જો પૂનમની રાત્રે આ પ્રયોગ કરવામાં આવે તો તમારા ચહેરા પર ચાંદ જેવો જ નિખાર આવી જશે..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🎑 દરેક સ્ત્રી પૂનમના દિવસે કરે આ ઉપાય અને અને મેળવો ચાંદ જેવો સુંદર ચહેરો.. 🎑

🎑 મિત્રો દરેક  સ્ત્રી એવું ઈચ્છતી હોય છે કે તે ખુબ જ સુંદર દેખાય અને તેના ચહેરાને બધા પસંદ કરે પરંતુ આપણી લાઈફ સ્ટાઈલ અને ખાનપાન બદલાઈ ગયું હોવાથી સુંદરતા ખોરવાતી જાય છે. પરંતુ તેમ છતાં સ્ત્રીઓ સુંદર દેખાવા માટે ઘણી મોંઘી ક્રીમો અને ફેસ્વોશનો ઉપયોગ કરતી હોય છે તેમજ મોંઘા મેકઅપ લગાવીને પોતાના ચહેરાને બેદાગ અને સુંદર દેખાડતી હોય છે. Image Source :

🎑 પરંતુ આ બધી વસ્તુઓ તો કેમિકલ વાળી હોય છે. જેનો ઉપયોગ તમારા ચહેરાને નુંકશાન પહોંચાડી શકે છે. તો શું કરવાનું ? ઘરેલું ઉપચાર અને ઘરેલું પેસ્ટ અને ક્રીમો તેમજ ફેસપેક બનાવીને લગાવવાના. પરંતુ આ ઘરેલું ઉપચાર આપણે માત્ર એકથી બે વાર તો માંડ અપનાવીએ છીએ જેથી તેનું કોઈ પરિણામ નથી મળતું. તો હવે હવે શું?

🎑 તો મિત્રો આજે અમે એક ખુબ જ સુંદર ઉપાય લાવ્યા છીએ જેમાં તમારે માત્ર એક પૂનમના દિવસે જ આ ઉપાય કરવાનો છે. એટલે કે મહિનામાં એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એટલું જ નહિ એમાં તમારે કોઈ પેસ્ટ કે ફેસપેક કશું જ બનાવવાની જરૂરીયાત નથી. કારણ કે તે ફેસપેક અને ક્રીમ જેવું કામ આપણને પૂનમનો ચાંદ કરી આપશે. સાંભળીને થોડી નવાઈ લાગે પરંતુ આ સત્ય છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે પણ અપનાવી જૂઓ આ સૌંદર્યમંત્ર અને પછી જુવો કે કેટલું અસરકારક પરિણામો છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ ઉપાયમાં જે પણ રીતે વિધિવત જેવી રીતે કેહવામાં આવે છે તે રીતે જો અનુસરવામાં આવશે તો જ પરિણામ મળશે માટે તે ધ્યાન રાખવું આવશ્યક છે.Image Source :

🎑 આ ઉપાય એક તરફ અને બાકી બધા ઉપચારો એક તરફ એટલો ફાયદાકારક છે. મિત્રો પૂનમનો ચાંદ તો તમે જોયો જ હશે અને આપણે જોતા જ હોઈએ છીએ કે જ્યારે પૂનમ હોય અને આપણે છત પર જઈએ તો પૂનમની ચાંદનીથી આપણે ખુબ જ પ્રભાવિત થઇ જઈએ છીએ. તે પૂનમનો ચાંદ આપણા ચહેરાને પણ પોતાની રોશનીની માફક આકર્ષિત બનાવી શકે છે. કંઈ રીતે જાણો તે આ આર્ટીકલ દ્વારા. દરેક સ્ત્રી ખાસ વાંચે આ આર્ટીકલ.

🎑 આ ઉપાય કરવા માટે તમારે ચાર વસ્તુની જરૂર પડશે. બે માટીના વાસણ, પાણી અને રૂ  આ બધી વસ્તુને એકદમ ચોખ્ખું જ વાપરવાનું છે અને રૂ પણ તે રીતે ચોખ્ખું જ હોવું જોઈએ.

🎑 પૂનમની રાત્રે તમારે એક માટીના વાસણમાં પાણી ભરી લેવાનું છે અને બીજા માટીના વાસણમાં રૂ ભરી લેવાનું છે. હવે તમારે આ બંને વાસણને એવી રીતે ઢાંકવાના છે કે તેની અંદર ચંદ્રની રોશની પ્રવેશી શકે અને કોઈ જીવજંતુ કે કચરો પણ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.

🎑 હવે આ બંને વાસણનોને તમારે એવી જગ્યાએ મુકવાના છે જ્યાં ચંદ્રની રોશની સીધી તેના પર પડે એ રીતે.

Image Source :

🎑 હવે તમારે વધારે કંઈ મહેનત કરવાની જરૂર નથી હવે ચાંદની પાણી અને રૂ ને અસરકારક બનાવશે.

🎑 હવે તમે સુઈ જાવ. હવે તમારે સવારે ચંદ્રની રોશની જતી રહે તે પહેલા આ પાણી અને રૂ નો પ્રયોગ કરવાનો છે.

🎑 લગભગ પાંચ કે સાડા પાંચ વાગ્યાની આસપાસ તમારે આ પ્રયોગ કરવાનો છે.

🎑 સવારે યોગ્ય સમયે  આગળ જણાવ્યું તે પ્રમાણે ઉઠીને સર્વપ્રથમ તો એક માટીના વાસણમાં જે પાણી રાખ્યું તું તે પી જવાનું છે. આ પાણી પીવાથી ફાયદો એ થશે કે તમારા શરીરના અંદરના જે તત્વો છે જે તમારી સુંદરતા બગાડે છે તેને નષ્ટ કરે અને તમને આંતરિક સુંદરતા મળશે. આ સાથે તમારું મન પણ શાંતિ અને પ્રસન્નતા અનુભવશે. મિત્રો તમને એવું થાય કે આ તો માત્ર માટીના વાસણમાં રાખેલું સાદું પાણી જ હતું. પરંતુ તમને જણાવી દઈએ કે તે પાણી પર આખી રાત ચંદ્રની તેજસ્વી રોશની પડેલી છે જે પાણીને ખુબ જ ગુણકારી બનાવી દે છે.

Image Source :

🎑 હવે તમારે પાણી પીધા બાદ તરત જ રૂ વાળું માટીનું વાસણ લેવાનું છે. હવે તમે તેમાં જોશો તો ચંદ્રની રોશની પડવાને કારણે તે રૂ ભીનું થઇ ગયું હશે. હવે તે સુકાઈ જાય તે પહેલા તમારે તે રૂ ના ટૂકડા કરી તમારા ચહેરાને તે રૂ વડે સાફ કરવાનો છે. બસ આ બે જ વસ્તુ કરવાની છે અને માટીના વાસણ સાચવીને રાખવાના ફરી બીજી પૂનમ આવે તો આ ઉપાય અપનાવી લેવાનો.

🎑 ખુબ જ સરળ અને અસરકારક સૌંદર્યમંત્ર છે આ. મિત્રો એકવાર તમે અપનાવી જૂઓ તમને એક વારમાં જ ઘણો તફાવત મેહસૂસ થશે. આ રીતે કરવાથી તમારો ચહેરો ખુબ જ સુંદર અને આકર્ષિત બનશે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment