શિયાળામાં અચૂક ખાવ સ્વાદ અને પોષણના ભંડાર સમાન આ હલવો, શરીરમાં ક્યારેય નહિ આવે આવી ગંભીર બીમારીઓ અને સમસ્યાઓ…

શિયાળામાં અલગ-અલગ પ્રકારના શાકભાજી અને ફળ મળે છે અને તેમાં ગાજર ખૂબ જ સારી માત્રામાં અને તાજા મળે છે. જો તમે શિયાળામાં ગાજરના હલવાનુ સેવન નથી કર્યું તો કાંઈ જ નથી કર્યું. ભારતમાં સદીઓથી શિયાળાની ઋતુમાં લગભગ દરેક ઘરમાં ગાજરનો હલવો બનાવવાની પરંપરા છે. લાલ છીણેલું ગાજર, દૂધ અથવા માવો અને ઘી બસ આથી વધુ સામગ્રીની જરૂર પડતી નથી. પરંતુ તેને બનાવવા માટે થોડું ધૈર્ય અને સમયની જરૂર હોય. ગાજરના હલવાની ખુબી માત્ર તેના સ્વાદ સુધી જ સીમિત નથી, પરંતુ આ વ્યંજન સાથે ઘણા બધા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદા પણ છે. જોવા જઈએ તો ગાજરનો હલવો સ્વાસ્થ્ય અને પોષણનું ખૂબ જ સારું સંયોજન છે, તેનું સેવન કરવાથી એક નહીં પરંતુ ઘણા બધા ફાયદા થાય છે.

ખાંડના કારણે લોકો આ ઘરે બનતા ભારતીય વ્યંજનનું સેવન કરતા પાછા પડે છે. પરંતુ જો તમને ડાયાબીટીસની તકલીફ છે તો તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીને એક હેલ્ધી ગાજરનો હલવો આસાનીથી બનાવી શકો છો. તે હેલ્ધી હોય છે કે પોષણ વિશેષજ્ઞ આપણને ઋતુ અનુસાર ફળ અને શાકભાજીની જેમ જ શિયાળામાં ગાજરનો હલવો ખાવાની પણ સલાહ આપે છે. તો આવો જાણીએ શિયાળામાં ગાજરનો હલવો ખાવાથી થતા ફાયદા વિશે.

1) ગાજર આંખોની રોશની વધારે છે : ગાજરનો હલવો બનાવવા માટે જે મુખ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તે છે ગાજર. ગાજર વિટામિન એ, સી, કે અને ફાઈબર ભરપૂર માત્રામાં મળે છે. ગાજરમાં ઉપસ્થિત વિટામીન એ આંખોની રોશની સુધારવાનું કામ કરે છે અને તેની સાથે-સાથે રોગ પ્રતિકારકશક્તિને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. ઘણી વખત આપણે અનુભવ કર્યો હશે કે શિયાળાની ઋતુમાં છાતીના ઉપરના ભાગમાં કફ વધી જાય છે એવી પરિસ્થિતિમાં ગાજરમાં ઉપસ્થિત વિટામીન એ તમારી રોગપ્રતિકારક શક્તિની પ્રણાલીને સારી બનાવે છે તેની સાથે જ તમે સંક્રમણથી બચી શકો છો.

2) ઘી દુખાવો ઓછો કરે : હલવામાં ઘી હોય છે. જે આપણા શરીરને શરદીની સાથે આવતા દુખાવાને ઓછું કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો ઘી પોતાનામાં જ સ્વાસ્થ્યકારક હોય છે, પરંતુ જો તમે વધુ માત્રામાં ઘી ખાવા માંગતા નથી તો એક મોટી ચમચી માખણનો ઉપયોગ કરી શકો છો. આ સુપર સામગ્રી એમિનો એસિડ અને એન્ટિઓક્સિડન્ટની સાથે પેક કરવામાં આવે છે.

3) દૂધ કેલ્શિયમની ઉણપને પૂરી કરે : શિયાળાની ઋતુમાં ખાસ કરીને ઘરડા લોકોને સાંધાના દુખાવાની સમસ્યા ઊભી થઈ જાય છે. તે સામાન્ય છે પરંતુ ગાજરના હલવામાં દૂધ ઉમેરવામાં આવે છે અને ત્યારે તેમાં દૂધ નાખવાથી આપણી ડિશમાં કેલ્શિયમ અને પ્રોટીનની સાથે મીઠાઈની ન્યુટ્રીશન વેલ્યુ પણ વધતી જાય છે. તમને જણાવી દઈએ કે દૂધ હાડકાની ઘનતામાં સુધારો લાવે છે અને આપણાં હાડકાંને મજબૂત બનાવવાની સાથે સાથે છિદ્રાળુ હાડકાની સ્થિતિને રોકવામાં પણ મદદ કરે છે.

જો હલવામાં ગાયના દૂધનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તેમાં વિટામિન ડી પ્રોબાયોટિક અને ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે. જે શિયાળામાં વાયરસ વિરુદ્ધ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ત્યાં જ ઈલાયચીમાં વિટામીન સી જોવા મળે છે જેનાથી શરદી અને ઉધરસનો ઈલાજ થાય છે. કાજુ અને દ્રાક્ષના કારણે પ્રોટીન અને એન્ટિ ઓક્સિડન્ટમાં વધારો થાય છે.

4) હલવો વજન ઓછું કરે : લગભગ લોકો પોતાના શરીરને ઉર્જાની જરૂરીયાતોને વધારવા માટે વધારે કેલરીનું સેવન કરવા શિયાળામાં વજન વધારી લે છે. ગાજરની જડ રેસેદાર હોય છે તેથી જ તેને પહોંચવામાં વધુ સમય લાગતો નથી. એવી પરિસ્થિતિમાં તેનું સેવન કરવાથી આપણું પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે અને વજન વધતું નથી.

5) કેન્સરથી બચાવે : એક અધ્યયન અનુસાર ગાજરમાં ચાર પ્રકારના ફાઈટોકેમિકલ્સ હોય છે. તે કેરોટેનોઇડ્સ, ફેનોલીક્સ, પોલી એસિટીલિન અને એસ્કોરબિક એસિડ હોય છે જે આપણા એન્ટી ઓક્સીડન્ટ ગુણોના કારણે ગાંઠ અને કેન્સરના જોખમને ઓછું કરવામાં ખૂબ મદદગાર છે. ગાજરમાં ઉપસ્થિત પોલિફેનોલ્સ એન્ટી કેન્સર હોય છે, જે ફ્રી રેડિકલ્સને નષ્ટ કરી દે છે.

ગાજરના હલવામાં આટલા બધા ગુણો જાણ્યા બાદ તમે શિયાળામાં તેનું સેવન જરૂરથી કરો તેનાથી તમને એક નહીં પરંતુ ઘણી બધી નાની મોટી સમસ્યામાંથી રાહત મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment