સાંધાના દુખાવા તેમજ શરીરની આટલી તકલીફો માં અમૃત સમાન છે આનું સેવન. જાણી લ્યો પીવાની રીત

મિત્રો આપણા આયુર્વેદ સહીત લગભગ લોકો આપણને ગોળનું સેવન ભૂખ્યા પેટે કરવા માટે જણાવતા હોય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે શા માટે ભૂખ્યા પેટે ગોળનું સેવન કરવા માટે જણાવવામાં આવે છે અને તેના શું શું ફાયદા થાય છે તેના વિશે આ લેખમાં અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ કે ભૂખ્યા પેટ ગોળનું સેવન ક્ર્વાથું શું શું ફાયદા થાય.

સ્વાદમાં મીઠો અને તાસીરમાં ગરમ ગોળના ઘણા બધા પોષકતત્વોથી ભરપુર હોય છે. જેનું સેવન શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, રોજ ખાલી પેટ ગોળનું સેવન કરીને એક ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો પેટમાં ગેસ, એસીડીટી, પેટમાં દુઃખાવો, કફ આડી સમસ્યાઓ દુર થાય છે. જુના સમયમાં લોકો મીઠાઈમાં પણ ગોળના નાખતા હતા અને તેનું જ સેવન કરતા. પરંતુ ખાંડનું ઉત્પાદન થયા બાદ લોકો ખાંડનો ઉપયોગ વધારે કરવા લાગ્યા. આજના સમયમાં લોકો ગોળને ઓછું મહત્વ આપે છે. પરંતુ આજે અમે તમને ગોળના અમુક ખાસ ફાયદા વિશે જણાવશું. પરંતુ તેનું સેવન ભૂખ્યા પેટ કરવામાં આવે એટલો જ તે વધારે ફાયદાકારક રહે છે. તો ચાલો જાણીએ ગોળના ફાયદા વિશે.
લોહીએ શુદ્ધ કરવા માટે : ખરાબ ખાન-પાનના કારણે લોહીમાં ગંદકી થઇ જતી હોય છે. જેનાથી શરીરને ઘણી બધી સમસ્યાઓનો સમાનો કરવો પડે છે. તો તેવામાં તમારે રોજ સવારે 1 ટુકડો ગોળનો ખાધા બાદ ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી તમારું લોહી ઘણું શુદ્ધ અને સાફ થઇ જશે.

સાંધા અને ઘૂંટણના દુઃખાવામાં પણ રાહત મળે છે : ઘણા લોકોને સાંધા અને ઘૂંટણના દુઃખાવાનો સામનો કરવો પડતો હોય છે. તો આ પરેશાનીથી બચવા માટે પણ ગોળ ખાઈને ત્યાર બાદ ગરમ પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેનાથી આ બંને સમસ્યાઓમાં રાહત મળે છે.

પેટ સંબંધી સમસ્યાઓ : ગોળમાં ઘણા બધા સારા પોષકતત્વો મળી આવે છે. જો તમારે પેટ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય, તો તમારે ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેનાથી કફ, એસીડીટી અને ગેસ સહિતની ઘણી સમસ્યાઓ અટકી જાય છે. તેના માટે તમે ભોજન બાદ પણ ગોળના એક ટુકડાનું સેવન કરી શકો છો.
લોહીની કમી : શરીરમાં જે લોકોને લોહીની કમી અથવા આયર્નની કમી હોય તેમણે રોજ સવારે ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. કેમ કે ગોલમાં ભરપુર માત્રામાં આયર્ન મળી આવે છે.

વજન કંટ્રોલ કરવા માટે : જો તમે મોટાપાથી પરેશાન હો, તો ગોળ તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. તેવામાં જો ગોળનું સેવન કરવામાં આવે તો ચરબીની ઓછી કરે છે અને વજન ધીમે ધીમે કંટ્રોલ થવા લાગે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે : ગોળમાં વધારે માત્રામાં પ્રતિકારક તત્વ મળી આવે છે. તે રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. ગોળનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ અને સીરપમાં પણ કરવામાં આવે છે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. શ્વસન સંબંધી રોગોમાં રાહત : ગોળ શ્વસન સંબંધી રોગો માટે પણ ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. રોજ ગોળ અને ગરમ પાણીનું સેવન કરવાથી બ્રોંકાઈટીસ(bronchitis) અને અસ્થમા જેવા રોગોથી બચી શકાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment