અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 દ્રોપદી દ્વારા કહેવાયેલી ચાર વાત… દરેક સ્ત્રી માટે છે ખુબ જ ઉપયોગી….જીવન સાર્થક થઇ જશે.. 💁
👩💼 મિત્રો આપણે બધા મહાભારત વિશે તો જાણીએ જ છીએ કે મહાભારતના દરેક પાત્રો કંઈકને કંઈક વિશેષતાઓ ધરાવતા હતા. કોઈ બળવાન હતું, કોઈક બુદ્ધિમાન હતું તો કોઈક ત્રિકાળજ્ઞાની હતું, તેમ દ્રોપદી પણ ખુબ જ સુંદર હતી. તેના જેવું સુંદર પાત્ર મહાભારત કાળમાં કોઈ ન હતું. તેની સુંદરતાના લીધે અર્જુન મોહિત થઈ ગયો હતો.Image Source :
👸 આમ દ્રોપદીને સુંદર હોવાની સાથે સાથે રહસ્યમય સ્ત્રી પણ માનવામાં આવે છે. દ્રોપદીને પાંચ પતિ હોવા છતાં સંસારની સર્વશ્રેષ્ઠ, ચારિત્રવાન અને ગુણવંતી પત્ની માનવામાં આવે છે. દ્રોપદીએ સંસારની દરેક મહિલા માટે ચાર બાબતો વિશે જણાવ્યું છે. જે બાબતોનો દરેક સ્ત્રીએ પોતાના જીવન કાળ દરમિયાન અનુસરવી જોઈએ. પરંતુ એ ચાર બાબતો કંઈ છે તેના વિશે કોઈ જાણતું નથી. તો ચાલો આજે અમે તમને દ્રોપદીએ કહેલી આ ચાર બાબતો વિશે જણાવીએ.
👸 દ્રોપદીએ સૌથી પહેલી વાત જણાવી તે સ્ત્રીના વિચારો સંબંધિત છે. દ્રોપદીના કહેવા અનુસાર એક સ્ત્રીએ ક્યારે પણ નાના વિચાર રાખવા જોઈએ નહીં. આના કારણે ઘરમાં બરકત થતી નથી અને ઘરમાં કંકાસ વધે છે. અને સ્ત્રી એ બંને પરિવાર પ્રત્યે સમાન વ્યવહાર કરવો જોઈએ અને જો સામે વાળી વ્યક્તિ દુર્વ્યવહાર કરે તો પણ સ્ત્રીએ તેનો સ્વભાવ બદલવો જોઇએ નહીં. પરંતુ સ્ત્રીઓનું જો સ્વાભિમાન હણાતું હોય ત્યારે એ બાબતને સહન ન કરાવી જોઈએ.Image Source :
👸 ત્યારબાદ બીજી વાત દ્રૌપદીએ આ રીતે જણાવી છે કે સારા વિચારવાળી, સારા ચરિત્રવાળી અને સારા વ્યવહારવાળી સ્ત્રીઓએ હંમેશા ખરાબ સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. જેમ સ્ત્રીઓએ ખરાબ પુરુષોથી દૂર રહેવું જોઈએ તેમ ખરાબ સ્ત્રીઓથી પણ દૂર રહેવું જોઈએ. કારણ કે ખરાબ આચરણવાળી સ્ત્રી બીજાના ઘરને બરબાદ કરી નાખે છે. એટલા માટે એક સ્ત્રીએ કુલટા નારીની સંગત ન કરવી જોઈએ.
👰 દ્રૌપદીએ ત્રીજી વાત એ જણાવી છે કે એક સ્ત્રીનો પતિ તેના માટે બધુ જ હોય છે. એક સ્ત્રી માટે પતિ પરમેશ્વર હોવો જોઈએ. અસામાન્ય સંજોગોમાં સ્ત્રીએ કદી પણ ગભરાવું નહીં અને પતિના કદમથી કદમ મેળવીને ચાલવું જોઈએ. કારણ કે લગ્ન બાદ એક સ્ત્રીનો પતિ તેનો સથવારો હોય છે. તેથી સ્ત્રીઓએ પોતાના પતિનું આદર સન્માન કરવું જોઈએ અને સાથે સાથે સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞાનું પાલન પણ કરવું જોઈએ.
👰 ચોથી વાત દ્રૌપદીએ જણાવી હતી કે ક્યારે પણ સ્ત્રીઓએ ઘરની ઊંચનીચવાળી બાબતો ત્રીજી વ્યક્તિને ન કહેવી જોઈએ. તેને ઘરની વાતો માત્ર ઘરમાં જ રાખવી જોઈએ. આમ ત્રીજો વ્યક્તિ સ્ત્રીના ઘરની દરેક બાબતો જાણતા હોવાથી તેનો ફાયદો ઉઠાવી શકે છે અને તમારી કમજોરી જાણતો હોવાથી તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. તેથી સ્ત્રીઓ એ ઘરની વાત ઘરમાં જ રાખવી અને બીજાના ઘરની વાતો પોતાના ઘરમાં પણ ન કરવી જોઈએ.
👰 મિત્રો આજના બદલતા સમયમાં કોઈ લોકો આ વાતો પર ખાસ ધ્યાન આપતા નથી તેમજ તેનું પાલન પણ કરતા નથી. તેથી તેમના જીવનમાં માનસિક તણાવ અને દુઃખો અને તકલીફો વધતી જાય છે. પરંતુ મિત્રો દ્રૌપદીએ કહેલી આ ચાર બાબતો ધ્યાનમાં રાખવાથી તમારું જીવન સફળ થઇ જશે અને જો સ્ત્રીઓ આ બાબતનું ધ્યાન રાખે તો તેના પર મુશ્કેલીઓ નથી આવતી અને તેમ છતાં પણ જો કોઈ મુશ્કેલી આવે તો તે સરળતાથી સમાધાન કરી શકે છે.
💁 મિત્રો જો તમે આ બાબત વિશે કોઈ પણ જણાવવા માગતા હોય તો તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી