મિત્રો તમે જોયું હશે કે ઘણી વખત ફ્રીજમાં અમુક વસ્તુઓ આપણે મુકીએ છીએ તો ફ્રીજમાંથી ખરાબ સ્મેલ આવવા લાગે છે. જેના કારણે ખાવા પીવાની અન્ય વસ્તુઓમાં પણ આ સ્મેલ બેસી જતી હોય છે. આવી જ એક વસ્તુમાં લસણ છે, જેને ફ્રીજમાં રાખવાથી ફ્રીજમાં ખુબ જ સ્મેલ આવવા લાગે છે. તો મિત્રો જો તમે આવી સ્મેલથી ફ્રીજને સ્વસ્છ રાખવા માંગતા હો તો આજે અમે તમને કેટલીક ટીપ્સ જણાવીશું જેની મદદથી તમે ફ્રીજમાંથી કોઈપણ ખરાબ સ્મેલને સરળતાથી દુર કરી શકશો.
જ્યારે ફ્રીજમાં બેક્ટેરિયા થવા લાગે છે તો, ફ્રિજમાથી દુર્ગંધ આવવા લાગે છે. એવામાં ફ્રિજને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. જો સાચા સમયે તેને સાફ ન કરવામાં આવે તો, તમારું ફ્રિજ બીમારીઓનું ઘર બનવા લાગે છે અને તમારા પરિવારના સદસ્યો બીમાર થઈ શકે છે. જો ફ્રીજમાં માઈલ્ડ્યુ થઈ ગયા હોય તો તેને સાફ કરવા માટે એક કપ સફેદ વિનેગરમાં એક કપ પાણી મિક્સ કરી અને તેની મદદથી ફ્રિજ સાફ કરવું. આ સિવાય તમે લસણની સ્મેલને લીંબુની મદદથી પણ દૂર કરી શકો છો.
ઘણી વખત આપણે શહેરથી બહાર જઈએ છીએ અને ઘરે આવીને ફ્રિજ ખોલીએ તો તેમાથી એટલી દુર્ગંધ આવતી હોય છે કે આપણો મૂડ જ ખરાબ થઈ જાય છે. એવામાં કલાકો બગાડીને સફાઈ કરવાનું પણ મન નથી થતું. ઘણી વખત તો સવાર સવારમાં આપણે ફ્રિજ ખોલીએ અને લસણની સ્મેલથી આખા ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે. આ સમસ્યાઓનો લગભગ બધા જ સામનો કરતાં હોય છે. વાસ્તવમાં જ્યારે ફ્રીજમાં બેક્ટેરિયા થવા લાગે છે તો ફ્રિજમાથી દુર્ગંધ આવવા લાગે છે. એવામાં ફ્રિજ સાફ કરવું ખૂબ જ જરૂરી બને છે.
જો સાચા સમયે તેને સાફ ન કરવામાં આવે તો, તમારું ફ્રિજ બીમારીઓનું ઘર બનવા લાગે છે અને તમારા પરિવારના સદસ્યો બીમાર થઈ શકે છે. આવો જાણીએ ફ્રિજની દુર્ગંધને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ.
ફ્રિજની દુર્ગંધ દૂર કરવા માટે આ કામ કરવા : 1) ફ્રીજમાં જરૂર કરતાં વધારે વસ્તુઓ ન રાખવી જોઈએ. જો કોઈ વસ્તુનો ઉપયોગ ઘણા દિવસોથી થતો ન હોય તો તેને ફેકી દેવી જોઈએ.
2) ફ્રીજમાં રાખેલ કોઈ સામાન જો એક્સપાયર થઈ ગયેલ હોય તો તેને તરત જ કચરાપેટીમાં ફેકી દેવો જોઈએ.
3) જો ફ્રીજમાં ચટણી, દાળ કે કોઈ ખાવાની વસ્તુ ઢોળાય તો તરત જ તેને સાફ કરવું જોઈએ.
4) ફ્રીજમાં ખાવા-પીવાની દરેક વસ્તુઓ હંમેશા ઢાંકીને અથવા ડબ્બામાં રાખવી જોઈએ. ખુલ્લી ખાવાની વસ્તુઓથી ફ્રીજમાં સ્મેલ આવવા લાગે છે.
આ રીતે કરવી સફાઈ : 1) વિનેગરનો ઉપયોગ કરવો : ફ્રીજમાં જો માઈલ્ડ્યુ થઈ ગયા હોય તો તેને સાફ કરવા માટે તમે એક કપ વિનેગરમાં એક કપ પાણી મિક્સ કરીને તેની મદદથી ફ્રિજ સાફ કરી શકો છો. ફ્રિજ ફ્રેશ અને ક્લીન લાગશે.
2) સોડાનો ઉપયોગ કરવો : ફ્રિજની દુર્ગંધ દૂર કરવા માટે એક કપ પાણીમાં એક ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને ફ્રિજ સાફ કરવાથી ફ્રિજની દુર્ગંધ દૂર થઈ શકે છે.
3) ચૂનાનો ઉપયોગ કરવો : જો દુર્ગંધ એકદમ સ્ટ્રોંગ હોય અને સાફ કર્યા પછી પણ ન જતી હોય તો એક વાટકીમાં ખાવાનો ચૂનો મૂકી તેને ફ્રીજમાં રાખી દો. તેનાથી દુર્ગંધ દૂર થાય છે.
4) લીંબુનો ઉપયોગ કરવો : લસણની સ્મેલ આવતી હોય તો અડધું લીંબુ કાપીને ફ્રીજમાં રાખવાથી સ્મેલ દૂર થાય છે.
5) કાચા કોલસાનો ઉપયોગ કરવો : ઘરથી ક્યાય બહાર જવાનું હોય તો તે પહેલા ફ્રિજ ખાલી કરીને બધો સામાન બહાર મૂકી દેવો અને તેમાં કાચા કોલસાના 8-10 ટુકડા મૂકવા. આમ કરવાથી સ્મેલ નહીં આવે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી