સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે 2 વસ્તુનું સેવન વજન અને પેટની ચરબીને કરી દેશે ગાયબ, કબજિયાતને મૂળથી દુર કરી આખું શરીર પણ કરી દેશે સાફ…

આપણા રસોડામાં ઉપયોગમાં લેવાતા અનેક મસાલા અનેક બીમારીઓના ઈલાજ રૂપે તમે ઉપયોગ કરી શકો છો. તેના સેવનથી તમારું શરીર રોગો સામે લડી શકે છે. આવી રસોડાની એક વસ્તુ છે મરી. જેનો ઉપયોગ દરેક ઘરમાં મસાલા રૂપે કરવામાં આવે છે. જો કે તમે અન્ય વસ્તુઓમાં તેને નાખીને સ્વાદની સાથે તેના ગુણનો લાભ પણ લઈએ શકો છો. જો તમે ખાલી પેટ મરીનું સેવન કરો છો તો તમારા શરીરમાં અનેક રોગો દુર થઇ શકે છે.

શું તમે વારંવાર બીમાર પડો છો ? આવું ઇમ્યુન સિસ્ટમના ખરાબ હોવાને કારણે થઈ શકે છે. શરીરને સ્વસ્થ રાખીને બીમારીઓથી બચવા માટે હેલ્થી ડાયટ લેવું ખુબ જ જરૂરી છે. આખી દુનિયામાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ ફેલાયેલો છે. તેવામાં ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવી વધારે જરૂરી થઈ ગયું છે. ઇમ્યુનિટી વધારવા માટે દવાઓ માટે જવાની જરૂર નથી. તેનું સમાધાન તમારા રસોડામાં છે. અમે વાત કરી રહ્યા છીએ મરી પાવડરની.

રસોઈના સ્વાદને વધારવાની સાથે તેના બીજા પણ ઘણા ફાયદાઓ છે. તેમાં ઘણા બાયોએક્ટિવ યૌગિક હોય છે, જેમાં પિપેરીન સૌથી મહત્વપૂર્ણ છે. પિપેરીન એક નેચરલ અલ્ક્લોઈડ છે. જે મરી પાવડરને તેનો તીખો સ્વાદ આપે છે. પિપેરીન એ એક પ્રકારનું એન્ટીઓક્સિડેન્ટ છે. જે હૃદયના રોગ અને જૂની બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આમ મરી તેના રોગપ્રતિકારક ગુણોને કારણે શરીર માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.

ડાયટિશિયનના મત મુજબ, દરરોજ સવારે ખાલી પેટ લીંબુ વાળા ગરમ પાણી સાથે એક ચમચી મરી પાવડર લેવાથી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા સિવાય ઘણા ગંભીર રોગોના જોખમને ઘટાડી શકાય છે. જો તમે માત્ર એક મહિનો આવું કરો છો, તો તમને અસંખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

ઇમ્યુન સિસ્ટમ : શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબુત કરવા માટે મરીનું સેવન સારું છે. મરી પાવડરમાં એવા તત્વો જોવા મળે છે, જે સીધી રીતે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાની તાકાત રાખે છે. આ મસાલા શરીરની કેશિકાઓને પૂરતું પોષણ આપે છે અને તેને ડેમેજ થતાં રોકે છે અને તે બોડીને ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે.

શરીરની સફાઈ : શરીરને તંદુરસ્ત રાખવા માટે મરી ખુબ જ ઉપયોગી છે. શરીરને સ્વસ્થ રાખવા માટે આંતરડાનું કામકાજ સારું હોવું જરૂરી છે. એક સ્વસ્થ આંતરડાનો મતલબ છે કે, એક સાફ અને ડિટોક્સિફાઈડ પેટ. આ જાદુઈ મિશ્રણ શરીરથી બધા જ ઝેરી પદાર્થો અને રસાયણોને બહાર કાઢે છે. તે પાચનમાં સુધારો કરે છે અને પેટની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.

ડિહાઈડ્રેશનથી બચાવવા : ગરમ પાણી, લીંબુ અને મરી પાવડરનું મિશ્રણ આંતરડાના સ્વાસ્થ્ય માટે સરખી રીતે કાર્ય કરે છે. આ શરીરને ડિહાઈડ્રેશનથી બચાવવામાં સહાયક છે. તે તમને આખો દિવસ ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. સાથે જ તે ત્વચામાં ભેજને જાળવી રાખે છે.

મરી પાવડર વજન ઘટાડવામાં : આ મિશ્રણ વજન ઘટાડવા વાળા માટે સૌથી સારો વિકલ્પ છે. તે બંને મળીને સારા પાચન માટે મેટાબોલીઝ્મ વધારે છે અને વધારે કેલોરી બર્ન કરે છે. એકધારા એક મહિના સુધી આ મિશ્રણનું સેવન તમને સારું રિઝલ્ટ આપી શકે છે.

કબજિયાતનો ઈલાજ : જે લોકો જૂની કબજિયાતથી પીડિત છે એમને આ મિશ્રણનું સેવન જરૂરથી કરવું જોઈએ. તે તમારા મળ ત્યાગને સરખું કરે છે અને કબજિયાતને તોડે છે. તે શરીરથી ઝેરી પદાર્થો બહાર કાઢીને પેટ અને આંતરડાને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. આમ તમે મરીનું સેવન કરીને અનેક બીમારીઓ દુર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment