અમેરિકા રાષ્ટ્રપતિની ચુંટણીના પરિણામમાં થઈ રહેલ દેરીના કારણે ઘણા શહેરોમાં તણાવપૂર્ણ હાલાત બની રહ્યા છે. ઘણા શહેરોમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડનના સમર્થકોની વચ્ચે હિંસક અથડામણોની ખબર સામે આવી રહી છે. ટ્રમ્પ પાછળ રહી ગયા બાદથી જ વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસની પાસે બ્લેક લાઈવ મેટર પ્લાજા હજારો લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ત્યાં માત્ર ટ્રમ્પની હાર પર જ ખુશીઓ નથી મનાવવામાં આવતી, પરંતુ નારાબાજી પણ જારી છે. તેનાથી થોડા જ દુર ટ્રમ્પના સમર્થક પણ હાજર હતા અને તણાવપૂર્ણ માહોલ બનેલો છે.
વોશિંગ્ટન, વિસ્કોસિન, ફિલેડેલ્ફિયા, ન્યુયોર્ક સહીત ઘણી જગ્યાએ બાઈડન અને ટ્રમ્પ સમર્થક આમને સામને છે અને ઘણી જગ્યાએ હિંસક અથડામણ પણ થઈ છે. તેમાંથી ઘણા લોકોની પોલીસ સાથે પણ અથડામણ થઈ રહી છે. વોશિંગ્ટનના મેયર મુરિયલ બોઉસરે કહ્યું, ‘અમુક લોકોએ જાણીજોઈને અફડાતફડી ફેલાવવાની કોશિશ કરી હતી.’
તેમજ સીએટલમાં પણ પ્રદર્શનકારીઓએ ટ્રાફિક રોકી દીધું હતું. પોલીસે ત્યાં બે ગુટોમાં હિંસક ઝડપ બાદ આઠ લોકોને ગિરફ્તાર કર્યા હતા. પોલીસ કહ્યું હતું કે, લોકોએ અમારા એક અધિકારી પર હુમલો કર્યો હતો. તેમાંથી મોટાભાગના બ્લેક લાઈવ્જ મેટરના પ્રદર્શનકારી બતાવવામાં આવી રહ્યા છે.ટ્રમ્પ વિરુદ્ધ થઈ રહ્યું છે પ્રદર્શન : ન્યુયોર્કમાં પણ લોકો ટ્રમ્પ વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતા અને ટ્રમ્પ સપોર્ટર પણ મૌજુદ છે. પ્રદર્શનકારીઓએ પોસ્ટરો પર લખ્યું હતું કે, ‘ટ્રમ્પ હંમેશા ખોટું બોલે છે. પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીઓને નુકશાન પહોંચાડ્યું છે. ત્યાં હિંસાની આશંકાની વચ્ચે સેંકડો દુકાનો બંધ રહી. બીજી તરફ પ્રશાસને સુરક્ષા એજન્સીઓને એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. એજન્સીઓએ કહ્યું કે, બધું જ પરિણામ ઘોષિત થયા બાદ સ્થિતિ બગડી શકે છે. ન્યુયોર્કમાં સ્થિત ટ્રમ્પના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
ટ્રમ્પની એક હજુ હાર : અમેરિકન સદન હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવમાં ધ સ્કવોડ નામથી મશહુર’ 4 મહિલા સાંસદ એલેક્જેડ્રીયા ઓકેસિયો કોર્ટેજ, હાલહાન ઓમર, અયાના પ્રેસલી અને રાશિદા તાલિબ ફરી જીત હાંસિલ કરવામાં સફળ રહી છે. એલેકજેન્ડ્રીયા ન્યુયોર્કથી ઈલહાન મિનેસોટાથી અયાના મૈસાચ્યુસેટ્સથી અને રાશિદા મિશિગનથી જીતી છે. મોટાભાગના મુદ્દા પર પ્રગતિશીલતાને સમર્થન કરવા વાળી આ મહિલાઓ ઘણી વાર ડોનાલ્ડ ટ્રમ્પના નિશાના પર રહી છે. તે ચારેય મહિલાઓ પહેલી વાર 2018 માં સાંસદ પસંદ કરવામાં આવી હતી. તે ડેમોક્રેટિક પાર્ટીની લેફ્ટ વિંગની સદસ્ય છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google