ઐશ્વર્યા રાય બચ્ચન ભલે ખુબ જ જલ્દી ઉંમરમાં 50 વર્ષના આંકડા નજીક પહોંચી જાય, પરંતુ અત્યારે પણ આ અદાકારાની ખુબસુરતી એવી જ બરકરાર છે કે કોઈ પણ વ્યક્તિ ફિદા થઈ જાય છે. આ બ્યુટીમાં તેના વાળ પણ ખુબ જ મહત્વનો રોલ નિભાવે છે. સામાન્ય રીતે એક્ટ્રેસને વાળ પર વધુ કેમિકલ યુઝના કારણે હેરફોલ, ડ્રાયનેસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ ઐશ્વર્યાના કાળા અને ઘનેરા વાળ આજે પણ એવા જ છે, જેવા તેના ડેબ્યુના સમયે હતા. તો ચાલો જાણીએ ઐશ્વર્યાના સુંદર વાળનું રહસ્ય.
ઘરે જ બનાવે છે હેર માસ્ક : વાળ માટે અદાકારા દરેક વખતે સુલુનમાં જઈને હજારો રૂપિયા ખર્ચ નથી કરતી. પરંતુ ઘર પર જ રહીને ખુબ જ સામાન્ય એવું માસ્ક બનાવે છે અને તેને નિયમિત રૂપે પોતાના વાળમાં લગાવે છે. આ માસ્કના કારણે ઐશ્વર્યાના વાળ કેમિકલ બેઝ સ્ટાઈલિંગ મટીરીયલ, સ્ટ્રેટનર, કલર્સ, ડ્રાયર જેવી વસ્તુઓના નુકશાનથી બચીને રહે છે અને એક્ટ્રેસની સુંદરતા બરકરાર રાખે છે.
ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું રાઝ : ઐશ્વર્યાએ ઈન્ટરવ્યૂમાં પોતાના હેર કેર ટીપ્સ શેર કરી હતી. તેમણે સલાહ આપી હતી કે અઠવાડિયામાં એક વાર નાળીયેર તેલને ગરમ કરીને તેને મસ્તક પર મસાજ કરવું જોઈએ. તેની સાથે જ જણાવ્યું કે, તે નાળીયેર તેલ, ઓલીવ ઓઈલ, ઈંડું, આમળા પાવડર મિક્સ કરીને માસ્ક તૈયાર કરું છું અને વાળ પર લગાવું છું. આ ઉપાય તેના વાળને શાઈની અને હેલ્દી બનાવવાની સાથે જ સ્કેલ્પની હેલ્થને બનાવી રાખે છે.
આ માસ્કનો પણ કરે છે ઉપયોગ : એક મેગેજીનનને આપેલ ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, તે ક્યારેક ક્યારેક પોતાના વાળ પર એવકાડો અને માયોની પેસ્ટ પણ લગાવે છે. આ બંનેનું થિક અને ઓઈલી ટેક્સચર તેના વાળને સ્મૂથ બનાવે છે. આ સિવાય અદાકારા દૂધ અને મધ મિક્સ કરીનને પણ લગાવે છે. આ બંને વસ્તુ પણ વાળને શાઈની બનાવવામાં મદદ કરે છે અને તેને સિલ્કી બનાવી દે છે.
ડાયટનું ધ્યાન રાખો અને સ્ટ્રેસથી દુર રહો : ઐશ્વર્યા રાય પોતાના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે. તે બહાર કરતા વધારે ઘરમાં બનેલ ભોજનને વધુ ખાવાનું પસંદ કરે છે. તેની સાથે જ અદાકારા પોતાના ભોજનમાં ફળ અને શાકભાજી જરૂર શામિલ કરે છે. જે સ્કીનની સાથે જ સ્કેલ્પને પણ ફાયદો પહોંચાડે છે.
વાળ ખરવાનું એક મોટું કારણ સ્ટ્રેસ પણ છે. સ્ટ્રેસથી બચવા માટે ઐશ્વર્યા રાય સ્પા ટ્રીટમેન્ટ લે છે. જેમાં ઘણા પ્રકારના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપાય તેને સ્ટ્રેસ અને એગ્ઝાઇટીથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. આ ઉપાય પણ વાળને સુંદર બનાવવામાં ઉપયોગી છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી