આ સામાન્ય દાણાનું સેવન મધ સાથે કરવાથી શરદી, તાવ, ઉધરસ જેવી અનેક બીમારીઓ થશે દુર, ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે.
કાળા મરી ભારતીય મસાલાઓમાં ખુબ જ મશહુર અને અનેક ગુણોથી યુક્ત માનવામાં આવે છે. તેનો અનેક વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ તેનાથી રસોઈનો સ્વાદ પણ ટેસ્ટી બને છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, દરેક ઘરમાં મરીનો ઉપયોગ અનેક શાકભાજી, સૂપ, તેમજ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં મરીનો ઉપયોગ કરવામાં આવે છે. પોષ્ટિક તત્વોથી ભરપુર હોવાના કારણે તે તમારા શરીરને અનેક ફાયદાઓ કરે છે.
કાળા મરીનું સેવન કરવાથી ઇમ્યુનિટી પણ પાવરફુલ બને છે. તેમજ ગળામાં થતા ઇન્ફેકશન અને ઉધરસને ઓછી કરીને તમને રાહત આપે છે. ચાલો તો તમને જણાવી દઈએ મરી ખાવાથી તમારી તંદુરસ્તીને કંઈ રીતે ફાયદો થાય છે. તો ચાલો જાણીએ કે કાળા મરીનું સેવન કંઈ કંઈ વસ્તુની સાથે કરવાથી ફાયદાઓ થાય, અને બીમારીઓ દુર કરી શકાય. તો ચાલો જાણીએ કાળા મરીના અદ્દભુત ફાયદા…શરદી, ઉધરસ અને તાવ : શરદી, ઉધરસ અને તાવથી પીડિત લોકો માટે મરી એ એક ખુબ જ અસરકારક ઔષધીના રૂપમાં માનવામાં આવે છે. આયુર્વેદ પણ તેના સેવનથી શરદી અને તાવની સમસ્યાને ઠીક કરવાની વાત કહે છે. જે લોકોને શરદી, ઉધરસ અને તાવની સમસ્યા છે તેમણે મધની સાથે મરીના પાવડરને મિક્સ કરીને સેવન કરવું જોઈએ.
ઈમ્યુનિટી :
કોરોના વાયરસ મહામારીથી બચવા માટે આજે લોકો અનેક ઘરેલું ઉપચાર પણ કરી રહ્યા છે. કારણ કે કોરોનાથી બચવા માટે તમારી ઈમ્યુનિટી મજબુત હોવી ખુબ જ જરૂરી છે. આથી જ આજે લોકો તેમજ ડોક્ટર પણ ઉકાળો પીવાનું કહે છે. અને આ ઉકાળામાં તમે મરીનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉકાળો કોરોના વાયરસના લક્ષણોને ઠીક કરવા અને ઈમ્યુનિટીને મજબુત બનાવવામાં ઘણો જ પ્રભાવી માનવામાં આવે છે. આથી તમે ઈચ્છો તો તેને ગરમ પાણીમાં ઉકાળીને ડ્રિંકના રૂપમાં પણ પીય શકો છો.હૃદય રોગ : મરી કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરી શકે છે. આ ગુણ હૃદય રોગના ખતરાને પણ ઘણી હદ સુધી ઓછો કરી શકે છે. આ સિવાય મરીમાં રહેલ કાર્ડિયો પ્રોટેક્ટીવ એક્ટીવીટી હૃદયની ગંભીર બીમારીના જોખમને પણ ઘણા અંશે ઓછું કરી દે છે. આ માટે તમે મરી પાવડરને ગરમ પાણીમાં ઉકાળી મધની સાથે પણ પીય શકો છો.
બ્લડ શુગર :
બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાનો સૌથી વધુ ફાયદો ડાયાબિટીસના ખતરાને ઓછો કરવામાં મળે છે. આથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. જ્યારે મરીનું સેવન જો નિયમિત રીતે કરવામાં આવે તો તે બ્લડ શુગર લેવલને સંતુલિત કરીને ડાયાબિટીસના ખતરાને ઘણા અંશે ઓછો કરી દે છે.સોજા : ઘણી વખત અચાનક આપણા શરીરના ઘણા ભાગમાં કે અંગમાં સોજો આવી જાય છે, જેને દુર કરવા માટે મરીનું સેવન ઘણું જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને તે લોકોને અર્થરાઈટીસની સમસ્યા છે તેમણે ખાસ કરીને મરીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
પેટની સમસ્યા : પેટ ફૂલવાની સમસ્યા, ગેસ થવો અને પાચન ક્રિયાને ઠીક કરવા માટે મરીનું સેવન કરવામાં આવે છે. મરીમાં રહેલ ગુણ પેટના સારા સ્વાસ્થ્ય માટે સારા બેક્ટેરિયાને પ્રોટેક્ટ કરવામાં મદદ કરે છે. આમ મરીનું સેવન ઘણા પ્રકારના પેટના રોગોથી બચવામાં મદદ કરે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી