ભૂખ્યા પેટે પાણી સાથે ફક્ત 1 ચમચી આનું સેવન ઘટાડી દેશે તમારું વજન અને હૃદય રોગનું જોખમ, બ્લડ પ્રેશર કંટ્રોલ કરી નસેનસમાં ભરી દેશે એનર્જી

પપૈયાના પલ્પને સૂકવીને બનાવવામાં આવે છે, તેને પપૈયા પાવડર પણ કહેવામાં આવે છે. આ સિવાય પપૈયાનો પાવડર, પપૈયાનો રસ તૈયાર કરીને તેને સૂકવીને પાવડર પણ તૈયાર કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. પપૈયુ એ એક ઉષ્ણકટિબંધ ફળ છે, જેમાં ઘણા બાયોએક્ટિવ સંયોજનો હોય છે જેમ કે, ફેનોલિક્સ, ફ્લેવોનોઇડ્સ અને એમાઈનથી ભરપૂર હોય છે.

આ સિવાય એંન્ટીઓક્સિડેન્ટ, એન્ટિમાઈક્રોબિયન, એન્ટિફ્લેમેટરી, એન્ટિ-અલ્સર જેવા ઘણા પ્રકારના તત્વો આવેલા છે જે સ્વાસ્થ્યને લાભ પ્રદાન કરે છે. આ લેખમાં અમે સૂકા પપૈયાંના સ્વાસ્થ્ય લાભ વિશે વાત કરીશું અને તેને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે પણ જાણીશું. પપૈયાંના ઉપયોગ વિશે પણ ચર્ચા કરીશું. આવો જાણીએ તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.

સૂકા પપૈયાને કંઈ રીતે તૈયાર કરી શકાય છે ? : પપૈયાના પલ્પને સુકાવા માટે અને તેના પોષકતત્વો બચાવવા માટે ફ્રિજ-ડ્રાઈંગ એ એક ચાવીરૂપ ટેકનૉલોજી છે. આ ટેકનિકમાં પપૈયાંના પલ્પ મમાંથી ઉષ્ણ તાપમાન દ્વારા પાણી દૂર કરવામાં આવે છે. તે એક પ્રક્રિયા છે, જે સીધી ઘનતાને ગેસમાં રૂપાંતરિત કરે છે, તેને મધ્યમ પ્રવાહી સ્થિતિમાં રૂપાંતરિત કરે છે. સૂકું પપૈયું તૈયાર કરવા માટે, સ્પ્રે ડાઈંગ એ બીજી પદ્ધતિ છે. આ રીતમાં, મલ્ટોડેક્સિટ્રિન જેવા એક અંકેપ્સુલેટિન એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે પદાર્થને પહેલા ચરણમાં જ સૂકા પાવડરમાં પરીવર્તન કરી આપે છે. ફ્રિજ ડાઈંગની તુલનામાં સ્પ્રે ડાઈંગને ફાસ્ટ અને ઓછો સમય લેવા વાળો માનવામાં આવે છે. તો ચાલો જાણીએ સુકા પપૈયાના સ્વાસ્થ્ય લાભો.

1) વજન : જ્યારે પપૈયુ સુકાય જાય છે, ત્યારે ગ્લુકો અને ફ્રૂક્ટોજમાં ખામી આવી જાય છે. આ કારણે સૂકા પપૈયામાં સુગર અને કેલેરી ઓછી હોય છે, આ કારણથી વજન સહેલાઈથી ઓછું થાય છે. આ સિવાય તેમાં ઉચ્ચ ફાઈબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આનાથી વજન ડપથી ઉતરવા લાગે છે.

2) ઉર્જા : સૂકા પપૈયામાં ઉચ્ચ ફાઈબર અને જરૂરી વિટામિન હોય છે, જેમ કે, વિટામિન-સી અને વિટામિન-ઇ. તેને પાણીની સાથે સેવન કરવાથી અથવા સલાડ અથવા તો કોઈ પણ સૂપ જેવા ખાદ્ય પદાર્થમાં છાંટવાથી પણ શરીરને ઉર્જા મળે છે. આ વ્યક્તિના પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખવામાં મદદ કરે છે અને શરીરમાં એનર્જીનું કામ કરે છે.

3) લીવર પ્રોટેક્ટ : એક અધ્યયન દ્વારા જાણવામાં આવ્યું છે કે, સૂકા પપૈયામાં એન્ટિહેપેટોટોકસિક એક્ટિવિટી હોય છે, જે લીવરને દવાઓના સંપર્કમાં આવવા વાળા નુકશાનથી બચાવે છે. આ પપૈયાનો પાવડર એન્ટિઓકસિડેન્ટના પ્રભાવનું કારણ પણ બની શકે છે.

4) રક્તચાપ(બ્લડપ્રેશર) : સૂકા પપૈયામાં પોટેશિયમ, વિટામિન-એ અને ફ્લિવોનોઈડ જેવા પોષકતત્વો હોય છે. જે રક્તપરિચરણને ઠીક કરીને હૃદયને સ્વસ્થ રાખે છે. એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે, પોટેશિયમ ઉચ્ચ રક્તચાપ વાળા લોકોમાં રક્તચાપને ઓછું કરે છે. આથી સૂકા પપૈયાનું સેવન બ્લડપ્રેશરને રોકવા અને નિયંત્રણ કરવામાં મદદ કરે છે અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ ઘટાડે છે.

5) હૃદય : પપૈયાના પાવડરમાં હાજર લાઇકોપીન વાહિની આરોગ્યને સુધારે છે, જે હૃદય રોગના જોખમને દૂર કરે છે. લાઇકોપીન એ એન્ટિથેરોસ્ક્લોરોટિક, એન્ટિ-ફ્લેમેટરી, એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિહાઇપરટેંસિવ અને એન્ટિફ્લેટલેટ ગુણ સ્ટ્રોક અને એથેરોસ્ક્લેરોસિસ જેવા હૃદય રોગોની એક શ્રુંખલાને રોકવામાં મદદ કરે છે.

સૂકા પપૈયાંના ઉપયોગની રીત : સ્મૂદી અથવા ફળના રસમાં. ભોજન પહેલા પાણીમાં એક ચમચી પાવડર મિક્સ કરીને સેવન કરી શકો છો. ચા અથવા કોફીમાં ડ્રિંક મસાલાના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો. દહીં, આઇસ્ક્રીમ અથવા બેક કરેલ વસ્તુઓમાં પણ ઉપયોગ કરી શકો છો. કરી અથવા સૂપ વગેરેમાં ઉપરથી છાંટી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment