મિત્રો તમે પોતાની રસોઈમાં અનેક મસાલાઓ નો ઉપયોગ કરતા હશો. તેમજ ઘણી વખત તમે બહાર થી તૈયાર મસાલાના પેકેટ પણ લાવતા હશો. અને આ બધા મસાલા નો ઉપયોગ ભોજનને ટેસ્ટી બનાવવા માટે કરવામાં આવે છે. આવા દેશી મસાલાઓમાં તજ, લવિંગ, એલચી, તીખા, બાદીયા અવેરે છે. તેમજ તેના ઉપયોગ થી રસોઈ પણ ટેસ્ટી, મસાલેદાર,તેમજ ચટપટી બને છે. આજે અમે તમને તજના કેટલાક ફાયદાઓ અંગે વાત કરીશું.
દરેક રસોઈમાં જોવા મળતી નાના એવા તજ ના ઘણા બધા ફાયદાઓ છે. તેનો છોડ જેટલો નાનો હોય છે, તેમાં તેના ગુણ પણ એટલા જ વધુ હોય છે. તજના સૂકાયેલ પાન અને છાલ મસાલાના રૂપે રસોઈનો સ્વાદ વધારે છે. અને લોકોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તેની છાલ થોડી જાડી, ચીકણી અને આછા ભૂરા રંગની હોય છે. તજ એ લોહીને સાફ કરે છે, વજન ઓછુ કરે છે, સાથે ઘણી બીમારીઓ ને દૂર રાખે છે. આખા દિવસના થાકથી લઈને થતા માથાના દુખાવા અને માઈગ્રેન ના દુખાવા ના ઈલાજ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.ચાલો તો તજના કેટલાક ફાયદાઓ અંગે જાણી લઈએ.
પેટની સમસ્યા: લોકોને અકસર પેટથી જોડાયેલ ઘણા પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. પાચન તંત્ર ખરાબ થતા જ શરીરમાં કેટલીક બીમારીઓ થવા લાગે છે. આ માટે એક ચમચી મધની સાથે થોડો તજનો પાઉડર મિક્સ કરીને ખાઈ લો, તેનાથી પેટ દર્દ અને એસીડીટી મમા આરામ મળશે. સાથે ભોજન પણ સહેલાઈથી પચી જશે.
વજન ઓછુ કરવામાં : આજના સમયમાં વધતો જતો વજન લોકોની મુખ્ય સમસ્યા છે. પણ આ નાના એવા તજ તમારા વધતા વજન ને ઓછુ કરવામાં મદદ કરે છે. આ માટે નાશ્તા ની અડધી કલાક પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી તજનો પાઉડર મિક્સ કરીને ઉકાળી લો. પછી તેને એક કપમાં નાખીને બે મોટી ચમચી મધ નાખીને પી જાઓ. આ પ્રક્રિયાને રાત્રે સૂતા પહેલા પણ ફરીથી કરવી જોઈએ.
હૃદય : તજ તમારા હૃદય નું ધ્યાન રાખવામાં પણ મદદ કરે છે. આ માટે તજનો પાઉડર અને મધની પેસ્ટ બનાવી રોટલી સાથે ખાવો. તેનાથી ધમનીઓ માં કોલેસ્ટ્રોલ જમા નહિ થાય. જેનાથી હાર્ટ સંબંધી બીમારીની સંભાવના પણ ઓછી થઈ જાય છે. જે લોકોને હૃદયથી જોડાયેલ કોઈ બીમારી છે તેમના માટે આ ઉપાય એક રામબાણ સમાન છે.
ત્વચા : પોતાની સુગંધ થી બધાને આકર્ષિત કરતા તજ ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ત્વચામાં ઘણા પ્રકારની સમસ્યાઓ હોય છે. જેમ કે ખંજવાળ, દાગ વગેરે. આ માટે તજના પાઉડર માં મધ મિક્સ કરીને તેનો લેપ લગાવો. અને સુકાયા પછી તેને સારી રીતે સાફ કરી નાખો. તજના પાઉડર માં થોડું લીંબુ નાખીને તેને ચહેરા પર લગાવવાથી પીપલ્સ પણ દૂર થઈ જાય છે.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી