મિત્રો આમ તો દરેક લોકોને ડ્રાયફ્રૂટ્સ ખુબ જ પસંદ હોય છે. તેમાં પણ કાજુ એ દરેક ડ્રાયફ્રૂટમાં સૌથી સ્વાદિષ્ટ છે. કાજુ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી હોય છે. કાજુ પ્રોટીન, ખનિજ, આયર્ન, વિટામિન, ફાઇબર, ફોલેટ, સેલેનિયમ, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલથી ભરપૂર હોય છે. આમ આ બધા ગુણ કાજૂમાં હોવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.
કાજુનો ઉપયોગ શાકભાજીમાં, મીઠાઈમાં, સૂપમાં વગેરેમાં કરી શકાય છે. માત્ર એક કાજૂમાં નવ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 4/10 ગ્રામ પ્રોટીન અને 13 ગ્રામ બીજા તત્વો રહેલા હોય છે. આ સિવાય કાજુમાં રહેલ બેક્ટેરિયલ ગુણ ઈન્ફેક્શનને દૂર રાખવા માટે પણ ઉપયોગી છે. કાજુમાં હાઈ કેલરી હોવાના કારણે ભૂખ ઝડપથી લાગતી નથી અને જો શિયાળામાં પાંચ થી છ કાજૂ ખાવામાં આવે તો અનેક ફાયદા આપણા શરીરને મળે છે. આમ તો રોજ એક થી બે કાજુ ખાવા જોઈએ.
સામાન્ય રીતે નમકીન કાજુ અને ફ્રાય કરેલા કાજુ ખાવા કરતા સાદા કાજુ ખાવા જોઈએ. જો સાદા કાજુ ખાવામાં આવે તો જ તેની અસર આપણા પર થાય છે. તો જ તમને સ્વાસ્થ્ય પર અસર કરશે. તો મિત્રો ચાલો આજે આપણે જાણીએ કાજુના ગુણકારી એવા ફાયદા જે સ્વાસ્થ્ય સુધારવા ખુબ મદદરૂપ છે.
કાજુ પાચનશક્તિ વધારવા માટે ખુબ જ ઉપયોગી છે. કાજૂનું સેવન કરવાથી આંતરડામાં રહેલો ગેસ દૂર થાય છે અને તમને ત્યાર બાદ ભૂખ લાગવાની શરૂ થાય છે. જો તમે પણ પાચનક્રિયા સુધારવા માંગો છો તો કાજૂનું સેવન કરવું જોઈએ.
કાજુનું સેવન કેન્સર માટે પણ લાભદાયી છે. રોજે નિયમિત કાજૂનું સેવન કરવામાં આવે તો કેન્સર જેવી ભયાનક બીમારી આવવાની સંભાવના ઘટી જાય છે. આ ઉપરાંત પેટમાં થતા કેન્સર માટે કાજુ ખુબ ગુણકારી સાબિત થાય છે.
મિત્રો કાજૂમાં ફેટનું પ્રમાણ ખુબ ઓછું હોય છે જે હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે. કાજૂનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા થતી નથી અને સ્વાસ્થ્યમાં પણ તાજગી રહે છે.
જે લોકોને બ્લડપ્રેશર હંમેશા ઓછું રહે છે તે લોકો નિયમિત કાજુનું સેવન કરે તો તેમનું બ્લડ પ્રેસર નિયંત્રણમાં રહે છે. કાજુના સેવનથી બ્રેઈન હેમરેજ થવાની શક્યતા પણ નહીવત થઇ જાય, ચેહ અને લોહી હરતું ફરતુ રહે છે.
મેગ્નેશિયમથી ભરપૂર કાજુ એ કેલ્શિયમને નર્વ સેલ્સ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. જેથી નસ પર ઓછો દબાવ પડે છે. સાથે જ તમારી નસો ખૂલવા લાગે છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે. કાજુના સેવનથી હ્યદયની નસો પણ બ્લોક થવાની સંભાવના સાવ ઘટી જાય છે.
જે લોકોને શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય તે લોકોએ તો કાજુનું સેવન કરવું જ જોઈએ. કારણ કે કાજુમાં આયર્નની માત્રા વધુ હોય છે જે શરીરમાં લોહીની ઉણપ દુર કરે છે અને એનિમિયાની જેવી સમસ્યાથી બચાવે છે.
આ ઉપરાંત દાંત માટે પણ કાજુનું સેવન વરદાન રૂપ છે. કાજૂમાં ફોસ્ફરસનું પ્રમાણ હોવાથી દાંત મજબૂત બને છે. તેથી વૃદ્ધ લોકોએ તો ખાસ કાજુ ખાવા જોઈએ.
આ ઉપરાંત નિયમિત રીતે રોજ થોડા પ્રમાણમાં કાજૂનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની સમસ્યા થોડી ઓછી થાય છે.
મિત્રો એક બીજી વાત એ પણ જણાવી દઈએ કે સ્ત્રીઓએ પ્રેગનેન્સીના સમયે કાજુનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. પરંતુ યોગ્ય પ્રમાણમાં કાજૂનું સેવન કરવાથી માં અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સુધરે છે. આ સમયે કાજૂનું સેવન કરવાથી બાળકનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે.
પરંતુ કાજુના સેવનમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે કાજુનું એક અલ્પ માત્રામાં જ સેવન કરવું જોઈએ. જો તેનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો તમારા શરીરમાં કફનું પ્રમાણ વધી શકે છે. એટલા માટે કાજુ સેવન ડોક્ટરની યોગ્ય સલાહ લઈને જ કરવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈકકરો..➡ સોશિયલ ગુજરાતી