મિત્રો આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને ઢીંચણ ની તકલીફ વધી રહી છે. જેના કારણ ઘણા હોઈ શકે છે. પણ શું તમારી આ ભૂલને કારણે તો તમને ગોઠણ નો દુખાવો નથી થઈ રહ્યો. તે વિશે જાણી લેવું ખુબ જરૂરી છે. જેથી કરીને તમાં અગાઉ થી સાવધાન રહી શકો છો. ચાલો તો એવી કઈ ભૂલ છે જેને કારણે તમે ગોઠણ ના દુખાવાથી પીડિત થઈ રહ્યા છે. અને એક વખત આ વિશે જાણી લીધા પછી ભવિષ્યમાં તમે તે ભૂલ ફરીથી ન કરો, જેનું ધ્યાન તમારે રાખવાનું છે.
આજકાલ લોકોને સમય પહેલા જ ગોઠણ ખરાબ થવાની સમસ્યા થઈ રહી છે. ખાસ કરીને મહિલાઓમાં આ તકલીફ વધુ જોવા મળે છે. આનું કારણ ઘણી જગ્યાએ તમારી ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ડાઈટ છે. જેના કારણે તમને ખુબ જ દુખાવો થાય છે અને ઉઠવા, બેસવા અને ચાલવામાં પણ ઘણી તકલીફ થાય છે.
મહિલાઓના ગોઠણ જલ્દી ખરાબ થાય છે
એક સંશોધન ની મનાવામાં આવે તો 60% મહિલાઓ એવી છે જે હાડકાઓ થી જોડાયેલ સમસ્યા જેમ કે આર્થરાઈટીસ થી પીડાય રહી છે. આમાંથી વધુ પડતી મહિલાઓ હાઉસવાઈફ છે. આનું કારણ છે કે પોતાની તંદુરસ્તી અને ડાઈટ તરફ તે બરાબર ધ્યાન નથી આપતી. મહિલાઓના ગોઠણ ની સમસ્યા જલ્દી શરુ થવાનું કારણ વજન વધારો, વ્યાયામ ન કરવું, તડકામાં ઓછુ રહેવું,હાઈ હિલ્સ પહેરવા અને ખરાબ પોષણ છે.
શું knee રિપ્લેસમેન્ટ સર્જરી થી ગોઠણ થઈ શકે છે ઠીક ?
ઘણા લોકોને એવું લાગે છે કે જવાઇંટ પ્લેસમેન્ટ એટલે કે ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી લઈએ તો તેને કોઈ પરેશાની નથી થતી. જયારે એવું નથી સર્જરી પછી તંદુરસ્તી નું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. નહી તો આ સમસ્યા વધી શકે છે.
બાળકોને પણ થઈ શકે છે આ સમસ્યા
બાળકોમાં કેલ્શિયમ ઉણપ ઘણી હોય છે. આ સિવાય જંક ફૂડસના સેવન અને ખોટી લાઈફસ્ટાઈલ પણ તેનું કારણ છે. જયારે બાળકો ફીજીકલ એક્ટીવીટી ઓછી કરે છે તેને પણ સમય પહેલા જ ગોઠણ ખરાબ થવાની સમસ્યા નો સામનો કરવો પડે છે.
સમય પહેલા ગોઠણ ખરાબ થવાના આ કારણો પણ હોઈ શકે છે.
1) જરૂરત કરતા વધુ કસરત, 2) પ્રોટીન અને કેલ્શિયમ ની ઉણપના કારણે, 3) ટ્રેડમીલ પર વધુ દોડવું, 4) ભરપુર નીંદર ન કરવી, 5) વધુ સમય માટે એક જ જગ્યાએ બેસી રહેવું, 6) ખરાબ ખાનપાન, 7) ખરાબ પોશ્ચર માં કલાકો સુધી બેસી રહેવું, 8) હાઈ હિલ્સ પહેરવા.
ગોઠણ ના દુખાવાથી બચવાના કેટલાક ઉપાયો
– સૌથી પહેલા તો વધુમાં વધુ ફીજીકલ એક્ટીવીટી કરો, દરરોજ 45-50 મિનીટ કસરત અથવા યોગ જરૂર કરો
– ડાઈટ માં હેલ્દી વસ્તુઓ જેવી કે લીલા શાકભાજી, મૌસમી ફળો, નટ્સ, બીન્સ, નારિયેળ પાણી, જેતુન તેલ અને જ્યુસ વગેરે.
– સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી ડાઈટ માં પ્રોટીન, કેલ્શિયમ,અને વિટામીન ડી જેવા જરૂરી તત્વ લેવા, કારણ કે તે હાડકાઓ માટે જરૂરી છે.
– વજન વધુ હોવાથી સાંધાઓ, જેમ કે ગોઠણ અને પગની ઘૂંટી હીપ્સ વગેરે પર ખુબ વજન લાગે છે. આથી જરૂરી છે કે વજન કંટ્રોલ કરો.
– ધ્રુમપાન અને શરાબ હ્રદય, ફેફસા સિવાય હાડકાઓ માટે પણ હાનીકારક છે તેનાથી દૂર રહેવું.
– વધુ સમય માટે એક જગ્યાએ જ ન બેસી રહેવું. ઓફિસમાં પણ 5-6 મીનીટ મરે બ્રેક લેતા રહેવું જોઈએ.
– સાંધાઓમાં વધુ દુખાવો થવા પર એરંડાના તેલથી માલીશ કરવું જોઈએ. તેનાથી દુખાવામાં રાહત મળશે. અને સોજા પણ ઓછા થશે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી