તમારા હોઠને ઘરે બેઠા મુલાયમ અને ગુલાબી બનાવવા હોય તો આ ઘરેલું ૫ વસ્તુઓનો ઉપયોગ કરો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 આ ઉપચાર અપનાવ્યા પછી તમારા હોંઠ પણ થઇ જશે ગુલાબની પાંખડી જેવા ગુલાબી, ૧૦૦% ગેરેંટી… 💁

💋 મિત્રો આપણા ચહેરા પર આપણા હોંઠનું ખુબ જ મહત્વ છે દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય કે તેના હોંઠ એકદમ સુંદર, લાલ તથા ગુલાબી દેખાય. પોતાના હોંઠ પર તેને લિપસ્ટિક લગાવીને હાઈલાઈટ અથવા સુંદર દેખાડવાનો પ્રયત્નો કરતી હોય છે. આ રીતે મેકઅપ દ્વારા તમે તમારા હોંઠની સુંદરતા દેખાડી શકો છો પરંતુ આજે અમે એવા ઉપચાર લઈને આવ્યા છીએ કે જેમાં તમારે કોઈ લિપસ્ટિક લગાવવાની જરૂર નહિ પડે.Image Source :

💋 કારણ કે આ ઉપચારને અપનાવ્યા બાદ તમારા હોંઠ ખુબ જ સુંદર, સોફ્ટ અને ગુલાબની પાંદડીની જેમ ગુલાબી થઇ જશે. ત્યારબાદ તમારા હોંઠ કોઈ લિપસ્ટિક લગાવ્યા વગર પણ નેચરલી ખુબ જ સુંદર દેખાશે. તેના માટે તમારે કોઈ આર્ટીફીશીયલ મેકઅપનો યુઝ કરવાની જરૂર નથી. કારણ કે ક્યારેક વધારે પડતો મેકઅપનો ઉપયોગ જ આપણા હોંઠને ડ્રાય અને ડાર્ક બનાવી દે છે. માટે અપનાવો આ ઉપચાર.

💋 હોંઠ ખરાબ થવાનું કારણ છે સૂર્યના uv કિરણો ડીહાઈડ્રેશન, હોર્મોન્સમાં થતો ફેરફાર, વધતી ઉમર વગેરે કારણો જવાબદાર છે. મિત્રો તમે લીપ બામ ખરીદીને પણ હોંઠને મુલાયમ તેમજ સારા બનાવવાનો પ્રયત્ન કરતા હશો પરંતુ ઘણી વાર આપણને તેની આડઅસર પણ જોવા મળતી હોય છે. હોંઠને સુંદર બનાવવા માટે ઘણા પ્રાકૃતિક ઉપચારો છે પરંતુ આજની ભાગદોડ ભરી જીંદગીમાં કોઈને પોતાના હોંઠની કાળજી રાખવાનો સમય નથી મળતો. જેથી તમારા હોંઠ વધારેને વધારે ખરાબ થતા જાય છે. માટે અપનાવો આ પ્રાકૃતિક ઉપચાર અને બનાવો તમારા હોંઠને હંમેશા માટે ગુલાબી, સોફ્ટ અને સુંદર.Image Source :

👸 હોંઠને ગુલાબી અને સુંદર બનાવવા માટેના ઉપચારો:- 👸

👄 એક ચમચી દૂધમાં એક ચમચી દૂધની ક્રીમ અને થોડું કેસર ઉમેરી દો અને તેને મિક્સ કરી લો. હવે તેને ફ્રીઝમાં ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને હોંઠ પર લગાવો અને રૂ થી સાફ કરી લો.

👄 એક ચમચી દૂધમાં લાલ ગુલાબની થોડી પાંદડી પીસીને નાખી દો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો ફ્રીઝમાં. ફ્રીઝમાં ઠંડુ થયા બાદ તેમાં થોડો બદામનો પાવડર ઉમેરી દો અને તેની એક પેસ્ટ બનાવી લો. અને નિયમિત આ પેસ્ટ તમારા હોંઠ પર લગાવો. દસથી પંદર મિનીટ સુધી રાખો ત્યારબાદ તેને રૂની મદદથી સાફ કરી લો.

👄દૂધમાં ગુલાબની પાંદડી પલાળી દો. ત્યારબાદ તેને પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તેને હોંઠ પર લગાવો. તમે દૂધની જગ્યાએ ગ્લીસરીન પણ વાપરી શકો છો.Image Source :

💁 એક ચમચી મલાઈમાં અમૂક ટીપા બીટનું જ્યુસ અથવા તો દાડમનો રસ ઉમેરીને મિક્સ કરી લો. આ મિશ્રણ લગાવો તમારા હોંઠ પર. આ ઉપચારથી તમારા હોંઠ ફાટેલા હોય તો તે મુલાયમ બને છે. તેમજ હોંઠને ગુલાબી બનાવે છે આ ઉપચાર.

💁 આ ઉપચાર મધનો ઉપચાર છે. દરેક પ્રકારની સમસ્યામાં મધનો ઉપચાર થતો હોય છે. મધનો ઉપચાર હોંઠને પોષણ આપે છે. અડધી ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ નાખી તેને મિક્સ કરી લો. ત્યારબાદ તેને હોંઠ પર લગાવો. આવું કરવાથી થોડા જ સમયમાં તમારા હોંઠ ગુલાબી થઇ જશે.

💁 મિત્રો ટામેટાની છાલ ઉતારી તેની એક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તે પેસ્ટને દૂધ સાથે મિક્સ કરી તેને હોંઠ પર લગાવવાથી પણ હોંઠ ગુલાબી બની જાય છે.

💁 મિત્રો બીટ અને દાડમના રસની જેમ ગાજરનો રસ પણ હોંઠ માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. તો તમારા હોંઠને ગુલાબી બનાવવા માટે ગાજરના રસનો ઉપયોગ પણ કરી શકો છો.Image Source :

💁 કાકડીના ટૂકડા પણ ફાયદાકારક છે. હોંઠનો રંગ નિખારવા માટે કાકડીના ટૂકડાને બે મિનીટ સુધી હોંઠ પર હળવા હાથે ઘસો.

💁 શું મિત્રો તમે સંતરાને ખાઈને છાલને ફેંકી દો છો ? તો હવેથી તેને ફેંકતા પહેલા તારા હોઠ માટે ઉપયોગ કરી લેજો. સંતરાની છાલને પીસીને તેને દૂધ તથા મધ સાથે મિક્સ કરીને હોંઠ પર લગાવી હોંઠને વધારે ચમકાવી શકો છો.

💁 હળદરથી તમે તમારા હોંઠનું પ્રાકૃતિક સ્ક્રબ બનાવી શકો છો. હળદરમાં દૂધ નાખી તેની પેસ્ટ બનાવી લો હળવા હાથે તેને ઘસો અને ત્યારબાદ તેને સાફ કરી દો. ત્યારબાદ તેના પર ઘી લગાવી દો.

💁 લીંબુ પોતાના પ્રાકૃતિક ગુણો માટે ઓળખાય છે. જે લોકોના હોઠ કાળા પડી ગયા છે તે લોકો માટે લીંબુ સૌથી સારો ઉપાય છે. તેના માટે સુતા પહેલા હોંઠ પર લીંબુનો રસ લગાવો.

💁 આ રીતે તમે તમારા જ ઘરમાં સરળતાથી મળતી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને તમારા હોંઠને પ્રાકૃતિક રીતે ગુલાબી, મુલાયમ અને ચમકદાર બનાવી સુંદર બનાવી શકો છો.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment