આ કાઠિયાવાડી ઉદ્યોગપતિના ઘરમાં 40 વર્ષ પછી થયો દીકરીનો જન્મ, એવી રીતે ઉજવણી કરી કે આખું સુરત આંખો ફાડી જોતું રહ્યું…

ઘરમાં જો એક દીકરી હોયને તો એમ કહેવામાં આવે છે કે, તે ઘર હંમેશા હસતું રહે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. દીકરી એ તો વ્હાલનો દરિયો છે, અને એવું કહેવામાં આવે છે કે, પિતાને સૌથી વધુ સમજનાર જો કોઈ હોયને તો તે છે દીકરી. જે પત્ની કરતા પણ પિતાનું વધુ ધ્યાન રાખે છે.

ભલેને સમાજ આજે 21 મી સદીમાં જીવી રહ્યો હોય, પરંતુ કન્યા ભ્રૂણ હત્યા અથવા નવજાત શિશુના પરિત્યાગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો કે, એક વર્ગ એવો પણ છે જે પરિવારમાં દીકરીના જન્મની રાહ જોતો હોય. એવા પરિવાર પુત્રના બદલે પુત્રીના જન્મથી વધારે સુખી થાય છે.

ગુજરાતનાં સુરત શહેરમાં એક હીરાના વ્યાપારીએ દીકરીના જન્મની ખુશી ભવ્ય અને અનોખા અંદાજમાં ઉજવીને સમાજને એક સારો સંદેશ આપ્યો છે. ઉદ્યોગપતિ પરિવારે ઘરમાં જન્મેલી નવજાત બાળકીને ગુલાબી રંગની બસમાં બેસાડીને શહેર ભ્રમણ કરાવ્યું. પરિવારની વાત માનો તો તેમના ઘરમાં 40 વર્ષ પછી પહેલી વાર તેમના ઘરમાં બાળકીએ જન્મ લીધો છે.

શહેરના જાણીતા હીરા વ્યાપારી અને સમાજસેવક ગોવિંદ ધોળકિયાના સંતાનમાં બે દીકરા પહેલેથી જ હતા. પરંતુ ઘરમાં દીકરીના જન્મની રાહ આતુરતાથી જોવાઈ રહી હતી. આખરે તે ઘડી આવી જ ગયી અને શ્રેયાંસની પત્નીએ એક દીકરીને જન્મ આપ્યો. દીકરીના જન્મથી ગદગદ પરિવારે મળીને એક આયોજન કર્યું, જે મુજબ, સફેદ રંગની પોતાની બસને ગુલાબી કલર કરાવ્યો અને પછી પરિવાર દીકરીને લઈને બસમાં બેઠા અને શહેર ભ્રમણ માટે નીકળી ગયા હતા.

સુરત શહેરના રસ્તાઓ પર ફરી રહેલી આ બસ પર અંગ્રેજીમાં it’s a girl પણ લખાવ્યું હતું અને પ્રતિકાત્મક દીકરીનું ચિત્ર પણ બનાવ્યું હતું. સુરત શહેરના મોટાભાગના રસ્તાઓ પર ફરી રહેલી આ બસમાં દીકરીને ભ્રમણ કરાવીને અનોખા અંદાજમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું.

નવજાતના પિતા શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું કે, પરિવારે પોતાની ખુશી લોકો સુધી પહોંચાડવા, દીકરીના જન્મનો જશ્ન મનાવવાની સાથે સાથે- ‘બેટી બચાવો બેટી પઢાઓ’ ના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે પોતાની વેનિટી વેનને એક જ દિવસમાં સફેદથી ગુલાબી રંગમાં ફેરવીને લગ્ઝરી બસને સુરતના શહેરો પર ફેરવી હતી.

ઉદ્યોગપતિ પરવારે કહ્યું કે, આજે ચાર દાયકા પછી તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો છે. જેની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. આજના સમયમાં સમાજમાં ઘણા લોકો દીકરીના જન્મથી નિરાશ પણ થઈ રહ્યા છે. માટે તેમણે આ અનોખા સંદેશ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે અને દીકરીના જન્મને પણ પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે.

જણાવી દઈએ કે સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા વર્ષ 2008 થી એવા પરિવારો માટે ભાગ્ય લક્ષ્મી યોજના ચલાવે છે. જ્યાં ચારથી વધારે દીકરી હોય. એવા 25 પરિવારને અત્યાર સુધી ધોળકિયા પરિવાર તરફથી દર વર્ષે 11000 રૂપિયાની વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવે છે. 1992 થી આ પરિવાર દીકરીઓની શિક્ષા માટે સ્કૂલ ચલાવે છે. જેમાં અત્યાર સુધી 6240 દીકરીઓ નિશુલ્ક શિક્ષા મેળવી ચૂકી છે. એટલું જ નહીં આ પરિવારે 500 થી વધારે દીકરીઓનો સામૂહિક વિવાહ પણ કરાવેલો છે.

હીરાના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સામાજિક કાર્યો સિવાય ધાર્મિક કાર્યોમાં પણ જોડાયેલા રહે છે. અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરના નિર્માણ કાર્ય માટે તેમણે 11 કરોડ રૂપિયા દાન કર્યા હતા અને તેઓ હાલમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી જીલ્લામાં 311 હનુમાનજીના મંદિરોના જીર્ણોદ્ધાર પણ કરાવી રહ્યા છે. અને અત્યારે જ્યારે તેમના ઘરમાં 40 વર્ષ પછી દીકરીનો જન્મ થયો તો તેમની ખુશી અલગ જ અંદાજમાં જોવા મળી. આમ પરિવારમાં દીકરી જન્મની આવી ખુશી ઉજવીને આ પરિવારે સમાજ સામે એક અનોખો કિસ્સો સામે રાખ્યો છે. જે દરેક માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment