નબળા અને વૃદ્ધ હાડકાંને મજબૂત બનાવશે ગરમીના આ 7 ફળ, ભરપૂર વિટામિન ડી અને કેલ્શિયમ પેટ અને શરીરને રાખશે એકદમ સાફ અને ઠંડું…

મિત્રો આજના સમયમાં નાનાથી માંડીને મોટાઓ સુધી દરેક લોકોને હાડકાને લગતી તકલીફ જોવા મળી રહી છે. હાડકાનો દુખાવો તેમજ નબળા અને વૃદ્ધ થઈ ગયેલ હાડકાને મજબુત કરવા માટે તમારે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેનાથી તમારું સંપૂર્ણ શરીર સ્વસ્થ રહી શકે છે.

સાંધામાં દુખાવો, સાંધાનું જકડાઈ જવું, હાડકામાં દુખાવો જેવી સમસ્યાઓ પહેલા વૃદ્ધ લોકોને થતી હતી. દુર્ભાગ્યથી હવે ઘણા બાળકો અને યુવાઓ પણ હાડકાંથી જોડાયેલી આ સમસ્યાઓથી જજૂમી રહ્યા છે. ખાવામાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ અને સુસ્ત જીવનશૈલી તેનું સૌથી મોટું કારણ છે.

સામાન્ય રીતે જોવામાં આવે છે કે, ઘણા લોકો દૂધ જેવી કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન સાવ ઓછું કરતાં હોય છે. જેના કારણે હાડકાંને કેલ્શિયમ મળી શકતું નથી. આ પ્રકારે મોટાભાગના લોકો, ખાસ કરીને શહેરી લોકો આખો દિવસ ઓફિસમાં બંધ રહે છે, જેનાથી તેઓને વિટામિન ડી પણ મળતું નથી.

બેશક ઉંમર વધવાની સાથે સાથે હાડકાંમાં નબળાઈ આવી શકે છે. પરંતુ સાચી ખાણી પીણી દ્વારા તેમને લાંબા સમય સુધી તાકતવર રાખી શકાય છે. આ જ કારણ છે કે, વિભિન્ન પોષકતત્વો વાળી વસ્તુઓ, ખાસ કરીને હાડકાં મજબૂત કરનારી વસ્તુઓનું સેવન જરૂરી છે. કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપથી ઓસ્ટીયોપોરોસિસ જેવી હાડકાંનું ગંભીર બીમારી થઈ શકે છે. ગરમીની રૂતુ ચાલી રહી છે આ ઋતુમાં ઘણા પ્રકારના ફળ મળે છે. એમાંથી અમુક હાડકાંના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આમ હાડકાને લાંબા સમય સુધી મજબુત બનાવવા માટે તમારે પોતાની ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તો ચાલો જાણીએ હાડકાંને મજબૂત કરવાના ઉપાયો.

પપૈયા : પપૈયા દ્વારા તમે હાડકાંને મજબુત બનાવી શકો છો. ઘણા લોકોને પપૈયા પસંદ નથી હોતો. ખાસ કરીને બાળકોને. પરંતુ પપૈયા સૌથી વધારે પૌષ્ટિક હોય છે. તે વિટામિન એ, સી અને ફાઈબરથી ભરપૂર હોય છે. પપૈયામાં રહેલ પપૈન નામનું એંગઝામ કાર્બ્સ, ફૈટ અને પ્રોટીનને તોડે છે. માટે જ ટે પેટ માટે સારું છે અને ભોજનના સારા પચનમાં મદદ કરે છે.

સફરજન : સફરજન ગરમીનું ફળ છે પરંતુ તે તમને આખું વર્ષ મળી શકે છે. સફરજન તમારા શરીરને કેલ્શિયમ અને વિટામિન સી થી ભરી દે છે. આ બંને પોષકતત્વો કોલેજન અને હાડકાંના નવા ટીશ્યુ બનાવવા માટે જરૂરી છે.

સ્ટ્રોબેરી : આ ગરમીમાં રસદાર સ્ટ્રોબેરી ખાવાનું ચૂકવું નહિ. તે એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે ફ્રી રેડિકલ્સ ડેમેજના પ્રભાવને ઘટાડે છે અને આ પ્રકારે હાડકાંને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી જેવા તત્વો જોવા મળે છે.

અનાનસ : અનાનસ પોટેશિયમથી ભરપૂર હોય છે. પોટેશિયમ એસિડના ભારને અસરરહિત કરવામાં મદદ કરે છે અને આ પ્રકારે હાડકાની કેલ્શિયમનું ઉણપ ઘટાડી શકાય છે. તે સિવાય અનાનસ કેલ્શિયમ અને વિટામિન એ થી ભરપૂર હોય છે. ગરમીના દિવસોમાં અનાનસના ઠંડા સ્લાઈસ તમને તરોતાજા કરી દે છે.

સંતરા : સંતરાનો રસ શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી બંને આપે છે. જેનાથી હાડકાને મજબૂતી મળે છે. દરરોજ સંતરાનું જ્યુસ પીવાથી ઓસ્ટીયોપોરોસિસથી બચી શકાય છે. તે સિવાય તે ઇમ્યુનિટી મજબૂત કરવામાં પણ મદદ કરે છે.

કેળા : પાચનને તંદુરસ્ત રાખવા માટે કેળા ખુબ જ સારા છે તે સિવાય કેળા મેગ્નેશિયમનો પણ સારો સ્ત્રોત છે. આ પોષકતત્વ હાડકાં અને દાંતની સંરચનામાં મહત્વનો ભાગ ભજવે છે. માટે દરરોજ એક કેળું ખાવાથી નબળા હાડકાંને તાકાત મળે છે.

કિવી : ભલે ફળ હોય કે જ્યુસ, કિવીમાં સૌથી વધારે માત્રામાં કેલ્શિયમ રહેલું છે, લગભગ 60 મિલિગ્રામ. તે હાડકાંની મજબૂતી, દાંતની સંરચનાને વિકસિત કરવામાં મદદ કરે છે અને ઓસ્ટીયોપોરોસિસને પણ અટકાવે છે.

આમ આ સાત ફળો તમારા હાડકાના વિકાસ તેમજ મજબુત બનાવવાનું કામ કરવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment