ઘરે જ કરો આ 7 એકસરસાઈઝ ! ફટાફટ ઘટશે તમારું વજન અને બોડી રહેશે એકદમ શેપમાં .. મહિલાઓ ખાસ જાણે

આજની લાઈફ સ્ટાઈલને કારણે આજે દરેક લોકોની એક સમસ્યા છે વજનમાં વધારો. ઘણા લોકો પેટની ચરબી ઓછી કરવા માટે વર્કઆઉટ કરે છે. પણ હાલ કોરોના અને શિયાળાને કારણે લોકો બહાર નથી નીકળતા. તો જો તમે ઘરે રહીને એકસરસાઈઝ કરવા માંગતા હો, તો અમે તમને એરોબિકની એકસરસાઈઝ વિશે વાત કરીશું. અમે તમને એવી 7 સરળ એકસરસાઈઝ વિશે જણાવીશું, જે તમે કોઈ પણ જગ્યાએ જેમ કે ઘરમાં, જીમમાં કે પાર્કમાં, ગમે ત્યાં કરી શકશો.

એવું કહેવામાં આવે છે કે, એરોબિક એકસરસાઈઝથી વધુ પ્રમાણમાં કેલેરી ઓછી થાય છે. આ રીતેની એકસરસાઈઝ કરવી ખુબ સહેલી છે. તેને કરવા માટે મોટા મશીનની નહિ, પરંતુ સાધારણ ઈક્વિપમેન્ટની જરૂર છે. આ ઇન્ડોર એકસરસાઈઝમાં સાયકલીંગ, પીટી, જોગીંગ, રસ્સી કુદ વગેરે છે.સાયકલીંગ : જો તમે સાયકલીંગ કરો છો તો તેનાથી ખુબ વધુ પ્રમાણમાં ઓછી થાય છે. આ ખુબ જ સહેલું છે અને તેને કોઈ પણ ઉંમરના લોકો કરી શકે છે. જો કોઈ ઇન્ડોર સાયકલીંગ અથવા સ્પીન ક્લાસ કરે છે તો નોર્મલ માણસ 1,150 કેલોરી પ્રતિ કલાક ઓછી કરે છે.

વોક : જેમ કે તમે જાણો છો, તેમ ચાલવા માટે તમારે કોઈ ખાસ જગ્યાની જરૂર નથી હોતી. તમે તેને ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકો છો. પણ સવારનો સમય પસંદ કરશો તો વધુ સારું રહેશે. સારા પરિણામ માટે સવારે કમ્ફર્ટ ડ્રેસ અને બુટ પહેરીને વોક કરો. પાર્ક, રોડ, ગ્રાઉન્ડ અથવા ઘરેની અગાસી વગેરે પર વોક કરી શકો છો.જોગીંગ : જોગીંગ એ એક હાર્ડ કાર્ડિયો એક્ટીવીટી છે. જે એરોબિક એકસરસાઈઝમાં આવે છે. વોકિંગની જગ્યાએ જોગીંગ વધુ ફેટ બર્ન કરે છે. આમાં તમારી સ્પીડ વોકિંગથી થોડી વધુ હોય છે. આમ જોગીંગ કર્યા પછી તમે પોતાને ખુબ એક્ટીવ મહેસુસ કરશો. આમ ઘરમાં તમે આ એકસરસાઈઝ સહેલાઈથી કરી શકશો.

સ્કીપીંગ/રસ્સી કુદ : એક અભ્યાસ અનુસાર એવું સાબિત થયું છે કે, જો તમે 45 મિનીટ સુધી સ્કીપીંગ અથવા રસ્સી કુદ કરો છો તેનાથી 450 કેલોરી બર્ન થાય છે. તે ખભા, ગ્લુટસ, કોફ અને ક્વાડ્સ, મસલ્સ પર કામ કરે છે. તેને કરવા માટે તમારે એક રોપ અને થોડી જગ્યાની જરૂર પડશે.દાદરો ચડવો : જો મિત્રો તમારે ઝડપથી વજન ઓછો કરવો છે તો સૌથી બેસ્ટ ઉપાય છે દાદરો ચડવો. તેનાથી આળસ દુર થશે, ફેટ ઓછું થશે અને કેલેરી પણ બર્ન થશે. આમ દાદરો ચડવા-ઉતરવાથી જલ્દી કેલેરી બર્ન થાય છે. આમ દાદરા ચડવામાં નોર્મલ વોક કરવા કરતા વધુ મસલ્સ યુઝ થાય છે. જો દાદરો વધુ ચડવાથી ઘુટણ પર વધુ વજન અને દબાણ આવી શકે છે. આથી જેમને ઘૂંટણની સમસ્યા હોય તેઓ આ એકસરસાઈઝ ન કરે.

ડાન્સિંગ : એવું કહેવામાં આવે છે કે, વજન ઓછું કરવા માટે ડાન્સિંગ એક સારી એવી એરોબિક એકસરસાઈઝ છે. તેના એક સેશનમાં ઘણો પરસેવો છુટે છે અને કેલેરી પણ બર્ન થાય છે. જો તમને ડાન્સ આવડતો હોય તો તમે ઘરે આ એકસરસાઈઝ કરી શકો છો. તેથી જ્યારે પણ તમને સમય હોય ત્યારે પોતાનું મનપસંદ મ્યુઝિક કરી ડાન્સ કરો.જંપિંગ જેક : જંપિંગ જેક મોટાભાગના લોકોની ફેવરીટ એકસરસાઈઝ છે. આ ઓછા સમયમાં જ હાર્ટ રેટ વધારવાનો બહુ સરળ ઉપાય છે. તેને કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે કરી શકો છો. ઘર, પાર્ક, અથવા ફળિયામાં કુદી કુદીને કરી શકો છો. આમ વજન ઓછું કરવા માટે અને ફીટ રહેવા માટે ખુબ સરળ ઉપાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment