મિત્રો આજના સમયમાં પ્રદુષણને કારણે આપણી સ્કીન પર તેની અસર જોવા મળે છે. તેમજ આપણા ખાનપાનને કારણે પણ સ્કીન સમસ્યાઓ થઇ શકે છે. આથી તમારે સ્કીનને લઈને થોડું સજાગ થવાની જરૂર છે. જો કે સ્કીનની સમસ્યા દુર કરવા માટે તમે અનેક ઘરેલું ઉપાયો અજમાવી શકો છો. આવા જ એક ઉપાય રૂપે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી ખીલની સમસ્યા તેમજ સ્કીનની અન્ય સમસ્યાઓ પણ દુર થઇ શકે છે. જો તમે આ વિશે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમે આ લેખ અંત સુધી જરૂરથી વાચી જુઓ.
ફટકડીનો ઉપયોગ સામાન્ય રીતે વાળંદની દુકાનમા થતો હોય છે. તેને શેવિંગ બાદ છોકરાઓના ચહેરા પર રબ કરવામાં આવે છે. જોકે, તે સિવાય પણ ફટકડીને ઘણા પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે. જે માત્ર સ્કિનને એક્ને ફ્રી જ નથી રાખતી પરંતુ તેની ખોવાયેલી ચમક પણ પાછી લાવે છે. એટલું જ નહીં તે ત્વચામાં નિખાર પણ લાવે છે અને ડાઘ-ધબ્બાને પણ દૂર કરે છે. તો તમારે જલ્દી જઈને દુકાનેથી ફટકડી ખરીદવાની છે અને પછી તેને કઈ રીતે યુઝ કરવાની છે તે તમે નીચે લખેલા પોઇંટ્સથી સમજી શકશો.1) ફટકડીનું પાણી કરે છે ફોડલાને દૂર:- ફટકડીનો ભૂકો કરી લો અને તેને પાણીમાં સરખી રીતે ઓગાળી લો. તેમાથી તમારો ચહેરો ધુઓ. તમે ઇચ્છો તો તેને તમારા નહાવાના પાણીમાં પણ નાખી શકો છો. આમ કરવાથી તમારા ચહેરાથી લઈને બેક અથવા કોઈ પણ જગ્યાએ થયેલી ફોડલીઓ કે ખીલ સુકાય જાય છે અને ધીરે ધીરે મટવા લાગે છે. તે સ્કિનને સ્મૂદ બનાવવામાં પણ મદદ કરે છે. તમે ચાહો તો ફટકડીનો ટુકડો ભીના ચહેરા પર રબ કરી શકો છો. આખી રાત તેને લગાડેલ રહેવા દો. તેનાથી ખીલ સુકાઈ જાય છે અને પિંપલ્સ હોય તો તે પણ નાના દેખાવા લાગશે.
2) ડાઘ-ધબ્બા માટે:- તમારી સ્કીન પર રહેલા ડાઘ ધબ્બા દુર કરવા માટે ફટકડીનો ઉપયોગ ખુબ અસરકારક છે. ફટકડીનો ભૂકો કરો અને તેને એક વાટકીમાં લઈ લો. તેમાં હવે ઓલિવ ઓઇલ મિક્સ કરો અને ચહેરા પર તેનાથી મસાજ કરો. આ મિશ્રણ તમારા ચહેરાના સારક સ્પોર્ટ્સ સાથે પિંપલ્સથી થયેલા નિશાનને પણ દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તે ટૈનિંગને લાઇટ કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.3) સ્કિનને ટાઈટ બનાવવા માટે:- જો તમારી સ્કીન ઢીલી છે તો તમે તેને ફટકડીના ઉપયોગથી ટાઈટ કરી શકો છો. જો તમને લાગતું હોય કે ઉંમર સાથે તમારી સ્કીન ઢીલી પડવા લાગી છે, તો તેમાં ફટકડી નવી જાન લાવી શકે છે. તેના ભૂકાને બસ તમારે ગુલાબજળ સાથે મિક્સ કરીને લગાડવાનો છે. તમે ચાહો તો તેના મિશ્રણને એક સ્પ્રે બોટલમાં પણ ભરી શકો છો. તેને દિવસમાં બે વખત જરૂર લગાડવું. આવું સતત કરવાથી તમને જરૂર તફાવત દેખાશે.
4) ચહેરાની રંગત નિખારવા માટે:- ફટકડીના ભૂકાને મુલતાની માટી સાથે મિક્સ કરો. તેમાં ગુલાબજળ મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરી લો. મિશ્રણ ચહેરા પર લગાડો અને 15 મિનિટ સુધી સુકાવા દો. ફેસને સાદા પાણીથી ધુઓ અને પછી મોઈશ્ચરાઇઝર લગાડો. આ મિશ્રણ સ્કિનને વન ટોન બનાવવાની સાથે જ તેની રંગતને નિખારવાનું કામ કરે છે.
આમ તમે ફટકડી ના ઉપયોગથી તમારી સ્કીનની સમસ્યાઓ દુર કરી શકો છો.તેનાથી તમારા ચહેરા પર નવી ચમક આવે છે. સ્કીન ટાઈટ થાય છે. ચહેરા પર ડાઘ ધબ્બા દુર થાય છે. ચહેરા પરનો નિખાર ચમકી ઊઠે છે. ફટકડી તમારી ત્વચાને શુદ્ધ બનાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી