એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાની ગણતરી બોલીવુડની સૌથી ખુબસુરત એક્ત્રેસમાં થાય છે. તે પોતાની ખુબસુરતી અને બોલ્ડ અંદાજ માટે ખુબ જ જાણીતી છે અને તેના કારણે તે ખુબ જ ચર્ચામાં પણ રહે છે. ઉર્વશી રૌતેલાએ એક્શન-રોમાંચ બેઝ્ડ ફિલ્મ “સિંગ સાહેબ ધ ગ્રેટ” થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલની પત્નીની ભૂમિકા નિભાવતી નજર આવી હતી. ત્યાર બાદ આ એક્ટ્રેસ રેપર હની સિંહના વિડીયો આલ્બમ લવ ડોઝમાં નજર આવી હતી.
હાલમાં ઉર્વશીને દુનિયાની ટોપ 10 હોટ સુપરમોડેલ 2021 ની સૂચિમાં શામિલ કરવામાં આવી છે. તે આ સૂચિમાં શામિલ થનારી પહેલી એશિયાની મહિલા છે. આજ સુધી કોઈ આ યાદીમાં નથી આવ્યું. ઉર્વશીએ સનમ રે, ગ્રેટ ગ્રેંડ મસ્તી, હેટ સ્ટોરી 4 અને પાગલપંતી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2020 માં ઉર્વશી રૌતેલાની ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા રીલીઝ થઈ હતી.
ઉર્વશી રૌતેલાની ખુબસુરતીની ચર્ચા એમ જ નથી થતી, તેણે પુરસ્કાર પણ પોતાના નામે મેળવ્યા છે. ઉર્વશી રૌતેલાએ લગભગ 17 વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો. પછી વર્ષ 2011 માં તેને મિસ ટુરીસ્ઝ્મ ક્વીન ઓફ ધ યર નો પુસ્કાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2011 માં જ એક્ટ્રેસે મિસ એશિયન સુપર મોડેલનો પુરસ્કાર પણ પોતાના નામે કર્યો હતો.
બોલીવુડના એક મશહુર સિંગર ઉર્વશી રૌતેલા પર ફિદા હતા. તેમણે ઉર્વશી સાથે લગ્ન કરવા માટે મન પણ બનાવી લીધું હતું. પરંતુ કંઈક એવું થયું કે વાત આગળ ન ચાલી.
એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પર એક સમયે બોલીવુડનના મશહુર સિંગર મીકા સિંહનું દિલ આવી ગયું હતું. એક ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે મીકા સાથે લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું કે તે કોની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તો તેના પર તેમણે કહ્યું હતું કે, ‘સનમ રે’ ની એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે લગ્ન કરવા ઈચ્છે છે.
એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ લગ્ન વિશે વાત કરતા કહ્યું હતું કે, હું ત્યારે લગ્ન કરીશ, જ્યારે મારા પિત્રાઈ ભાઈ-બહેનના લગ્ન થઈ જશે. મારે અત્યારે તો માત્ર મારા કરિયર પર ધ્યાન આપવું છે. જ્યારે સમય આવશે ત્યારે હું ખુદ જ બધાને જણાવી દઈશ. જો કે આ બધી વાતોને એક અફવા જણાવવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેંસ માટે તસ્વીરો પણ શેર કરતી રહે છે. આ એક્ટ્રેસની કોઈ પણ તસ્વીર સોશિયલ મીડિયા પર આવે કે તરત જ વાયરલ થઈ જાય છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી