અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🤰 પેટ સાફ કરવા માટે કરો આ વસ્તુનું સેવન…. 🤰
🤰 મિત્રો આજે અમે એક ખુબ જ મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ જે દરેક વ્યક્તિને ખુબ જ ઉપયોગી થશે. આપણા પેટને સવારના સમયે સાફ કરવા માટેનો સૌથી સારો અને સરળ ઉપાય જેને અપનાવવાથી આપણું પેટ સવારમાં જ એકદમ સાફ થઇ જાય છે અને આપણા આખા દિવસને હેપ્પી રાખે છે. તો ચાલો જાણીએ તેના વિશે.Image Source :
🤰 શું તમે જાણો છો કે વર્તમાન સમયમાં જેટલી પણ પરેશાની અને બીમારીઓ થાય છે તેમાંથી 90% બીમારી માત્ર આપણું પેટ સાફ ન હોવાને કારણે જ થાય છે. તેનો મતલબ એવો થાય કે અડધાથી પણ વધારે બીમારી આપણા પેટમાંથી ફેલાય છે. પરંતુ જો તેને સાફ રાખવામાં આવે તો અત્યારના મનુષ્યની લગભગ બધી શારીરિક પરેશાની દુર થઇ જાય છે. આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલીથી અને ખાનપાનની ખરાબ આદતથી ઘણા લોકો પેટ સંબંધિત કોઈને કોઈ રોગથી પરેશાન રહેતા હોય છે. જેમ કે પેટમાં ગેસ થવો એસીડીટી, પેટમાં દુખવું અને બીજી પણ એક ખુબ જ જટિલ પરેશાની છે જેનાથી ઘણા લોકો પીડાતા હોય છે. અને એક ખુબ જ ગંભીર બીમારી છે જેના કારણે આપણને કેન્સર પણ થઇ શકે તે છે કફ ની બીમારી. જો આપણું પેટ દરરોજ સાફ ન થાય તો સમજી લેવાનું કે એક દિવસ આપણને કેન્સર પણ થઇ શકે છે.
🤰 આપણું પેટ સાચી રીતે સાફ નથી થતું જે શરીર માટે ખુબ જ હાનીકારક હોય છે. જેના કારણે પેટમાં બળતરા અથવા ઓડકાર જેવી સમસ્યા પણ થાય છે.
🤰 આજે અમે પેટ સાફ કરવા માટેના ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે એવા ઘરેલું ઉપચાર જણાવશું જેનાથી તમે અપચા જેવી સમસ્યાથી સંપૂર્ણ છુટકારો મેળવી શકશો. આજે અમે એક એવા ઉપાયો જણાવશું જેનાથી તમે તમારા પેટને સવારના સમયે પૂરી રીતે સાફ કરી શકો છો. જેના ફાયદાઓ પણ ખુબ જ આશ્વર્ય જનક હશે.
1 . સવારના સમયે ભૂખ્યા પેટે થોડું ગરમ હુંફ વાળું પાણી પીવામાં આવે તો આપણું પેટ એકદમ સાફ થઇ જાય છે. પરંતુ ગરમ પાણી પીધા પછી થોડી વાર માટે ચાલવું જોઈએ. તેનાથી આપણા પેટમાં બધી બાજુથી કચરો એક જગ્યા પર જમા થઇ જાય છે અને પેટ એક સાથે જ સાફ થઇ જાય છે. તેનાથી આપણા શરીરમાં રહેલો કફ પણ નીકળી જાય છે.
2 . પછી છે અળસીના બીજ. અળસીના બીજમાં ઘણી માત્રામાં પ્રોટીન અને પોષક તત્વ હોય છે. એટલા માટે રાત્રે સુતા પહેલા દુધની સાથે એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. તેનાથી સવારે પેટ એકદમ સાફ થઇ જાય છે. દુધની સાથે આંબળાનું સેવન કરવાથી પણ પેટ સ્વસ્થ રહે છે.
🤰 3 . મધને રાત્રે સુતા પહેલા એક ચમચી હળવા એવા ગરમ પાણીમાં મિક્સ કરીને પીય જવાનું છે. તેનાથી પણ સવારે પેટ એકદમ સાફ થઇ જાય છે.
🤰 4 . પેટ સાફ કરવા માટે એરંડિયાનું તેલ પણ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. રાત્રે સુતા પહેલા મધ વાળા પાણીમાં એક ચમચી એરંડિયું નાખીને પીવામાં આવે તો પણ સવારે પેટ સાફ થઇ જાય છે. અને એક ગ્લાસ હલકું એવું ગરમ એક ગ્લાસ દૂધમાં એક ચમચી એરંડિયાનું તેલ નાખીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પણ સવારે પેટ સાફ થઇ જાય છે.
🤰 5 . લીંબુનો રસ, મધ, સિંધાલુણ. સવારે ખાલી પેટે લીંબુનો રસ, એક ચમચી મધ, અને થોડું સિંધાલુણ એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી પણ પેટ ખુબ સરળતાથી સાફ થઇ જાય છે.અને કફને પણ તોડી નાખે છે.
🤰 6 . નારિયેળ પાણી. નારિયેળ પાણી પણ પેટને ખુબ જ સારી રીતે સાફ કરી નાખે છે. જો રોજ સવારે ખાલી પેટે નાળીયેર પાણીનું સેવન કરવામાં આવે તો પેટ એકદમ સાફ થઇ જાય છે.
🤰 7 . અળસીના બીજ અને દૂધ. અળસીના બીજને રાત્રે સુતા સમયે ગરમ દૂધ સાથે લેવામાં આવે તો પેટ ખુબ આસાનીથી સાફ થઇ જાય છે.
🤰 8 . આંબળાનો પાવડર. આંબળાનો પાવડર પેટની સમસ્યા અને અપચાની સમસ્યાને પણ દુર કરે છે. રોજ રાત્રે સુતા પહેલા આંબળા પાવડરનું સેવન કરવું તે ખુબ જ લાભકારી સાબિત થાય છે.
🤰 9 . વરીયાળી. વરીયાળી ખાવાથી પણ ગેસ બળતરા જેવી સમસ્યાથી રાહત મળે પરંતુ તે પેટને પણ સાફ કરે છે. જમીને પછી તરત જ વરીયાળીનું સેવન કરવું જોઈએ તે આપણી પાચનતંત્રને ઉજાગર કરે છે અને ખોરાક જલ્દી પછી જાય છે એટલે તે સરળતાથી બહાર પણ નીકળી જાય છે. અને પેટને બિલકુલ સાફ રાખે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
2