કોરોનાથી ઠીક થયા બાદ ટૂથબ્રશની સાથે આટલી વસ્તુઓ તરત ફેંકી દો, જાણો કેમ એક્સપર્ટ આપી રહ્યા છે સલાહ…

કોરોના વાયરસના કારણે અત્યારે દેશના દરેક વ્યક્તિના હાલ બેહાલ જોવા મળે છે. કેમ કે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર સાબિત થઈ. કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. પરંતુ કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા બાદ આઈસોલેટ થવાની સલાહ આપવામાં આવે છે. જ્યાં સુધી રિપોર્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી લોકો આઈસોલેશન વોર્ડ અથવા તો પોતાના ઘરના જ એક રૂમમાં આઈસોલેટ થઈ જાય છે.

પરંતુ આજે અમે તમને જણાવશું કે કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ પોતાની અમુક વસ્તુઓને બદલી નાખવી જોઈએ. તો એક એવી વસ્તુ વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું. જો તમને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોય અને થોડા દિવસો બાદ તમારો રિપોર્ટ નેગેટીવ આવી જાય  તો તરત જ તમારે એક વસ્તુને બદલી નાખવી જોઈએ. તો ચાલો જાણીએ કંઈ છે એ વસ્તુ…કોરોનાના વધતા કેસોને લઈને ટુથબ્રશને બદલવાની સલાહ આપવામાં આવી રહી છે. જી હા મિત્રો, વિશેષજ્ઞોનું એવું માનવું છે કે, કોરોનાથી સ્વસ્થ થયેલા સંક્રમિત લોકોએ પોતાના ટુથબ્રશને બદલી નાખવું જરૂરી છે. જો તમે આ સ્થિતિમાં તમારા ટુથબ્રશ નથી બદલતા તો બીજી વાર કોરોના સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે, તો ચાલો જાણીએ એક રિપોર્ટ અનુસાર વધુમાં માહિતી.

બીજી વાર સંક્રમિત : દાંતના ડોક્ટરોનું કહેવું છે કે, જો હાલમાં જ કોરોના સંક્રમિત થયા હો અને સાજા થઈ  ચુક્યા હો, તો તમારે તરત જ તમારું ટુથબ્રશ બદલી નાખવું જોઈએ. જો આવું કરવામાં ન આવે તો બીજી વાર પણ કોરોના સંક્રમિત થઈ શકો છો. એટલું જ નહિ તમારા પરીવાના સભ્યોને પણ તેનાથી હાનિ થઈ શકે છે. કેમ કે મોટાભાગે લોકો કોમન વોશરૂમનો ઉપયોગ વધુ કરે છે. જીભ ક્લીનર : દેશની પ્રતિષ્ઠિત મીડિયા સાઈટમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ, નવી દિલ્લીના એચઓડી ડેન્ટલ સર્જરી, ડો. પ્રવીણ મહેરાનું કહેવું છે કે, માત્ર ટુથબ્રશ જ નહિ જીભ ક્લીનર વગેરેને પણ આપણે બદલી નાખવા જોઈએ.

લક્ષણ દેખાયાના કેટલા દિવસ બાદ બદલવું જોઈએ ટૂથબ્રશ અને ટંગ ક્લીનર : વિશેષજ્ઞો અનુસાર 20 દિવસો બાદ તમારે ટુથબ્રશ અને જીભ ક્લીનરને બદલી નાખવું જોઈએ. મોં માં છુપાયેલા વાયરસ અથવા બેક્ટેરિયાને સમાપ્ત કરવાનો આ સૌથી સારો ઉપાય છે. ગરમ પાણીની અંદર સારી નમક મિક્સ કરીને કોગળા કરવાના છે. તમને જણાવી દઈએ કે આ ઉપાય માટે ઘણા માઉથવોશ અંને બીટાડાઇન ગાર્ગલ પણ બજારમાં આસાનીથી  મળી જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment