સામાન્ય દેખાતી આ વસ્તુ શરીરની અનેક બીમારીઓને દુર કરી વધારી દેશે ઉર્જા અને પાચનશક્તિ, શરદી-ઉધરસ દુર કરી શ્વાસ નળીને કરી દેશે સાફ…

તમે બધાએ શેરડીમાંથી બનાવેલા ગોળના ફાયદા વિશે તો સંભાળ્યું જ હશે,પરંતુ શું તમે જાણો છો કે ખજૂરના રસ માંથી બનાવેલો ગોળ કેટલો સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. સામન્ય રીતે અમુક ખાદ્ય પદાર્થના ગુણ આપણે જાણતા હોઈએ છીએ. આ લેખ ખજૂરના રસ માંથી બનાવેલ ગોળ વિશે છે. શેરડીમાંથી બનાવેલ ગોળ વિશે તો તમે બધા જાણતા જ હશો પણ આ આર્ટીકલમાં અમે તમને ખજૂરના ગોળ વિશે જણાવીએ છી.

ખજૂર ગોળના ગુણ : આ ગોળ ચોકલેટ જેવો સ્વાદ ધરાવે છે, તે ખુબ જ સ્વસ્થ હોય છે. પરંતુ,‘ખજૂર ગોળ’ નામના રત્ન વિશે ઘણા લોકો જાણતા નથી, જે મુખ્યત્વે પલમીરા ખજૂરના રસ માંથી બનાવવામાં આવે છે. આ ગોળનો ટેસ્ટ યુનિક હોય છે, જે ખાવામાં ચોકલેટ જેવો લાગે છે. આમાં વધારે વિટામિન અને ખનીજ હોય છે. તો ચાલો જાણીએ ખજુર ગોળ ખાવાના અદ્દભુત ફાયદા વિશે.

પોષકતત્વો : ડાયટિશિયનનું કહેવું છે કે, રિફાઈન્ડ શુગરની તુલનામાં, પામ ગોળ ઉત્પાદન ક્રિયા પછી પણ ખનીજો જાળવી રાખે છે. આમાં લોખંડ, મેગ્નેશિયમ, ફોસ્ફોરોસ અને પોટેશિયમ જેવા ખનીજો હોય છે. આને તમિલમાં કરૂપટ્ટીના નામથી ઓળખવામાં આવે છે અને આનો ઉપયોગ દરેક પ્રકારની મીઠાઇ બનાવવામાં કરવામાં આવે છે. ડાયરેકટ રીતે પણ તેણે ખાવામાં આવે છે.

કરૂપટ્ટીનો ફિલ્ટર કોફીમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ખજૂરના રસમાંથી અનેક પ્રકારની બનાવવામાં આવતી મીઠાઇ બંગાળમાં ખુબ જ લોકપ્રિય છે. બંગાળમાં તેણે નોલેન ગોળ પણ કહેવામાં આવે છે અને ખુબ જ લોકપ્રિય એવું, સોંદેશમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે.

એનીમિયા : ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે, આયરનની હાજરીના કારણે આ ગોળ ઉર્જાનો મોટો સ્ત્રોત છે અને એનીમિયાને દૂર કરવાની ક્ષમતા રાખે છે. આનો ગ્લાઇસેમિક ઇંડેક્સ પણ ઘણો ઓછો હોય છે. કરૂપટ્ટી આમ તો ઘણી કડક હોય છે અને તરત ઓગળતી પણ નથી, કારણ કે આ વધારે પૉલિશ હોતી નથી, સાથે જ આના રંગમાં વિસંગતતા હોય છે. પરંતુ એ પણ યાદ રાખો કે, જેટલી સારી વસ્તુઓ દેખાય છે, તેટલી તે વધુ શુદ્ધ થાય છે. તમે તેને પામ સુગર પણ કહી શકો છો.

પાચન અને ઉર્જા : એવું કહેવામાં આવ્યું છે કે, ખજૂર ગોળનું નિયમિત સેવન કરવાથી પાચનશક્તિ સારી રહે છે. આ ગોળ પાચક ઉત્સેચકોને સક્રિય કરીને આંતરડાની હિલચાલને નિયંત્રિત કરે છે અને સિસ્ટમને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે. સફેદ ખાંડથી વિપરીત, ખજૂરનો ગોળ મિશ્રિત કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે અને પચવામાં સરળ છે. ખજૂરનો ગોળ ખાધા પછી તમે કલાકો સુધી ઉર્જાવાન રહી શકો છો.

વજન : ખજૂર ગોળમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ગોળ પેટનું ફૂલવું અને ડ્રીહાઈડ્રેશન ઘટાડવામાં પણ મદદ કરે છે અને બદલામાં વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે આ ગોળનો ઉપયોગ કરી શકો છો.

શરદી અને ઉધરસ : ખજૂરનો ગોળ બીજી અનેક બીમારીઓથી રાહત આપવામાં મદદ કરે છે. જેમાં સૌથી સામાન્ય શરદી અને ઉધરસ છે. એક ગરમ કપ ચા અથવા પાણીમાં ઉમેરવામાં આવે છે, તે શ્વસન માર્ગને સાફ કરવામાં અને ઘણા લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે. આમ તમે ખજુર ગોળનો ઉપયોગ કરીને પોતાનું સ્વાસ્થ્ય સારું બનાવી શકો છો. તેમજ તેનાથી અનેક બીમારી સામે પણ રક્ષણ મેળવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment