ફક્ત 11 જ દિવસમાં પૈસા ડબલ, આ છે વર્ષ 2023 નો સૌથી મલ્ટીબીગર સ્ટોક… જાણો કેટલી તગડી કમાણી આપી…

શેર બજારમાં જયારે મંદી આવે છે ત્યારે ગ્રાહકોએ કરેલું લાખોનું રોકાણ પર પાણી ફરી જાય છે. પણ જયારે શેર બજારમાં તેજી આવે છે ત્યારે લાખો રૂપિયાનું રોકાણ પણ કરોડોમાં ફેરવાઈ જતું હોય છે. હાલ નવું વર્ષ શરુ થયું છે તો શેર બજારમાં પણ નવા સમાચાર આવી રહ્યા છે. જેમાં તેજી જોવા મળી રહી છે. આજે આપણે એક એવા શેર વિશે વાત કરીશું જેમાં રોકાણ કરનારના પૈસા માત્ર 11 દિવસમાં ડબલ થઇ ગયા છે. જે ગ્રાહકો માટે ખુબ જ સારા સમાચાર છે. ચાલો તો આપણે વર્ષ 2023 ના આ શેર વિશે જાણી લઈએ. 

શેર બજારમાં ઘણા એવા મલ્ટિબેગર સ્ટોક છે, જેમને પોતાના રોકાણકારોને તાબડતોડ કમાણી કરાવી. 2023ની શરૂઆતથી અત્યાર સુધી લગભગ 17 દિવસના ટાઈમ પિરિયડને જોઈએ તો, શ્રી રામ અસેટ મેનેજમેંટ કંપનીનો સ્ટોક આ વર્ષે પહેલો મલ્ટિબેગર શેર સાબિત થયો છે. તેને પોતાના ઇન્વેસ્ટરના પૈસા માત્ર 11 દિવસમાં જ લગભગ ડબલ કરી દીધા છે. તેમાં ગયા ત્રણ અઠવાડિયાથી જબરદસ્ત તેજી જોવા મળે છે.232 પહોંચી ગયો ભાવ:- શ્રીરામ અસેટ મેનેજમેંટ કંપનીના શેરે પોતાના રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. વીતેલ કારોબારી દિવસ સોમવારના રોજ આ સ્ટોકની કિંમત લગભગ 10 ટકા વધીને 231.90 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ. આ ઉછાળા સાથે જ કંપનીના શેર વર્ષ 2023નો પહેલો મલ્ટિબેગર સ્ટોક બની ગયો છે. જોકે, મંગળવારના રોજ શેર બજારમાં કારોબાર દરમિયાન બીએસઇ પર શ્રીરામ એએમસીના શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. ખબર લખાઈ ત્યાં સુધીમાં તો તે 5 ટકાના ઘટાડા સાથે 20.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. આમ આ શેરે ગ્રાહકોને માલામાલ કર્યા છે. આ શેરનો ભાવ 232 સુધી પહોંચતા ગ્રાહકોમાં આનંદનો માહોલ થઇ ગયો છે. 

આ વર્ષે અત્યાર સુધી આપ્યું 110% રિટર્ન:- જાણવા મળતી માહિતી મુજબ આ શેરે આ વર્ષે 110% જેટલું રીટર્ન આપ્યું છે. મંગલવારે નીચે ગયેલા ભાવને છોડી દઈએ તો, વિતેલા માત્ર 11 દિવસોમાં આ સ્ટોકે પોતાના ઈન્વેસ્ટર્સના પૈસા ડબલ કરવાનું કામ કર્યું છે. આ દરમિયાન આ શેરે લગભગ 110 ટકા રિટર્ન આપ્યું છે. ખબર છે કે, મલ્ટિબેગર સ્ટોકના રૂપમાં એ શેરને ઓળખવામાં આવે છે, જે એક નક્કી રકમમાં પોતાના ઇન્વેસટર્સને 100 ટકા કે વધારે રિટર્ન આપે છે. શ્રીરામ અસેટ મેનેજમેંટ કંપનીના સ્ટોક પણ આવો જ સાબિત થયો છે.1 જાન્યુઆરીના રોજ આ હતી શેરની કિંમત:- સતત વધી રહેલા આ શેરના ભાવ લોકોને પોતાની તરફ ખેચી રહ્યા છે. શ્રીરામ અસેટ મેનેજમેંટ કંપની શ્રીરામ ગ્રૂપનો એક ભાગ છે અને શ્રીરામ મ્યુચ્યુઅલ ફંડના નામથી કારોબાર કરે છે. કંપનીના સ્ટોકની ચાલ જોઈએ તો, આ વર્ષની શરૂઆતમાં એટલે કે, જાન્યુઆરી 2023માં તેનો ભાવ 110.15 રૂપિયા હતો, જે 16 જાન્યુઆરીના રોજ 231.90 રૂપિયાના લેવલે પહોંચી ગયો. તે હિસાબથી જોઈએ તો, જે રોકાણકારોએ તેમાં એક લાખ રુપિયાનું રોકાણ કર્યું હશે, તેમના પૈસા આ અવધિમાં જ ડબલથી પણ વધારે એટલે કે, 2 લાખથી વધારે થઈ ગયા હશે. 

સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત તેજી:- અઠવાડિયાના પહેલા દિવસે, સ્ટોક માર્કેટ લાલ નિશાન પર બંધ થયું હતું અને સેન્સેક્સમાં 168 રૂપિયાનો પછડાટ જોવા મળ્યો હતો. તેમજ, મંગળવારની વાત કરીએ તો, બીએસઇનું સેન્સેક્સ 0.65% અથવા 390 અંક વધીને 60,482.99ના લેવલ પર કારોબાર કરી રહ્યો હતો. તેમજ, એનએસઇનું નિફ્ટી 0.59% કે 105.70 અંકોની તેજી સાથે 18,000.55ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આમ શેરમાં આવેલી આ શેરમાં તેજીએ લોકોને માલામાલ કર્યા છે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment