કોરોનામાં સ્ટાર્સની મહેફિલ ! સુરેશ રૈના, સુજૈન, ગુરુ રંધાવા જેવા 34 સેલિબ્રિટી રાત્રે 2 વાગ્યે કરતા હતા આ કામ. પકડાયા આવી રીતે…

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ કોરોનાને કારણે જાહેર રીતે વધુ પબ્લિક ભેગું થઈ શકતું નથી. કારણ કે સોશિયલ અંતર જાળવવું ખુબ જરૂરી છે. પણ હજી લોકો આ નિયમનું પાલન નથી કરતા. અને ઠેર ઠેર લોકો ભેગા થાય છે. આ લોકોમાં મોટા મોટા સ્ટાર પણ સામેલ છે. આવી જ એક ઘટના મુંબઈ શહેરમાં બની છે. જ્યાં ઘણા સેલિબ્રિટી એકઠા થઈને પાર્ટી કરી રહ્યા હતા. ચાલો તો આ અંગે વિસ્તારથી માહિતી જાણી લઈએ.

જાણવા મળતી વિગત અનુસાર મુંબઈ એરપોર્ટ નજીક ડ્રેગન ફ્લાઈ ક્લબમાં પોલીસે સોમવારે રેડ પાડી હતી. નહિ ક્રિકેટર સુરેશ રૈના સહીત અન્ય 27 સેલિબ્રિટી અને 7 સ્ટાફ વિરુદ્ધ IPC ધારા નીચે 188, 269, અને 34 અંદર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાણવા મળતી વિગત મુજબ આ ક્લબમાં ઋતિક રોશનની એક્સ વાઈફ સુજૈન અને સિંગર ગુરુ રંધાવા જેવા સેલિબ્રિટી હાજર હતા. જો કે આ સેલિબ્રિટીને પકડ્યા પછી છોડી પણ દેવામાં આવ્યા હતા.

એવું પણ જાણવા મળ્યું છે કે, આ પાર્ટીમાં 19 લોકો દિલ્હીથી પણ આવ્યા હતા. જ્યારે અન્ય લોકો પંજાબ અને દક્ષિણ મુંબઈના રહેવાસી હતા. તેમાંથી ઘણા લોકોએ શરાબ પણ પીધેલી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં હજી પણ લોકડાઉનના નિયમ જારી છે. અહીં રાત્રે 11 વાગ્યા પછી કોઈ પણ પ્રકારની પાર્ટી કે સાર્વજનિક કાર્યક્રમ પર પ્રતિબંધ છે. આ વિશે પોલીસે જણાવ્યું કે, એક મોટો ગાયક રેડ પડી તે દરમિયાન પાછળના રસ્તે ભાગી ગયો હતો. આમાં બાદશાહનું નામ સામે આવી રહ્યું છે.

નિયમ વિરુદ્ધ પાર્ટી થઈ રહી હતી : અહીં સંયુક્ત પોલીસ કમિશનર વિશ્વાસ નાગર પાટીલે જણાવ્યું કે, સરકારે એક નિયમ જાહેર કર્યો હતો કે નિશ્ચિત સમયે પછી કોઈ પણ પ્રકારની પાર્ટી, પબ, બાર અને હોટેલ્સ બંધ રાખવામાં આવે. આમ જ્યારે ક્લબમાં પાર્ટી વિશે જાણકારી મળી અને ડીસીપી રાજીવ જૈનના નેતૃત્વમાં એક ટીમને રેડ માટે અહીં મોકલવામાં આવી અને 34 લોકોને પકડી લેવામાં આવ્યા.જ્યારે ક્લબ તરફથી હજી સુધી કોઈ બયાન સામે નથી આવ્યું. પબ સ્ટાફના 7, અને 27 સેલીબ્રીટીસ આમ 34 લોકો પર કેસ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસને શક છે કે, હજી બીજા લોકો પણ પાર્ટીમાંથી ભાગી ગયા છે. આથી સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવી રહી છે. લોકોને નોટીસ મોકલવામાં આવી છે. IPC- ની ધારા 188 નીચે એક મહિનાની જેલ, અને 10 હજાર રૂપિયા દંડ થઈ શકે છે.

શું છે 188 ધારા ? : લોકડાઉનના નિયમોનું ઉલ્લઘન કરનાર પણ IPC ધારા 188 નીચે કાર્યવાહી કરવામાં આવે છે. 1897 ના મહામારી કાનુનના સેક્શન 3 માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકાર/કાનુનના નિર્દેશ/નિયમોનું જે લોકો ઉલ્લંઘન કરે છે તેને ભારતીય દંડ સંહિતા IPC ધારા 188 નીચે દંડ આપવામાં આવે છે.

આ ઉપરાંત આ વિશે કોઈ સરકારી કર્મચારી દ્વારા નિર્દેશોનું ઉલ્લંઘન કરનાર પર પણ આ ધારા લાગુ કરવામાં આવે છે. જો તમને સરકાર દ્વારા નિર્દેશિત જાણકારી છે તે છતાં પણ તમે તેનું પાલન નથી કરતા તો પણ તમારા પર ધારા 188 નીચે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment