fact check : શું કોરોનાને ખતમ કરી શકે છે લીંબુના રસના 2 ટીપા ? જાણો આ ઘરેલું નુસ્ખાની હકીકત….

કોરોના વાયરસ દિવસે-દિવસે વધતો જ જાય છે. રસીકરણ ચાલુ છે, છતાં પણ તેનો પૂરતો પુરવઠો પણ નથી થતો. તેથી જ હજારો દર્દીઓને હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડનો અભાવ હોવાના કારણે જોખમ ખુબ જ વધતું જાય છે. આ દરમિયાન કેટલાક લોકો તો કેટલીક ઘરેલું ટિપ્સને વાયરલ કરીને તમામ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવા દિવસોમાં એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લીંબુના રસથી કોવિડને દુર કરી શકાય છે. કોઈ પણ મીડિયા પર કે પછી ગમે તે માધ્યમ દ્વારા કોઈ પણ ટિપ્સ આવે તેને ફોલો કરતાં પહેલા તે તમારા સ્વાસ્થય માટે બરાબર છે કે નહીં તેની જરૂરથી તમારે તપાસ કરવી જોઈએ અને પછી જ તે ટિપ્સનો ઉપયોગ કરવો જોઇએ.

કોવિડ – 19 ની આ બીજી તરંગે દેશને હચમચાવી દીધો છે. લગભગ એક વર્ષથી પણ થોડો વધુ સમય થઈ ગયો છે આ કોવિડ – 19 નો, તેવામાં લોકો ખુબ જ ચિંતિત છે કે, હવે આ કોવિડનો ક્યારે અંત આવશે. લાખો લોકો આજે હોસ્પિટલના ચક્કર મારી રહ્યા છે, આ પરિસ્થિતિમાં તો લગભગ થોડા લોકોને જ પલંગ અને ઓક્સિજન મળી રહ્યું છે. કદાચ આ જ કારણના લીધે આજે લોકો કોવિડનો ઈલાજ ઘરે જ કરાવી રહ્યા છે.

કોરોના યુગની શરૂઆતથી લઈને આજ સુધીમાં આ રોગચાળાને નાથવા માટે થઈને સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના કેટલાક ઘરેલું ઉપચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, કોઈ પણ આ ઘરેલું ઉપચાર તમારા સ્વાસ્થ્ય માટે સારું હોય શકે કે નહીં તે સાચું કહી ન શકાય, કારણ કે કેટલીક વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ થઈ શકે છે. જેથી કોઈ પણ ટિપ્સનો ઉપયોગ કરતા પહેલા તે તમારા સ્વાસ્થય માટે સારી છે કે નહીં તેની તપાસ જરૂરથી કરવી જોઈએ.

ખરેખર, તેમાં એવું છે કે, આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નાકની અંદર જો લીંબુના રસના થોડા ટીપા નાખવામાં આવે તો કોરોના વાયરસનો જલ્દીથી અંત આવી શકે છે. ચાલો આપણે સાચી વાતને જાણીએ કે, આ પોસ્ટ ત્યારે આવી છે કે, જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને દેશના તમામ રાજ્યોમાં રસી આપવામાં આવી રહી હતી. પરંતુ શું ખરેખર, નાકમાં લીંબુનો રસ નાખવાથી કોવિડનો અંત આવી શકે છે ? જાણો આ સમાચારની સત્યતાને.

વાયરલ પોસ્ટનો દાવો : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક કોઈ સાધુ બાબા કરીને એવો દાવો કરી રહ્યા છે કે, નાકની અંદર 2 થી 3 ટીપા લીંબુના રસના ટીપાને નાખો. લીંબુના રસને આ રીતે નાખ્યા પછી લગભગ 5 સેકન્ડ પછી તરત જ તમે જોશો કે તમારા નાક, કાન, ગળા અને હૃદયના બધા ભાગો શુદ્ધ થઈ ગયા છે.

આ વીડિયોની અંદર એક સાધુ બાબા એવું કહી રહ્યા છે કે, જો તમારું ગળુ જામ થઈ ગયું છે, નાક જામ થઈ ગયું છે, અથવા તો કોઈ ઇન્ફેક્શન લાગવાના કારણે તમને તાવ આવી રહ્યો છે તો આ ઉપચારથી બધું જ દૂર થઈ જશે. તમે પણ આ પ્રયોગને જરૂરથી અપનાવજો, કારણ કે જે પણ લોકોએ આ પ્રયોગનો ઉપયોગ કર્યો છે તે મરણ નથી પામ્યું. આ ઘરેલું ઉપચારએ નાક, કાન, ગળું અને હૃદય માટે તો રામબાણ ઉપાય જ છે. પછી તો તમારે જે કરવું હોય તે કરો પણ એકવાર આ ટિપ્સને જરૂરથી અજમાવી જુઓ.

PIB એ જણાવ્યું આ વાયરલનું સત્ય : સાધુ બાબા દ્વારા વાયરલ થઈ રહેલી આ ટિપ્સ પર જ્યારે PIB ની ફેક્ટ ચેક ટીમે આ વાયરલ ટિપ્સની તપાસ હાથ ધરી ત્યારે થોડીવારમાં તો સત્ય બહાર આવી ગયું. PIB આ વીડિયોને પોસ્ટ કર્યો અને જણાવ્યુ કે, આ વિડીયો બનાવટી છે. પીઆઇબી એ લખ્યું છે કે,‘ વીડિયોમાં કરેલો દાવો એ નકલી છે.’ કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ તેનું નથી કે નાકમાં લીંબુનો રસ નાખવાથી કોવિડ – 19 ને નાબૂદ કરી શકાય છે. લીંબુના રસથી કોરોના મટાડવાનો ખોટો દાવો છે.

શું લીંબુના રસથી ઓક્સિજનના સ્તરમાં વધારો કરી શકાય છે ? : તાજેતરમાં જ ભૂતપૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિ વિજય શંકેશ્વરે દાવો કર્યો હતો કે લીંબુના રસ દ્વારા ઓક્સિજનનું સ્તરને વધારી શકાય છે. તેણે તેના ઓફિસના કેટલાક સાથીઓને આ રેસીપીને અજમાવવા માટે કહ્યું હતું, કે જે લોકોમાં ઓક્સિજનનું પ્રમાણ ખુબ જ ઓછું હતું.તેથી તેનો એવો દાવો છે કે, લીંબુના રસને નાકમાં નાખ્યા પછી તેના સાથીઓનું ઓક્સિજન લેવલ જે 88 ટકા હતું તે આ ટિપ્સનો પ્રયોગ કર્યા પછી ઓક્સિજનનું સ્તર વધીને 96 ટકા થઈ ગયું. પરંતુ ચાલો અમે તમને જણાવી દઈએ કે ઓક્સિજનના સ્તરને સુધારવા માટે આ ઘરેલું ટિપ્સનો કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવો નથી, તેથી આવા કોઈ પણ વાયરલ સંદેશ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈ પણ ટિપ્સનો ઉપયોગ કરતાં પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

આવી જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment