અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 બોર્ડર પર આવેલા આ મંદિરથી ડરે પાકિસ્તાનના સૈનિકો પણ……. એક અનોખું મંદિર અને તેના ચમત્કાર…. જાણો તેના ચમત્કારો વિશે…..
💁 મિત્રો આજે અમે એક એવા મંદિર વિશે જણાવશું જેના ચમત્કારથી દેશ વિદેશમાં બધા જ લોકો એ મંદિરને ઓળખે છે. તે મંદિરના ચમત્કાર વિશે આજે અમે તમને જણાવશું તો તમે પણ ખુબ જ અચરજ પામશો. તો ચાલો જાણીએ તે મંદિર વિશે અને શું છે તેનો સૌથી મોટો ચમત્કાર…
💁 તનોટરાય માતાનું મંદિર. આ મંદિર રાજસ્થાનના જેસલમેરથી 130 કિમી દુર ભારત પાકિસ્તાન બોર્ડર પર. આ મંદિર લગભગ 1200 વર્ષ જુનું છે. આમ તો આ મંદિર સદા માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પરંતુ 1965ની ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી આ મંદિર દેશ વિદેશમાં તેના ચમત્કારોના કારણે ખુબ જ પ્રખ્યાત થયું છે. 1965ની લડાઈમાં પાકિસ્તાન સેના દ્વારા ફેંકવામાં આવેલા લગભગ 3000 બોમ્બ પણ આ મંદિરનું કંઈ બગાડી શક્યા ન હતા. અને મંદિર પરિસરમાં પડેલા 450 બોમ્બ ફૂટ્યા જ નહી. તે બોમ્બ આજે પણ ત્યાં મંદિરના પરિસરમાં સંગ્રહાલયમાં ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યા છે. ત્યાર પછી આ મંદિર માટે લોકોની શ્રદ્ધા ખુબ જ વધી ગઈ.
💁 1965ની લડાઈ પછી આ મંદિરની જવાબદારી બોર્ડર સિક્યુરિટી ફોર્સે લઇ લીધી અને ત્યાં એક ચોંકી પણ બનાવી લીધી. ત્યાર પછી 4 ડીસેમ્બર 1971 ની રાત્રે પંજાબ રેઝીમેન્ટ સીમા સુરક્ષા બલની એક કંપનીએ માતા તાનોતરાયની કૃપાથી લોન્ગેવાલામાં પાકિસ્તાનની આખી ટેંક રેઝીમેન્ટને ધૂળ ચટાવી દીધી હતી અને લોન્ગેવાલાને પાકિસ્તાન ટેંકોનું કબ્રસ્તાન બનાવી દીધું હતું. લોન્ગેવાલા પણ તાનોતરાય માતા મંદિરની બાજુમાં જ આવેલું છે.
💁 લોન્ગેવાલા પર જીત મેળવ્યા બાદ મંદિરના પરિસરમાં એક વિજય સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાં અત્યારે દર વર્ષે 16 ડીસેમ્બરના રોજ સૈનિકોની યાદમાં ઉત્સવ મનાવવામાં આવે છે. તનોટ માતાને આવડ માતાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ માતાજી હિંગળાજ માતાનું જ એક રૂપ છે. દર વર્ષે અહિયાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રીમાં ત્યાં ખુબ જ વિશાળ મેળાનું આયોજન થાય છે.
💁 હવે આપણે જાણીએ આ માતાના ઈતિહાસ વિશે. 💁
💁 તેનો ઈતિહાસ એવો છે કે ખુબ જ સમય પહેલા માંમડીયા નામનો એક ચારણ હતો. તેણે કોઈ સંતાન ન હતું. સંતાન પ્રાપ્ત કરવાની લાલચમાં તેણે હિંગળાજ પાકિસ્તાનની સાત વાર પગપાળા યાત્રા કરી હતી. એક વાર માતાએ સપનામાં આવીને તેને ઈચ્છા પૂછી. તો એ ચારણે જણાવ્યું કે તમે જ મારા ઘરમાં જન્મ લઇને આવો. હિંગળાજ માતાએ ત્યાં સાત પુત્રી સાથે એક પુત્ર પણ આપ્યો. તે સાતપુત્રીમાંથી એક હતા આવડ માતા જે ખુદ હિંગળાજ માતાનો આવતર હતા. આવડ માતાએ વિક્રમ સંવંત 808 માં ચારણના ઘરે જન્મ લીધો હતો અને પછી માતાએ પોતાના ચમત્કાર દેખાડવાનું શરૂ કરી દીધું. ચારણના ઘરે જન્મ લીધેલ સાતેય પુત્રી દેવીય ચમત્કારોથી યુક્ત હતી. તેણે હુણોના આક્રમણથી માર પ્રદેશની રક્ષા પણ કરી હતી. એવું કહેવામાં આવે છે.
💁 બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો તનોટરાય ચોંકી પર ઘણા વર્ષોથી કાર્યરત છે. ત્યાં એવું કહેવામાં આવે છે કે માતા ખુબ જ શક્તિશાળી છે. અને આપણી દરેક મનોકામનાને પૂર્ણ કરી દે છે. ત્યાંના જવાનોનું કહેવું છે કે આ માતાના ચમત્કારથી ક્યારેય પણ પાકિસ્તાન જીતી નહી શકે.
💁 માર પ્રદેશમાં આવડ માતાની કૃપાથી જ ભાટી રાજપૂતોનું રાજ્ય સ્થાપિત થયું હતું. રાજા તનુંરાવ ભાટીએ આ સ્થાનને પોતાની રાજધાની બનાવી હતી અને આવડ માતાને સુવર્ણ સિંહાસન ભેટ કર્યું હતું. વિક્રમ સંવંત 828 માં આવડ માતાએ પોતાના ભૌતિક શરીરના રહેતા ત્યાં પોતાની સ્થાપના કરી હતી અને આજે એ મંદિર તનોટરાય માતાના મદિર તરીકે પ્રખ્યાત છે. આજે પણ તે માતાના પરચા સાક્ષાત છે. ત્યાં આરતી પણ બોર્ડરના જવાનો દ્વારા જ ગાવામાં આવે છે અને આ મંદિર માટે લોકો ખુબ જ શ્રદ્ધા અને આસ્થા રાખે છે. જ્યારે પણ રાજસ્થાન ફરવા માટે જાવ તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો. જ્યાં આપણા ભારતની સુરક્ષા જવાનો અને આ મંદિર બંને કરે છે.
💁 તો મિત્રો જણાવો આ લેખ કેવો લાગ્યો કોમેન્ટ કરો જય માતાજી….
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Jordar
Mulakat jarur lesu
Mata na darsan karva aavisu
અદભૂત. વાહ