શ્રી કૃષ્ણના આ 12 સુવિચારો વાંચી લો….. જીવનની નિરાશા, આળસ અને ભય ચોક્કસ દુર થઇ જશે.

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલા જીવનના સૌથી શ્રેષ્ઠ સુવિચારો તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ. આશા છે કે, આ સુવિચારો તમારા જીવનમાં એક ખબ જ હકારાત્મક શક્તિનો સંચાર કરી દેશે. આ સુવિચારો દ્વારા તમે તમારા નિષ્ફળ જીવનમાં ખુબ આશા ભરી શકશો અને નવી શરૂઆત પણ કરી શકશો. તો ચાલો આપણે તે સુવિચારો તરફ આગળ વધીએ.

૧. અસત્યનો સાથ સારો હશે, પણ ક્યારેય  કાયમ નહિ રહી શકે.
ઘણા લોકો જયારે અસત્યનો સાથ આપી દે છે કારણકે, તેમાંથી તેને લક્ષ્મી તેમજ અન્ય સુખ સુવિધા મળવાની આશા હોય છે. તેમજ ક્યારેક કોઈના દબાણને વશમાં થઈને પણ ક્યારેક મનુષ્ય અસત્યનો સાથ આપી દે છે. તો હંમેશા એટલું યાદ રાખો કે અસત્યનો સાથ તમને સારો લાગશે પણ યાદ રાખો કે તે ક્યારેય કાયમ નહિ રહી શકે. માટે અસત્યનો સાથ ક્યારેય દેવો નહિ કેમ કે, અસત્ય આજે નહિ તો કાલે સામે આવી જ જશે. પછી તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહિ હોય. અને પરત ફરવાનો વિકલ્પ પણ નહિ હોય.

૨ . તમારે ખરાબની સાથે સારુ થવું પડશે પણ ક્યારેક ખરાબ પણ થવું યોગ્ય છે.
જો તમે તમારા સ્વભાવ અનુસાર ખરાબ માણસો સાથે પણ સારું વર્તન કરશો તો તમને તેનું સારું પરિણામ જોવા મળશે. પણ આમાં ક્યારેક તમારે ખરાબ માણસો સાથે ખરાબ પણ થવું યોગ્ય છે, કેમકે એક વાર તમે વધુ પડતા સારા થઇ જશો તો લોકો તમારો દુરુપયોગ કરવા લાગશે તેથી ઘણી વાર તમારે ખરાબ લોકો સાથે ખરાબ પણ થવું પડશે…… એટલે તમે એ શીખી જાવ કે, કોની સાથે સારું થવું અને કોની સાથે ખરાબ થવું.

૩. જ્યારે તમે ઉદાસ હો, ત્યારે પણ સ્મિત કરો.
કર્મના નિયમ મુજબ આપના જીવનમાં સારો અને ખરાબ સમય બંને આવ્યા જ કરે. આપણે સારા સમયમાં તો આપણે યોગ્ય રીતે સ્મિત કરી છીએ પણ ખરાબ સમયમાં ઉદાસ પણ થઇ જઈએ છીએ. તો શ્રીકૃષ્ણ સમજાવે છે કે, હે માનવ ક્યારેય ઉદાસ ના થઈશ કેમકે, સમય હંમેશા બદલાય જ છે, ક્યારેક દુઃખ અને ક્યારેક સુખ આવે જ છે. તેથી તમે દુઃખમાં કે ઉદાસીમાં પણ સ્મિત કરો, હસતા રહો……કારણ કે, પરિવર્તન જ સંસારનો નિયમ છે.

૪. તમને જે મળ્યું છે તેને પ્રેમ કરો, અને યાદ રાખો કે તમારી પાસે શું હતું..
ઘણી વખત એવું બને છે કે, આપણી પાસે ઘણી વસ્તુ હોવા છતાં આપણે અમુક વસ્તુ મેળવવા માટે વધુ લાલચ રાખતા હોઈએ છીએ. અને તે વસ્તુ આપણને નથી મળતી તો આપણે નિરાશ થઇ જતા હોઈએ છીએ. પણ મિત્રો એક વાત યાદ રાખો કે, આપની પાસે જે કઈ વસ્તુ રહેલી હોય છે તે પણ વસ્તુ સમાજ ના ગરીબ લોકો પાસે ક્યારેય નથી હોતી. તો આપણે એ વાતની ખુશી હોવી જોઈએ કે, કમસે કમ એ વસ્તુ તો આપણી પાસે છે.

અને બીજી વસ્તુ એ છે કે, માનવ જીવનમાં એક વાતનો હંમેશા અફસોસ રહેલો છે કે, જે વસ્તુ માનવ પાસે હોય છે. તેની કદર ક્યારેય મનુષ્યને થતી નથી. અને જે વસ્તુ તેની પાસેથી ચાલી જાય છે ત્યારે જ તેની સાચી કદર મનુષ્યને થાય છે.

અને આ જીવન તો નાશવંત છે, જે કોઈ વસ્તુ આજ તમારી છે તે વસ્તુ ગઈ કાલે બીજા કોઈની હતી, અને આવતી કાલે તે વસ્તુ બીજા કોઈની થઇ જશે. તો શા માટે તમે કોઈ વસ્તુ પર આટલો મોહ રાખી રહ્યા છો….

૫. હંમેશાં માફ કરો, પરંતુ કદી ભૂલતા નહી.
હંમેશા તેમ બીજા લોકોને માફ કરતા શીખો, પણ એક વાત તેમાં પણ યાદ રાખો કે, તમે તેને માફ કરી દો, પણ તેણે જે કર્યું છે તેને યાદ પણ રાખો. જેથી ભવિષ્યમાં તે આવી રીતે બીજી વખત તમને હાની ના પહોચાડી શકે. તેણે જે કૃત્ય કર્યું છે તે વિશે હંમેશા તેને યાદ રાખો. અને ક્યારેક કોઈ તમારી ઉદારતાને તમારી કમજોરી ન સમજી બેસે તેનો ખ્યાલ રાખો.

૬. તમારી ભૂલોથી શીખો, પરંતુ ક્યારેય કોઈ અફસોસ નહી કરતા.
જીવનમાં પ્રત્યેક મનુષ્ય ભૂલ કરે જ છે, અને તે ભૂલથી જ તેને શીખવાનું મળે છે. માટે હે, મનુષ્ય ક્યારેય કરેલી ભુલથી ગભરાવું નહિ. પણ તમે કરેલી ભૂલો થી કૈક શીખવાનો પ્રયત્ન જરૂર કરવો કેમ, કે જો તમે તમારી ભૂલો થી કૈક શીખો તો જ તમને આગળ વધવાનું પ્રોત્સાહન મળી રહેશે.

અને તમને જો પ્રોત્સાહન મળશે તો જ તમારી પ્રગતિ થશે. અને પ્રગતિ જ સંપૂર્ણ જીવનનું આગળ વધવાનું પ્રેરક બળ છે.

૭. સારું કરો, સારું તમારી પાસે આવશે.
હંમેશા તમે સારું કર્મ કરવાની ઈચ્છા રાખો, કેમ કે, સારું કર્મ કરવાથી જ સારું ફળ મળે છે અન્યથા સારું કર્મ જો તમે ના કરો તો સારા ફળની પણ ઇચ્છા રાખવી નકામી છે. મનુષ્યે ફક્ત સારા કર્મ પર જ ભાર આપવો જોઈએ તેનું સારું ફળ આપવું એ મારા હાથની વાત છે.

જો તમે સારું કામ કરશો તો જરૂર તમને સારું ફળ જ મળશે, તેથી કૈક ઉત્તમ કરવાની ભાવના જ રાખો.

૮. જીવન ખૂબ અનિશ્ચિત છે, ચમત્કાર બને છે.
સમય અને જીવન હંમેશા અનિયમિત જ હોય છે. અને ભવિષ્યમાં શું થવાનું છે તેનો ખ્યાલ ક્યારેય કોઈને આવતો નથી. તેથી હે મનુષ્ય જીવન હંમેશા તમારી આશા ના ખોઈ બેસો, કેમ કે ક્યારેય સમય એક સરખો નથી હોતો તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ ચમત્કાર થઇ શકે છે. તેથી હંમેશા જીવનમાં આશા રાખો જ ક્યારેય તમારો સમય ક્યારેય પણ સારો થઇ શકે છે. આશા રાખો.

જો તમારો સમય સારો હોય તો ક્યારેય પણ અભિમાન ના કરો કેમ કે, તમારો સમય ક્યારેય પણ ખરાબ થઇ કે છે. માટે યાદ રાખો કે જીવન અનિશ્વિત છે અને સમય પણ અનિશ્વિત છે.

૯. પીડા તમને વધુ મજબૂત બનાવે છે.
જયારે આપણને કોઈ વાતનું કષ્ટ પડે ત્યારે આપણે નસીબને કે બીજા કોઈ લોકોને દોષ દેતા હીએ છીએ. અને આપના કષ્ટ માટે, પીડા માટે આપણે ક્યારેક ભગવાનને પણ કોસતા હોઈએ છીએ. એક વાત યાદ રાખો કે ભગવાન હંમેશા તમને પીડા પણ તમને મજબુત બનાવવા જ આપતા હોય છે. તે પીડા ને સહન કરીને તમારે હંમેશા આગળ વધવાનું હોય છે.

૧૦. બધાને પ્રેમ કરો, વિશ્વાસ થોડા પર કરો.
તમે બધાને પ્રેમ કરો પણ વિશ્વાસ થોડા લોકો પર જ કરો, કેમ કે અમુક લોકો તમારા વિશ્વાસને અને તમારી ઉદારતાને લાયક જ નથી હોતા. અમુક લોકો બગલાની માફક હોય છે તે લોકો તક જોઇને જ બેઠા હોય છે કે, ક્યારે તેમને ટાઇમ મળે આને ક્યારે તે તમારા વિશ્વાસનો વિશ્વાસઘાત કરી શકે. માટે યાદ રાખો કે, વિશ્વાસ હંમેશા થોડા લોકો પર જ કરો. કેમ કે, વિશ્વાસ એ ખુબ જ અમુલ્ય હોય છે, તે એક વાર ચાલ્યો જાય છે પછી તે પરત નથી ફરતો. માટે હે મનુષ્ય યાદ રાખ કે, પ્રેમ બધાને કરો પણ વિશ્વાસ અમુક લોકો પર જ કરો.

૧૧.  બદલો ન લો , કર્મને તેનું કાર્ય કરવા દો.
ક્યારેય બદલાની ભાવના ના રાખો, અને જે કઈ પણ થાય છે તે થવા દો. કેમ કે, કર્મ હંમેશા તેનો બદલો લઈને જ રહેશે. કોઈ માણસનો બદલો લઈને તેમે તમારો સમય વ્યર્થ ના કરો કેમ કે, તેને તેના કરેલા કર્મ નો બદલો અવશ્ય મળીને જ રહેશે. કેમ કે કર્મનો સિધ્ધાંત ખુબ જ સચોટ રીતે કર્મ કરે જ છે. તે ક્યારેય કર્મના સિધ્ધાંત માંથી બચી નહિ શકે.

યાદ રાખો કર્મ જ ઉત્તમ છે અને કર્મ જ ખુબ ભયાનક છે.

૧૨. પ્રમાણિક બનવા ક્યારેય માફી માંગો નહિ.

જો તમે પ્રમાણિક છો તો ક્યારેય સત્યનો સાથ છોડો નહિ, અને તમારી પ્રમાંનીક્તાની ક્યારેય માફી માંગો નહિ. કેમ કે, માફી માંગશો તો તે લોકો સમજશે કે, તમે કોઈ વાત પર અપ્રમાણિક રહેલા છો. તેથી તમે જો કોઈ બાબત માં પ્રમાણિક હોવ તો તમે ક્યારેય માફી માંગો નહિ. કેમ કે જો તમે તેમ કરશો તો તે તમારી પ્રમાણિકતાનું અપમાન કહેવાશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment