મિત્રો આપણે આજના સમયમાં આધુનિક દરેક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તેમજ આપણને દરેક વસ્તુઓની હવે આદત થઇ ગઈ છે. સવારે ઉઠતાની સાથે આપણે બ્રશ કરવા માટે જયારે વોશ બેસિનમાં જઈએ છીએ ત્યારે આપણી પહેલી નજર વોશ બેસિનમાં જાય છે અને જો તમે તે ગંદી દેખાય તો તમારો મુદ સવાર સવારમાં ખરાબ થઇ જાય છે. જો કે વોશ બેસીન પીળી થવા માટે કારણો માં તેમાં જામેલ કીટાણું હોય છે. અને તમે આ પીળી પરત સાફ કરવા માટે ઘણી મહેનત કરો છો છતાં સાફ થતી નથી. પણ આજે અમે તમને આ લેખમાં પીળી વોશ બેસિનને સાફ કરવા માટેની કેટલીક સસ્તી વસ્તુઓ વિશે જણાવીશું. જેમાં તમારે વધુ મહેનત કરવાની પણ જરૂર પડતી નથી.
એક સાફ વોશ બેસિન માત્ર આકર્ષક જ નહીં પરંતુ હાઈજેનિક પણ હોય છે. આ એક એવી વસ્તુ છે, જેને આપણે લોકો દિવસમાં ઘણી વખત યુઝ કરીએ છીએ. ઘણી વખત પાણીથી અને ઘણી વખત નિયમિત રીતે સાફ ન કરી શકવાને કારણે પણ તેના પર પીળી પરત જામી જાય છે, જે ઘણા પ્રયત્નો પછી પણ સાફ થઈ શકતું નથી. સમયની સાથે તે ડાઘ કઠોર થવાની સાથે વોશ બેસિનની સપાટીને પણ નુકસાન પહોંચાડે છે. માટે તેને એક કે બે વખત સાફ કરવાથી કામ થતું નથી. તેને વારંવાર સાફ કરવાની જરૂરિયાત રહે છે. વોશ બેસિનની સફાઈ કરવી ખૂબ જ સરળ છે. અમે અહીં તમને અમુક એવી ટ્રિક્સ જણાવી રહ્યા છીએ, જેનાથી તમારું વોશ બેસિન માત્ર 10 રૂપિયામાં જ સાફ થઈ જશે અને વધારે મહેનત પણ નહીં કરવી પડે. 1) કોલ્ડ ડ્રિંકથી બેસિનના ડાઘ કઈ રીતે દૂર કરવા:- જો ઘરે બેકિંગ સોડા ન હોય, તો એક અન્ય રીતે પણ વોશ બેસિનને ચમકાવી શકાય છે. તે માટે તમારે કોલ્ડ ડ્રિંકનો ઉપયોગ કરવાનો રહેશે. પરંતુ ધ્યાન રહે કે કોલ્ડ ડ્રિંક બ્લેક કલરની ન હોય કારણ કે, તે વોશ બેસિન પર ડાઘ ધબ્બા છોડી શકે છે.
2) બેકિંગ સોડા અને સફેદ વિનેગર:- વોશ બેસિનને સાફ કરવા માટે તમારે બેકિંગ સોડા અને વિનેગરની જરૂરિયાત પડશે. તે ઘરમાં સરળતાથી મળી જાય છે અને વધારે મોંઘું પણ હોતું નથી. તેનાથી માત્ર વોશ બેસિન જ નહીં પરંતુ પાઇપ પણ સાફ થઈ જાય છે. વોશ બેસિનમાંથી આવતી દુર્ગંધ પણ તરત જ સાફ થઈ જાય છે. કેવી રીતે કરવો ઉપયોગ?:- વોશ બેસિનની સફાઈ માટે 2 ચમચી બેકિંગ સોડાને વોશ બેસિન પર છાંટી લો. એક ચમચી સોડા બેસિનના પાઇપમાં નાખી લો. ત્યાર બાદ અડધો ગ્લાસ સફેદ વિનેગર વોશ બેસિનમાં નાખો. તેને એકથી બે કલાક માટે એમ જ છોડી દો. અને પછી પાણી નાખીને સરખી રીતે સ્ક્રબ કરી લો.
3) લીંબુના તેલથી વોશ બેસિન કેવી રીતે કરશો સાફ:- વોશ બેસિનને સાફ અને ચમકદાર રાખવા માટે તમે લીંબુના તેલનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. લીંબુના તેલની એક લેયર માત્ર બેસિનને ચમકાવતી જ નથી પરંતુ તે ગંદકી જામવાથી પણ અટકાવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી