મિત્રો તમે ઘણાના મુખે એવું સાંભળ્યું હશે કે, તેમને નીંદર નથી આવતી. જો કે નીંદર ન આવવાના ઘણા કારણો હોય શકે છે. પણ જો તેનો યોગ્ય સમયે ઉકેલ ન લાવવામાં આવે તો તમે ઘણી બીમારીને આમંત્રણ આપી રહ્યા છો. તેથી જો તમને પણ નીંદર ન આવવાની પરેશાની હોય તો બીજી કોઈ અન્ય દવાઓ કરતા એક વખત આયુર્વેદિક દવા અપનાવી જુઓ. તમને જરૂરથી ફાયદો થશે. આમ આયુર્વેદમાં પણ નીંદર ન આવવા માટે જવાબદાર કારણો તેમજ તેના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. ચાલો તો આ વિશે વિસ્તૃત માહિતી જોઈ લઈએ.
મિત્રો તમને જણાવી દઈએ કે, આખા દિવસના થાક પછી રાત્રે નીંદર થવી તે ખુબ જરૂરી છે. ગહેરી નીંદરમાં શરીરના ઉતક ફરીથી જીવંત થાય છે. આમ નીંદર દરમિયાન હૃદય અને રક્ત વાહીનીને પુરતો આરામ મળે છે. તેથી તમને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. નીંદરની કમીથી હૃદય રોગ, કિડનીની બીમારી, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. જ્યારે અનિદ્રા નીંદરથી જોડાયેલ એક એવી સમસ્યા છે આખી દુનિયામાં લાખો લોકોને પરેશાન કરે છે. આમ તેનાથી પીડિત લોકોને નીંદર આવવી કે સુવું ખુબ મુશ્કેલ છે. આમ રાતના સમયે નીંદર બરાબર ન થવાથી દિવસે નીંદર અને સુસ્તી જેવું રહે છે અને વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે બીમાર અનુભવે છે.
આમ પુરતી નીંદર શરીરને સંતુલિત અને સ્વસ્થ રાખવા માટે ખુબ આવશ્યક છે. પુરતી નીંદરથી શરીર અને મસ્તિષ્ક બંનેને આરામ મળે છે. આમ રાતે નીંદર ઉડી જવી અથવા તો સારી નીંદર આવવામાં પરેશાની થાય છે, તો તેના ઘણા ઘરેલું ઉપાય અહીં જણાવવામાં આવ્યા છે.તેલ માલીશ : મસ્તક અને પગમાં ભૃંગરાજનું તેલ લગાવવાથી અથવા તેનાથી માલીશ કરવાથી સારી નીંદર આવે છે. આ તેલથી માલીશ કરવાથી નર્વસ સીસ્ટમને આરામ મળે છે અને આખું શરીર રિલેક્સ થાય છે.
દિનચર્યા બરાબર કરો : આ એક ખુબ જ જરૂરી ઉપાય છે. સમયે સુવા માટે પથારી પર જવું સારી નીંદર માટે ખુબ આવશ્યક છે. જો તમે સમયે સુવાની કોશિશ નહિ કરો તો અનિદ્રાની સમસ્યા વધી શકે છે.
ગરમ દૂધનું સેવન : દુધમાં ટ્રીપટોપોન હોય છે, જે નિંદરને વધારવામાં મદદ કરે છે. આમ દરરોજ ગરમ દૂધનું સેવન કરવાથી સારી નીંદર આવે છે. આ માટે એક કપ ગરમ દુધમાં અડધી ચમચી તજનો પાવડર મિક્સ કરીને સુતા પહેલા પીઓ. ખુબ જ આરામદાયક ઊંઘ આવશે.જાયફળ : ગરમ દૂધનું સેવન કરવાથી ફાયદો તો થાય જ છે, પણ જો તેમાં થોડો જાયફળનો પાવડર મિક્સ કરીને પીવામાં આવે તો અનિદ્રાની સમસ્યા દુર થાય છે. સુતા પહેલા એક કપ ગરમ દુધમાં જાયફળ મિક્સ કરીને પીઓ. તમે ઈચ્છો તો ફળના જ્યુસમાં પણ જાયફળ મિક્સ કરીને પી શકો છો.
કેસરનો ઉપયોગ કરો : નીંદરની સમસ્યા દુર કરવી છે તો કેસર પણ ખુબ ઉપયોગી છે. એક કપ ગરમ દુધમાં બે ચપટી કેસર મિક્સ કરીને તેને પીઓ. કેસરમાં એવા ઘટક રહેલ છે જે પ્રતિરક્ષા તંત્રને ફાયદો કરે છે.
જીરાનો ઉપયોગ કરો : જીરું એ ઔષધિઓથી ભરપુર છે જે આયુર્વેદિક ચિકિત્સામાં પણ નીંદર માટે ખુબ ઉપયોગી છે. સુતા પહેલા જીરાની ચા પીવાથી સારી નીંદર આવે છે. દુધમાં એક ચમચી જીરુંનો પાવડર અને એક કેળાને પીસીને મિક્સ કરીને રાતે સુતા પહેલા ખાઓ. જીરામાં મેલાટોનીન હોય છે જે અનિદ્રા, નીંદરને સંબંધિત સમસ્યા સામે લડે છે. જ્યારે મેલાટોનીન એક હાર્મોન છે જે સુવામાં મદદ કરે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી