્રથમ હેલ્થ વર્કરને આપવામાં આવશે અને ત્યાર પછી ઉંમર લાયક લોકોને વેક્સીન આપવામાં આવશે.
મિત્રો દેશમાં વાયુવેગે ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ વચ્ચે એક ખુબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું છે કે, ભારતમાં કદાચ કોરોના મહામારીનો ખરાબ સમય હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે. આમ ડો. હર્ષવર્ધને એવી આશા જણાવી છે કે, જાન્યુઆરીમાં કોઈ પણ અઠવાડિયાથી ભારત તેમના નાગરિકોને વેક્સીન આપવાનું કામ શરૂ કરી દેશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી એમ પણ જણાવ્યું છે કે, ભારતમાં કોરોના વેક્સીન અંગે ખુબ ઝડપથી કામ શરૂ છે. આ સિવાય ભારત વેક્સીન તૈયાર કરવામાં હંમેશાથી આગળ રહ્યું છે. આ સિવાય વૈજ્ઞાનિકો વેક્સીનના વિતરણ, સુરક્ષા, અસરને લઈને કોઈ પણ પ્રકારનો રિસ્ક લેવા નથી માંગતા. જ્યારે વૈજ્ઞાનિકો વેક્સીનને લઈને ખુબ ઊંડાણપૂર્વક અને ગંભીરતાથી અધ્યયન કરી રહ્યા છે.આ સિવાય ડો. હર્ષવર્ધન એમ જણાવ્યું છે કે, થોડા મહિના પહેલા દેશમાં લગભગ 10 લાખ જેટલા એક્ટિવ કેસ હતા. જે ઘટીને હવે 3 લાખ જેટલા થઈ ગયા છે. તેમના કહ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1 કરોડ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 95 લાખ જેટલા દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે ભારતમાં રિકવરી રેટ અન્ય દેશોના મુકાબલે વધારે છે. દેશ ગયા 10 મહિનાથી સંકટનો સામનો કરો રહ્યો છે. હવે આ સંકટ દુર થઈ રહ્યો છે. કોરોના સામેની લડાઈમાં હાલ ભારત અન્ય દેશો કરતા ઘણી સારી સ્થિતિમાં છે.
આ ઉપરાંત કોરોના વેક્સીનના વિતરણ અંગે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન જણાવ્યું હતું કે, ભારત સરકાર છેલ્લા ચાર મહિનાથી રાજ્યો સાથે વેક્સીનેશન કરવાની તૈયારીમાં લાગ્યું છે. લોકોને કોરોનાની વેક્સીનનું સારી રીતે વેક્સીનેશન થઈ શકે તે માટે 260 જિલ્લાઓના 20 હજારથી વધુ વર્કર્સને ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. જ્યારે સરકારનો પ્રયાસ એવો છે કે, સરકારની પ્રાથમિકતામાં સામેલ દરેક વ્યક્તિને વેક્સીન લગાવવામાં આવે. પણ જો કોઈ વેક્સીન લેવાની ના પાડે છે તો તેમાં પણ કોઈ પણ પ્રકારનું દબાણ નહિ કરવામાં આવે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી