પી.એફ. કપાય છે તો જમા તો થાય છે ને? આ રીતે ઘર બેઠા જ ચેક કરો તમારું PF બેલેન્સ, 1 મિનિટ પણ નહીં થાય.

ઘરે બેઠા ચેક કરો PF બેલેન્સ, સ્ટેપ-બાય સ્ટેપ આ છે પ્રોસેસ.

મિત્રો ઘણા લોકોને પોતાની સેલેરી માંથી પીએફ કપાતું હોય છે. આ પીએફ એ એક એવી સેવિંગ છે જે તમને જોબ છોડવા પર મળે છે. જેમ તમે જોબ વધુ સમય કરો છો તેમ તમને તેનું પીએફ વધુ મળે છે. આથી પીએફ થી તમારું એક સેવિંગ શરુ થઈ જાય છે. પણ આ પીએફ અલગ અલગ કંપનીમાં અલગ અલગ ટકા હોય છે. પણ ઘણા લોકોને તેનો ખ્યાલ નથી હોતો કે તેના પીએફ માં કેટલી સેવિંગ થઈ છે. આથી જો તમે તે જાણવા માંગતા હો તો આજે જ આ લેખ વાંચીને માહિતી મેળવી લો. 

જો તમે ઘરે બેઠા પોતાના પીએફ ખાતામાં જમા થયેલ રાશી જાણવા માંગો છો તો તેના માટે ચાર બહુ સહેલા રસ્તા છે. આ માટે તમારે ઓફીસ જવાની પણ જરૂર નથી. પીએફ ની રકમ તે તમારી કમાણીની ખુબ મોટો ભાગ છે. જે ભવિષ્ય માટે તમારી સેલેરી માંથી કપાઈ છે. 

વાસ્તવમાં તમારા મનમાં પીએફ ને લઈને ઘણા સવાલો ઉભા થતા હોય છે. જેમ કે ક્યાં મહીને કેટલું પીએફ જમા થયું છે? તેમાં કંપનીનું યોગદાન કેટલું છે? કુલ રાશી કેટલી છે. આમ પણ દરેક ખાતાધારકે ડરે મહીને એક વખત તો પોતાનું પીએફ ચેક કરવું જોઈએ. કે પીએફ ખાતામાં કંપની કેટલી રાશી જમા કરે છે. તમે હકાર રીતે આ વિશે જાણી શકો છો. 

મિસ્ડ કોલ થી જાણો પીએફ રાશી 

હવે તમે એક મિસ્ડ કોલ પર પોતાના પીએફ એકાઉન્ટ ની બધી જાણકારી મેળવી શકો છો. EPFO એ આ (011-22901406) નંબર જાહેર કર્યો છે. તમારે માત્ર પોતાના રજીસ્ટ્રેડ મોબાઈલ નંબર પરથી આના પર એક મિસ્ડ કોલ કરવો પડે છે. જેવા તમે આ નંબર પર મિસ્ડ કોલ આપો છો, થોડી સેકેંડ રીંગ પછી ફોન કટ થઈ જાય છે, અને પછી ખાતાની દરેક જાણકારી તમને મેસેજ માં આવી જશે. 


મેસેજ થી જાણો પીએફ રાશી 

SMS થી પણ પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે EPFO એ નંબર જાહેર કર્યો છે. આ માટે પણ રજીસ્ટ્રેડ મોબાઈલ નંબર થી 7738299899 પર SMS મોકલવો પડશે. જેમ જ તમે SMS કરો છો, તેમ જ EPFO તમને તમારા પીએફ યોગદાન અને બેલેન્સ ઈ જાણકારી આપી દેશે. 

SMS મોકલવાની રીત પણ ખુબ સહેલી છે. આ માટે તમારે EPFOHO UAN લખીને 7738299899પર મોકલવાનો છે. આ સુવિધા 10 ભાષાઓમાં અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ, અને બાંગ્લા માં ઉપલબ્ધ છે. 

જો તમે મેસેજ અંગ્રેજીમાં મોકલવા માંગો છો તો તમારે EPFOHO UAN ENG લખવું પડશે. અંતિમ ત્રણ શબ્દ નો અર્થ ભાષા છે. જો તમે આ ત્રણ શબ્દ નાખશો તો તમને અંગ્રેજીમાં જાણકારી મળશે. જો તમે HIN કોડ નાખશો તો તમને હિન્દીમાં જાણકારી મળશે. એ ધ્યાન રાખો કે UAN જી જગ્યાએ તમને પોતાનો UAN નંબર નથી નાખ્યો તો, તેને માત્ર UAN લખીને મૂકી દો. 

EPFO ઈ વેબસાઈટ થી જાણો રાશી 

તમે EPFO ની વેબસાઈટ પર જઈને પણ પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે EPFO Passbook Protal પર પોતાના UAN અને પાસવર્ડ થી log in કરો. 

(https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login) પર UAN ની મદદથી log in કરી શકો છો. 

ઉમંગ એપ થી પણ જાણી શકો છો પીએફ રાશી 

આ સિવાય તમે ઉમંગ એપ થી પણ પીએફ ખાતામાં જમા રાશી ચેક કરી શકો છો. આ માટે ઉમંગ એપ પર રહેલ EPFO સેક્શન માં જાઓ. Employee Centric Service પર કિલક કરો. View Passbook પસંદ કરો. અને પાસબુક જોવા માટે UAN થી log in કરો. 

EPFO ના નિયમ અનુસાર ફોન કોલ અથવા મેસેજ થી તે જ ઉપભોક્તા ની જાણકારી મળશે, જેનું UAN એક્ટીવ હશે. આ સાથે જ જો તમારું UAN તમારા  કોઈ બેંક ખાતા, આધાર, પાન થી જોડાયેલ છે, તો તમે તમારા યોગદાન અને ખાતાની બધી જ જાણકારી લઇ શકો છો. 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment