મિત્રો તમે જાણતા હશો કે અવારનવાર ન્યુઝપેપર કે ટીવીમાં એવું સાંભળવા મળે છે આજે આ વ્યક્તિએ દહેજ માટે થઈને છોકરીને માર માર્યો, દહેજથી કંટાળી ને એક સ્ત્રીએ આત્મહત્યા કરી લીધી. વગેરે તમે જોતા તેમજ સાંભળતાં હશો. પણ સમાજમાં બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ દહેજને પાપ માને છે. તેમજ તેઓ દહેજના બિલકુલ વિરોધી હોય છે. આજે એક એવી ઘટના સામે આવી છે જેમાં દહેજમાં મળેલ 11 લાખ રૂપિયાનું એક વરરાજાના પિતા શું કર્યું અને પછી તે વાત સમાજ માટે એક શીખ બની ગઈ છે.
રાજસ્થાનના બુંદી જીલ્લાના પીપરવાલા ગામના રહેવાસી સેવાનિવૃત પ્રધાનાચાર્ય અ પુત્ર ઈ સગાઈ પ્રદેશ આખામાં એક શીખ બની ગઈ છે. શિક્ષા વિભાગ થી જોડાયેલ સેવાનિવૃત પિતા એ સમાજને એક મોટો સંદેશ આપ્યો છે. જેની પ્રશંસા પ્રદેશ આખામાં થઈ રહી છે. દહેજના લાલચી એવા આ સમયમાં જયારે લોકો દહેજ ના એક એક રૂપિયા માટે લડતા હોય છે, ઝગડો કરતા હોય છે. અને એવામાં ઘરેલું હિંસા પણ કરે છે. ત્યારે એક શિક્ષક પિતાએ પુત્રની સગાઈમાં દહેજ માં મળેલ લાખો રૂપિયાની રકમને કન્યાના પિતાને પાછા આપી દીધા. તે માટે એક થાળી તૈયાર કરીને તેમાં 11 લાખ રૂપિયા પાછા આપ્યા. આ તસ્વીરને જોઈને લોકો ચોકી ગયા.
જાણકાર અનુસાર ખજૂરી પંચાયત ના પીપરવાલા ગામના રહેવાસી સેવાનિવૃત પ્રધાનાચાર્ય બૃજમોહન મીણા એ પોતાના પુત્રની સગાઈ કાર્યક્રમમા કન્યા પક્ષથી મળેલ 11 લાખ 101 રૂપિયા અને ગીતાજી આપવામાં આવી હતી. જેમાંથી બ્રજમોહન મીણા એ 11 લાખની રાશી પાછી આપીને દહેજ પ્રથા વિરુદ્ધ એક નવો વિચાર આપતા સમાજને એક સંદેશ આપ્યો છે.
જાણકારી અનુસાર સોમવારે પીપરવાલા રહેવાસી સેવાનિવૃત પ્રધાનાચાર્ય બ્રજમોહન મીણા પોતાના પુત્ર રામધન મીણા ઈ સગાઈ અ કાર્યક્રમમાં ટોક જીલ્લાના ઉનીયારા સ્થિત મંડાવરા ગ્રામ પંચાયત ના સોલતપુરા ગામમાં પહોચ્યા હતા, જ્યાં કન્યા આરતી મીણા સાથે સગાઈ નો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ દરમિયાન કન્યા પક્ષ તરફથી સમાજની પરંપરા અને રીતી નીતિ મુજબ વરરાજા પક્ષને દહેજ આપવામાં આવે છે.
જેમાં કન્યા પક્ષ દ્વારા વર પક્ષને 11 લાખ 101 રૂપિયા અને ગીતાજી ભેટ આપવામાં આવી હતી. પરંતુ વરપક્ષે આ રકમ માંથી માત્ર 101 રૂપિયા અને ગીતાજી રાખી અને 11 લાખ રૂપિયા પાછા આપી દીધા. આમ આ પૈસા પાછા આપીને સમાજ માં વ્યાપ્ત દહેજ જેવી કુરીતિ વિરુદ્ધ એક નવો સંદેશ આપ્યો છે.
આ દરમિયાન સમાજના પંચોમાં કન્યાપક્ષ ના પિતા રાધેશ્યામ, દાદા પ્રભુ લાલ મીણા પૂર્વ સરપંચ મંડાવરા, સેવા નિર્મિત પ્રધાનાચાર્ય કન્હૈયા લાલ મીણા માની, શિવાજી રામ મીણા, ખજૂરી આ પગલા અંગે પ્રશંસા કરી હતી. સગાઈના કાર્યક્રમમાં કન્યાપક્ષ તરફથી વરપક્ષ ને ગીતા આપીને સમાજને ધાર્મિક ભાવના સાથે જોડવાની સાથે ગીતાના સાર અનુસાર આનાથી પ્રેરણા લેવાની શીખ આપી છે. જેથી કરીને સમાજ દહેજ પ્રથા વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરે. આમ આવા રિવાજનો ત્યાગ કરે અને શિક્ષા પ્રતિ જાગૃતિ આવે.
આ અંગે કન્યાના દાદા પ્રભુલાલ મીણા એ વેવાઈ બ્રજમોહન મીણા તરફથી દેહજ નીન રકમ પાછી આપી અને દહેજ પ્રથા વિરુદ્ધ કરવા આવેલ આ પગલાથી પ્રશંસા કરી છે. આનાથી નિસંદેહ સમાજના લોકો ને પ્રેરણા લેવાની વાત કહી છે.
લોકોએ સેવાનિવૃત પ્રધાનાચાર્ય બ્રજમોહન મીણા તરફથી ઉપહાર સ્વરૂપ આપવામાં આવેલ 11 લાખ રૂપિયા પાછા આપવાના પગલાની ખુલ્લા હૃદયે પ્રશંસા કરી છે. તેનો પુત્ર રામધન મીણા અને થનાર પુત્રવધુ બીએસસી બીએડ આરતી મીણા એ કહ્યું કે મારા સસરા તરફથી દહેજ માં આપવામાં આવેલ રકમને પાછી આપીને સમાજને એક નવી પ્રેરણા આપી છે. એવામાં સમાજના અન્ય લોકો પણ દહેજ પ્રથાનો વિરોધ કરવા માટે આગળ આવવું જોઈએ. જેથી કરીને ગરીબ પરિવારની દીકરી પોતાના માટે યોગ્ય વર પસંદ કરી શકે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી