ઘી ના ફાયદા તો લગભગ દરેક લોકો જાણતા હોય છે, પરંતુ શું તમે ઘી ને ચેહરા પર લગાવવાથી મળતા ફાયદા વિષે જાણો છો ? ઘી ની અંદર રહેલ ઊર્જા, વિટામીન ઈ, પાણી અને કેલરી વગેરે જેવા તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. જો ઘી ને ચેહરા પર લગાવવામાં આવે તો ઘણી બધી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આજે અમે તમને આર્ટીકલમાં ઘી ને ચેહરા પર કઈ રીતે લગાવવું અને તેનાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.
1) દાઝેલી જગ્યા પર ઘા મટાડવામાં ઉપયોગી છે : દાઝેલા ઘા પર ઘી સારો ઉપાય છે, દાઝેલા ભાગ પર ઘા કાળા અને ખરાબ દેખાય છે. આ માટે જો રાત્રે સૂતા પહેલાં ઘી ને ચેહરા પર લગાવવામાં આવે તો દાઝેલા ભાગ પર નિશાન દૂર કરી શકાય છે. આ સિવાય ચેહરા પર ઘી ને એક કલાક સુધી લગાવી રાખવાથી પણ ફાયદો થશે.
2) સોજો ઘટાડશે : જો શરીરના કોઈ પણ ભાગ પર સોજો ચડી ગયો હોય તો તેને ઘટાડવામાં પણ ઘી ખૂબ ઉપયોગી છે. કારણ કે ઘી માં ભરપૂર માત્રામાં આયુર્વેદિક ગુણ હોય છે, તેથી ઘી ને રાત્રે સુતી વખતે લગાવવાથી સોજો અને શરીરના દુખાવા ઘટાડી શકાય છે અને બીજા દિવસે સવારે ચેહરો પાણીથી ધોઈ સુતરાઉ કાપડથી સાફ કરી લેવો.
3) ફાટેલા હોઠને ઠીક કરે છે : ફાટેલા હોઠની સમસ્યા ત્યારે થાય છે જયારે હોઠ સુકાવા લાગે છે, ખાસ કરીને આ સમસ્યા શિયાળામાં વધુ જોવા મળે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા તમારે રાત્રે સુતી વખતે ઘી ને હોઠ પર લગાવી લેવું અને જયારે બીજા દિવસે તમે જાગશો ત્યારે હોઠ હલકા ભેજવાળા લાગશે, દિવસે પણ તમે ઘી ને હોઠ પર લગાવી શકો છો.
4) સ્કીન ઇન્ફેકશન દૂર કરે છે : ઘી અંદર ઘણા એવા ગુણ રહેલા છે જેના કારણે સ્કીન ઇન્ફેકશનને અટકાવી શકાય છે. ઘી ની મદદથી સુકી ત્વચા, ખજવાળ અને લાલ ચકામા જેવી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. એક રીસર્ચમાં પણ સાબિત થયું છે કે ઘી સ્કીન ઇન્ફેકશન જેવી સમસ્યામાં ખૂબ સારો ઉપાય છે.
5) ત્વચાને ભેજવાળી રાખે છે : શિયાળામાં મોટા ભાગે ત્વચા સૂકાય જાય છે, આ માટે ઘી ખૂબ સારો ઉપાય છે. ત્વચાને ઘી પર લગાવવા માટે તમે રૂ નો ઉપયોગ કરી શકો છો, અને આખી રાત લગાવેલું રહેવા દેવું. જો તમારી ત્વચા ઓઇલી છે તો ઘી ને લગાવતા પહેલાં એક્સપર્ટની સલાહ જરૂર લેવી.
6) રંગમાં બદલાવ લાવે છે : રાત્રે સૂતા પહેલાં ઘી લગાવવાથી રંગમાં બદલાવ લાવી શકાય છે, જો લોકો તેના ડાર્ક સ્કીન ટોનથી પરેશાન છે તેને ઘી ની મદદથી દૂર કરી શકાય છે. આ માટે તમારે રાત્રે સૂતા પહેલાં ઘી ને લગાવી લેવું અથવા તમે ક્રીમની જેમ પણ ત્વચા પર લગાવી શકો છો. ધ્યાનમાં રાખવું કે રંગમાં બદલાવ લાવવા ઘી નો નિયમિત ઉપયોગ કરવો.
7) ચેહરા પરના ડાર્ક સ્પોટ્સ દૂર કરે છે : ચેહરા પરના ડાર્ક સ્પોટ્સ દૂર કરવામાં ઘી ખૂબ ઉપયોગી થઈ શકે છે, જો રાત્રે ઘી ને ચેહરા પર લગાવી દેવામાં આવે તો કાળા નિશાન અને ડાર્ક સ્પોટ્સ જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તમે ઘી નો ઉપયોગ નાઈટ ક્રીમ તરીકે પણ કરી શકો છો આ માટે તમારે તેનો દરરોજ ઉપયોગ કરવો જરૂરી છે.
8) આંખોમાં થાકને દૂર કરે છે : આંખનો થાક દૂર કરવામાં ઘી ખૂબ ઉપયોગી છે, માટે રાત્રે સૂતા પહેલાં તમારી આંખોની ફરતે ઘી ને લગાવી લેવું. આ રીતે ઘી લગાવવાથી આંખનો થાક દૂર થવાની સાથે આંખની ફરતે રહેલા આઈ સર્કલ પણ દૂર થશે, ખાસ ધ્યાન રાખવું કે ઘી લગાવતી વખતે આંખોમાં ન જાય.
જો તમારી ત્વચા ઓઈલી છે તો ઘી લગાવતા પહેલાં એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી, અને ત્વચા લગાવા તમે જે ઘી નો ઉપયોગ કરો છો તે તાજું હશે તો વધુ ફાયદો થશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી