લગાવી દો તમારા વાળમાં આ આયુર્વેદિક અથાણાનું તેલ, સફેદ અને ખરતા વાળને બનાવી દેશે એકદમ કાળા, ઘાટા અને લાંબા… જાણો બનાવવાની રીત અને ફાયદા…

બદલાતા વાતાવરણની સાથે સાથે જ વાળનું ખરવું પણ ખૂબ જ વધી ગયું છે અને છોકરાઓ કરતા વધુ છોકરીઓ આ તકલીફનો સામનો વધારે કરે છે. ચોમાસા અને શિયાળાની ઋતુમાં તેમને વાળ ખરવાની તકલીફ ખૂબ જ પરેશાન કરે છે. તેનું કારણ એ છે કે શિયાળાની ઋતુમાં આપણા વાળનું ધ્યાન રાખવું એક પડકારથી ઓછું નથી, કોઈ પણ તેલ લગાવો તો તે શિયાળામાં જામી જાય છે. તમે વાળ ધુવો છો અને શેમ્પુ લગાવ્યા બાદ પણ તમારું માથું સંપૂર્ણ રીતે ચોખ્ખું કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે અને આ બધી વસ્તુઓ વાળને ડેમેજ કરી શકે છે.

 પરંતુ આ વસ્તુઓના કારણે તેલ લગાવવાનું બંધ કરી શકાતુ નથી. એટલા માટે કારણ કે વાળને જે પોષણ આપે છે તે કઈ પણ રીતે વાળમાં જવું ખૂબ જ જરૂરી છે. વાળમાં નાખવાના તેલનું મહત્વ માત્ર ભારતમાં જ નહીં પરંતુ તમે સોશિયલ મીડિયા ખોલસો ત્યાં પણ બીજા દેશમાં પણ મોટા મોટા બ્યુટી પાર્લર અને બ્લોગર વાળમાં તેલ લગાવવાની સલાહ આપતા જોવા મળે છે. જો તમે શિયાળામાં તમારા માથામાં તેલ લગાવીને તેને પ્રોપર કેર આપવા માંગો છો તો તમે આ હોમમેડ તેલને ટ્રાય કરી શકો છો.

બ્યુટી એક્સપર્ટ જણાવે છે કે આ અથાણાંની રેસીપી નથી, પરંતુ એ જરૂર છે કે તેને લગાવ્યા બાદ તમારામાંથી સ્મેલ જરૂર તેના જેવી જ આવશે, પરંતુ તે થોડા સમય માટે જ હોય છે. તેમને જણાવ્યું કે આ તેલને તમે માથામાં લગાવીને રહેવા દઈ શકો છો. 

તેલ બનાવવાની સામગ્રી અને રીત : એક કપ સરસવનું તેલ, 10 થી 12 મીઠા લીમડાના પાન, 1 ટેબલ સ્પૂન મેથીના દાણા, અંતમાં નાખવા માટે કપૂરનો નાનો ટુકડો.

બ્યુટી એક્સપર્ટ આપણને આ અથાણાની સુગંધવાળા તેલને ઘરે બનાવવાની રીત જણાવે છે. તેમને જણાવ્યું કે આ એક શિયાળા માટેનું હેર ઓઇલ છે જેનો ઉપયોગ આપણે સંપૂર્ણ શિયાળા દરમિયાન કરી શકીએ છીએ. સરસવના તેલ ને ઉકાળો અને તેમાં મીઠા લીમડાના પાન અને મેથી દાણા નાખીને ધીમી આંચ ઉપર 10 મિનિટ સુધી ઉકળવા દો. હવે તે ઉકળી જાય ત્યારે તેને ઠંડુ થવા દો અને તેમાં કપૂરને મસળીને નાખો.

થાય છે આ ફાયદા : બ્યુટી એક્સપર્ટ જણાવે છે કે સરસવનું તેલ શિયાળા માટે ખૂબ જ સારી પસંદગી છે, કારણ કે તે આપણા શરીરને ગરમાવો આપે છે. જો તમે મહેંદી લગાવો છો તો તેને લગાવવાથી તેનો રંગ વધુ ગાઢ બને છે. કપૂર સ્કલ્પના ઇરિટેશનને ઓછું કરે છે અને મેથી વાળને મુલાયમ બનાવે છે. મીઠો લીમડો વાળ ખરતા હોય અથવા સફેદ થતાં વાળની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.

આમ સરસવનું તેલ, મીઠા લીમડાના પાન અને મેથી દાણાના કારણે આપણા વાળને અલગ અલગ પ્રકારનું પોષણ મળે છે,અને તેનાથી આપણા વાળ ખૂબ જ સરસ અને મુલાયમ થઈ જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment