★ કેરી ખાવાના ફાયદા
◆ ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગ્યું છે. સ્વાદમાં મીઠાશસભર કેરીમાં અનેક પ્રોટિનયુક્ત તત્ત્વો રહેલાં છે, તે ફાઇબર અને વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર છે તેનામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પાચનશક્તિમાં મદદ કરે છે.
◆ વિશ્વભરમાં ભારતમાં સૌથી વધુ ઉત્પાદીત થતી કેરીને અમૃતફળ તરીકે ઓળખવામાં આવે છે જે ઉષ્ણકટિબંધવાળા વિસ્તારમાં ગરમ ભેજવાળી રસાળ જમીનમાં પેદા થાય છે. અને વિશ્વભરમાં ભારતમાં જ સૌથી વધુ ઉત્પાદન થાય છે.
◆ ગરમીની ઋતુમાં કેરીને ખુબજ પસંદ કરવામાં આવતી હોય છે. કેરીની તુલનામાં કાચી કેરીનું સેવન પણ ગરમીમાં ફાયદાકારક નીવડે છે. કાચી કેરીની ચટણી પણ ગરમીની સીઝનમા સ્વાદ અને સ્વાસ્થ્ય બંન્ને માટે લાભકારી ગણાતી હોય છે.
◆ કેરીમાં એવા ઘણા ગુણ રહેલા હોય છે, જે શરીરને સ્વસ્થ્ય બનાવી રાખે છે. અને બીમારીઓને દુર રાખે છે. કેરીમાં વિટામીન સી પણ ભરપુર માત્રામાં હોય છે.
◆ પાકી કેરી મધુર,વૃષ્વ (વીર્યને વધારનાર), સ્નિગ્ધ,બળ તથા સુખ આપનાર,ભારે,વાયુને હરનાર,હદય ને હિતકારક,શરીરના વર્ણનેસારો કરનાર, ઠંડી—પિત્ત ન કરનાર, તૂરા રસવાળી, જઠરાગ્નિ,કફ અને વીર્યને વધારનાર છે.
◆ ભોજન સાથે કેરી લેવાથી મેદ વધે છે, હિમોગ્લોબીન તથા લાલ કણ વધે છે અને કફની વધ્ધિ થતી નથી. દૂધ સાથે કેરી લેવાથી વીર્યની વૃધ્ધિ થાય છે. કેરી આતરડાં માટે ઉત્તમ ટોનિકની ગરજ સારે છે અને આમા ક્ષયના રોગોમાં ઉત્તમ કાર્ય કરે છે. હોજરીમાં પાચનતંત્રના રોગો, ફેફસાનાં રોગો, લોહીની નબળાઇના રોગો, પાકી કેરીના સમજપૂર્વકના પ્રયોગથી ચોકકસ મટે છે.
◆ કેરીની છાલમાંથી તૈયાર કરેલો અર્ક ડિપથેરીયા અને કંઠમાળમાં ફાયદાકારક છે. આંબાની છાલ ઉત્તમ રકતસંગ્રાહક છે. તેની છાલનો કવાથ ફેફસાં, આંતરડાં અને ગર્ભાશયમાંથી થતો રકતસ્ત્રાવ બંધ કરે છે. રકતાબસાર (મરડા) માં પણ તે ફાયદાકારક છે. ગોટલીનો ગર્ભ કૃમિદન અને રકતસંગ્રાહક છે. રકતાર્શ અને અત્યાર્તવમાં દસથી પંદર રતી ગર્ભ દિવસમાં ત્રણ વાર આપવાથી રકતસ્ત્રાવ બંધ થઇ જાય છે.
◆ કેરીની છાલમાંથી તૈયાર કરેલો અર્ક ડિપથેરીયા અને કંઠમાળમાં ફાયદાકારક છે. આંબાની છાલ ઉત્તમ રકતસંગ્રાહક છે. તેની છાલનો કવાથ ફેફસાં, આંતરડાં અને ગર્ભાશયમાંથી થતો રકતસ્ત્રાવ બંધ કરે છે. રકતાબસાર (મરડા) માં પણ તે ફાયદાકારક છે. ગોટલીનો ગર્ભ કૃમિદન અને રકતસંગ્રાહક છે. રકતાર્શ અને અત્યાર્તવમાં દસથી પંદર રતી ગર્ભ દિવસમાં ત્રણ વાર આપવાથી રકતસ્ત્રાવ બંધ થઇ જાય છે.
◆ કેરીની અંદરની ગોટલી શેકીને ખાવાથી મીઠી લાગે છે. ગોટલીના લોટની રોટલી સ્વાદિષ્ટ લાગે છે. કોંકણના કણબી લોકો આવી રોટલી ખાય છે. ગોટલી દૂઝતા અર્શ,ઝાડા, રકતાતિસર (મરડો) અને રકતપિત્ત પર ઘણી ઉપયોગી મનાય છે. ગોટલીમાંથી નીકળતુ તેલ સંધિવા અને શૂળ ઉપર ફાયદાકારક છે.
◆ આંબાનો લીલો મોર અઢી તોલા, લવિંગ, એલચી, મરેઠીના ફૂલ, કાથો, સાકર અને બાવળનો ગુંદર એ બધા અર્ધો—અર્ધો તોલો અને અજમાના ફૂલ એક આમીભાર એ સર્વને ખાંડી—ઘૂંટી બોર જેવડી ગોળીઓ બનાવી સૂકવી શીશીમાં ભરી લેવી. આ ગોળી મોંમા રાખી રસ ચૂસવાથી અવાજ ઉઘડે છે; બેસી ગયેલું ગળું સુધારી અવાજ સૂરીલોબને છે.
◆ આંબાના મોરને (ફૂલ) વાટી દિવેલમાં ઉકાળી તેના ટીંપા કાનમાં નાંખવાથી કાનના સણકા મટે છે. આંબાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.
◆ પાકી કેરીની છાલ ઉતારી ટૂકડા કરવા તેના ઉપર મધ આદુનુ ખમણ – સુઠ નાખી બપોરે સાંજે ખાવી આ પ્રયોગ સાત દિવસ કરવાથી શરીરની અંદરની સફાઇ થાય છે. પ્રયોગ દરમ્યાન બીજુ કશુ જ ખાવુ નહી. આ પ્રયોગથી બળ, વીર્ય, રકત, માસ, ઓજસની વૃધ્ધિ થાય છે.
◆ એસિડિટી માટેઃ-
જો તમને એસિડિટી અથવા છાતીમાં બળતરાની સમસ્યા છે તો કાચી કેરી તમારી માટે સૌથી શ્રેષ્ઠ ફળ છે. એસિડિટીને ઓછી કરવા માટે કાચી કેરીનું રોજ સેવન કરવું જોઇએ.
◆ મોર્નિગ સિકનેસઃ-
ગર્ભવતી મહિલાઓએ અથાણું અથવા અન્ય ખાટ્ટી વસ્તુનું સેવન કરવાનું મન કરતું રહેતું હોય છે. આ માટે તેમણે કાચી કેરીનું સેવન કરવું જોઇએ. આ કેરીના સેવનથી મોર્નિંગ સિકનેસને દૂર કરી શકાય છે.
◆ સ્કર્વી રોગને ઘટાડે છેઃ-
વિટામિન સીની કમીથી સ્કર્વી રોગ થાય છે. ગરમીઓમાં કારી કેરીના સેવનથી તેને રોકી શકાય છે.
ડાયાબિટીસ માટેઃ-
◆ કાચી કેરી શુગરમાં પણ લાભદાયક છે. શુગર લેવલને ઓછું કરવા માટે કાચી કેરીને દહી અને ભાત સાથે તેનું સેવન કરવું જોઇએ.
◆ મિનરલ્સનું ન નીકળવું-
કાચી કેરીના જ્યૂસનું વધારે પ્રમાણમાં સેવન પરસેવામાંથી સોડિયમ ક્લોરાઇડ અને આર્યન જેવા તત્વોને શરીરથી દૂર કરે છે. કાચી કેરીનો આ એક સ્વાસ્થ્ય લાભ છે.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.