દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના વાળ હેલ્દી રહે. આ માટે તેઓ અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પણ કેટલીક એવી ઘરેલું વસ્તુઓ પણ છે જેનો ઉપયોગ કરીને તમે ઘરે જ પોતાના વાળને લાંબા, સુંદર અને મજબુત બનાવી શકો છો. અને જો તમે ઝડપથી પોતાના વાળને લાંબા કરવા માંગતા હો તો તમે તેના માટે તમાલ પત્રનો ઉપયોગ કરી શકો છો. તમે તમાલ પત્રને ને ત્રણ રીતે ઉપયોગ કરીને વાળને ઝડપથી લાંબા કરી શકો છો.
વાળ માટે તમાલ પત્ર ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે સામાન્ય રીતે લોકોને ડેંડ્રફથી છુટકારો મેળવવા માટે તમાલ પત્રનો પ્રયોગ કરવાની સલાહ આપતા જોયા હશે. એવું એ માટે કારણ કે તે એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે. એન્ટિ ફંગલ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ પણ તમાલ પત્રમાં રહેલા હોય છે, જેનાથી તે સ્કેલ્પના બેક્ટેરિયા, ડેડ સ્કીન અને ડેંડ્રફને દૂર કરવામાં ખૂબ જ લાભદાયી છે. જેમને સ્કેલ્પમાં ખંજવાળ, હેર ફોલ જેવી સમસ્યાઓ જોવા મળતી હોય તેમના માટે અને તે સિવાય પણ વાળમાં તમાલ પત્રનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા જોવા મળે છે.શું તમે જાણો છો કે વાળની લંબાઈ વધારવા માટે પણ તમાલ પત્ર ખૂબ જ લાભદાયી છે? જે લોકો વાળની લંબાઈ ન વધવાથી પરેશાન હોય તેમની સમસ્યા દૂર કરવામાં તમાલ પત્ર ખૂબ જ મદદ કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એ સવાલ થાય છે કે, વાળની લંબાઈ વધારવા માટે તમાલ પત્ર વાળમાં કઈ રીતે ઉપયોગમાં લેવું? અથવા તમાલ પત્રથી વાળ વધારવાની રીત કઈ છે? આ લેખમાં અમે તમને તમાલ પત્ર લગાડવાની 4 રીત જણાવવા જઈ રહ્યા છીએ.
તમાલ પત્રથી વાળ વધારવાની રીત:-
1) તમાલ પત્ર હેર પેક લગાડવું:- તે માટે 4-5 તમાલ પત્ર, 10-12 લવિંગ વાટીને અને 2 ચમચી રોજમેરી પાવડર લેવો. તેમાં નવશેકું પાણી લો અને ધ્યાન રહે કે પેસ્ટ ખૂબ જ ઘટ્ટ ન હોય, કંડિશનર જેવી સ્થિતિ હોવી જોઈએ. ત્યાર બાદ તમે તેમાં થોડું સરસો કે નારિયેળનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને માથું ધોતા પહેલા ઓછામાં ઓછું એક કલાક પહેલા વાળમાં લગાડવું. સ્કેલ્પની માલિશ કરવી. ત્યાર બાદ શેમ્પૂથી માથું ધોઈ લો.2) મીઠો લીમડો અને દહીં લગાડવું:- તમે દહીંમાં 4-5 તમાલ પત્ર પીસીને તેનો પાવડર નાખો અને સરખી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ કે ગુલાબ જળ મિક્સ કરો અને સ્કેલ્પથી લઈને વાળમાં બધે જ લગાડો. આ પેસ્ટ ડેંડ્રફથી છુટકારો અપાવવામાં મદદ કરે છે, જે વાળની ગ્રોથને અટકાવે છે અને વાળ ખરવાનું કારણ બને છે. તમે અઠવાડિયામાં 2-3 વખત તેને વાળમાં લગાડી શકો છો.
3) તેલમાં પકવીને લગાડો:- તમે નારિયેળ કે સરસોના તેલમાં 4-5 તમાલ પત્ર, મેથીના દાણા અને 2-4 લવિંગ પકવીને આ તેલનો પ્રયોગ વાળમાં કરો. અઠવાડિયામાં 2-3 વખત આ તેલને રાત્રે સૂતા પહેલા કે પછી માથું ધોવાના ઓછામાં ઓછા 4 કલાક પહેલા લગાડો. ત્યાર બાદ વાળ ધોઈ લો. 4) કંડિશનરની જેમ પ્રયોગ કરો:- એક પેનમાં 5-6 તમાલ પત્ર અને પાણી નાખીને સરખી રીતે ઉકાળો. પછી ગેસ બંધ કરીને 10-15 મિનિટ માટે છોડી દો. તેને માથું ધોવાના એક દિવસ પહેલા વાળમાં લગાડીને છોડી દો. પછી કોઈ માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. તેનાથી વાળમાં નમી લોક કરવામાં ઘણી મદદ મળે છે અને વાળમાં પ્રાકૃતિક ચમક આવે છે. આમ આ ત્રણ રીતે તમે તમાં વાળ માટે તમાલ પત્રનો ઉપયોગ કરી શકો છો. આ રીતો ખુબ જ સરળ અને સહેલી પણ છે. જેમાં તમારા વાળને પુરતું પોષણ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી