અમદાવાદ કાપડના ગોડાઉનમાં આગ લગતા ફાટ્યું બોઈલર ! આટલા લોકોએ ગુમાવ્યા પોતાના જીવ.

આપણે જાણીએ છીએ કે, વર્ષ 2020 માં લોકો માટે ખુબ જ કપરા દિવસો આવ્યા છે. જેમાં હવે થોડી રાહત જણાય છે પરંતુ આજે અમદાવાદમાં એક ખુબ જ ભયંકર ઘટના બની છે. જેમાં આગ લાગવાન કારણે જાનહાનિ પણ થઈ છે. તો ચાલો જાણીએ આ ઘટના વિશે પૂર્ણ માહિતી.

ગુજરાત, અમદાવાદમાં બુધવારના રોજ બપોરે બે વાગ્યે એક કાપડના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. એ આગ લાગ્યા બાદ બિલ્ડીંગમાં ખુબ જ મોટો ધમાકો થયો હતો. અને એ મોટા ધમાકાના કારણે મકાનની છત પડી ગઈ હતી. એ હાદસામાં 9 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. પરંતુ જાણકારી અનુસાર એવું જાણવા મળ્યું છે કે, 4 લોકો કાટમાળ નીચે દબાય ગયા હોવાની આશંકા છે.

આગને કાબુ કરવા અને ઠારવા માટે ફાયર વિભાગની ગાડીઓ એ સ્થળ પર પહોંચી ગઈ હતી. તેનું રાહત બચાવ કાર્ય હજુ શરૂ છે. તે આગ નાનુકાકા એસ્ટેટ સ્થિત કાપડના ગોડાઉનમાં લાગી હતી. કાટમાળમાં દબાયેલા લોકોને હજુ કાઢવાનું કામ શરૂ છે. પ્રશાસને 9 લોકોના મૃત્યુનું પૃષ્ટિ કરી દીધી છે. પ્રશાસન અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમજ તેનો ઈલાજ પણ કરવામાં આવી રહ્યો છે.ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ગોડાઉનની બાજુમાં એક બોઈલરમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. ઘટનામાં 6 લોકોને બચાવવામાં આવ્યા હતા. જેમાંથી એકની હાલત ઠીક છે અને બાકીનાની હાલત ગંભીર અને મૃત પણ થઈ શકે છે. ફાયર વિભાગની 12 ગાડીઓને આગ બુઝાવવા માટે આવી હતી અને તનતોડ મહેનત કરવામાં આવી હતી.

આ ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે તેમજ ઈજાગ્રસ્ત થયા હોય તેને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારો દુઃખના ઘેરામાં આવી ગયા હતા. એલજી હોસ્પિટલમાં વાતાવરણ ખુબ જ ગમગીન બની ગયું હતું. આ ઘટનામાં માત્ર 18 વર્ષના એક યુવાને પોતાનો પગ પણ ગુમાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર નજમુનિશા શેખ, જેકવિલિન ક્રિશ્યન, રાગીણી ક્રિશ્યનના મૃત્યુ થયા તેની ઓળખ થઈ છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment