1 જાન્યુઆરી, 2021 થી 10 મોટા ફેરફાર ! દરેક લોકોએ ફરજિયાત કરવા પડશે આ કામ.

મિત્રો તમે જાણો છો કે, કાલથી નવું વર્ષ શરૂ થાય છે. આ સાથે ઘણા એવા વિભાગો છે જ્યાં તેના પહેલાના નિયમો હવે નહિ રહે અને નવા નિયમો લાગુ થઈ જશે. એવામાં તમારે આ અંગે બધું જાણી લેવું ખુબ આવશ્યક છે. આથી જ આજે અમે તમને એવા 10 નિયમો વિશે જણાવીશું જેની સીધી અસર તમારા જીવન પર પડી શકે છે.

તમને જણાવી દઈએ કે, નવા વર્ષમાં તમારા જીવન સાથે જોડાયેલ ઘણી વસ્તુઓમાં બદલાવ જોવા મળશે. તમને કહી દઈએ કે, મોબાઈલ, ગાડી, ટેક્સ, લાઈટ બીલ, સડક અને બેન્કિંગ જેવી જરૂરી વસ્તુઓના નિયમમાં નવા નિયમ લાગુ થઈ જશે. જેની સીધી અસર તમારા જીવન પર પડશે. 1 જાન્યુંઆરીથી ચેક પેમેન્ટથી જોડેલા નિયમ બદલી જશે, જેમાં 50000 રૂપિયાથી વધુ ભુગતાન વાળા ચેક માટે પોઝીટીવ પે સિસ્ટમ લાગુ થશે. કેન્દ્ર સરકારે બધી ફોર વ્હીલ માટે fastag ફરજિયાત કરી દીધું છે. આ સિવાય આરબીઆઈ એ કોન્ટેકલેસ કાર્ડ ટ્રાન્જેક્શનની લિમીટ વધારીને 5000 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન કરવાની નિર્ણય લીધો છે. ચાલો તો નવા વર્ષના આ 10 નિયમો વિશે જાણી લઈએ.

UPI પેમેન્ટ પર આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ : 1 જાન્યુઆરી થી amazon pay, google pay, અને phone pay દ્વારા પૈસાનો વહીવટ કરવા પર એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. વાસ્તવમાં NPCI એ 1 જાન્યુઆરીથી પાર્ટી એપ પ્રોવાઈડર્સ દ્વારા ચાલતી UPI પેમેન્ટ સર્વિસ પર હવે વધારાનો ચાર્જ લાગશે.1 જાન્યુઆરીથી મોઘી થઇ જશે ગાડી : ઓટોમોબાઈલ કંપનીઓ જાન્યુઆરી 2021 થી પોતાની ગાડીના ઘણા મોડેલના ભાવ વધારી દેશે. જેને કારણે ગાડી ખરીદવી પહેલા કરતા મોંઘી થઈ જશે. અત્યાર સુધી મારુતિ, મહિન્દ્રા, પછી રેનો અને MG મોટરના ભાવ વધારી દેવાનું જાણવા મળ્યું છે.

ગાડી પર fastag લગાવવું જરૂર છે : ગાડીઓ માટે 1 જાન્યુઆરીથી ટોલ પર ગાડી પાર કરવા માટે fastag જરૂરી છે. આમ 1 જાન્યુઆરીથી બધી લાઈનો fastag થઈ જશે. અત્યાર સુધીમાં 2.20 કરોડ fastag જાહેર કરવામાં આવ્યા છે. આમ સરકારની જાહેરાત પછી fastag ને બધા જ વાહનો માટે અનિવાર્ય કરવામાં આવ્યું છે.

મ્યુચુઅલ ફંડમાં નિવેશ માટે બદલાય જશે નિયમો : SEBI એ મલ્ટીકેપ મ્યુચુઅલ ફંડ માટે અસેટ અલોકેશનના નિયમોમાં ફેરફાર કર્યો છે. આમ નવા નિયમો અનુસાર હવે ફંડના 75% ભાગ ઇક્વિટીમાં નિવેશ થશે. જે પહેલા 65% હતો. SEBI ના નવા નિયમ અનુસાર ફંડને મીડકેપ અને સ્મોલકેપમાં 25-25 % નિવેશ કરવું જરૂરી છે. જ્યારે 25% લાર્જ કેપમાં લગાવવો પડશે.ચેક પેમેન્ટથી જોડાયેલ નિયમ : `1 જાન્યુઆરી 2021 થી ચેક પેમેન્ટથી જોડાયેલ નિયમ બદલી જશે. જેમાં 50000 રૂપિયાથી વધુ ભુગતાન કરતા ચેક માટે પોઝીટીવ પે સીસ્ટમ લાગુ થશે. પોઝીટીવ પે સીસ્ટમ એક ઓટોમેટીક ટુલ છે. જે ચેક દ્વારા ધોક્કાગીરી પર લગામ લગાવે છે.

બદલાય જશે GST રીર્ટનના નિયમ : જાણવા મળતી માહિતી મુજબ 5 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરતા નાના બિઝનેસમેનને આવતા વર્ષે જાન્યુઆરીથી વર્ષ દરમિયાન 4 સેલ્સ રીર્ટન ફાઈલ કરવી પડશે. આ સમયે બિઝનેસમેને માસિક આધારે 12 રીર્ટન કરવા પડશે. આ સિવાય 4 GSTR 1 ભરવાનું હોય છે. હવે નવો નિયમ લાગુ થયા બાદ માત્ર 8 રીર્ટન ભરવા પડશે. જેમાં 4 GSTR 3 બી અને 4 GSTR 1 રીર્ટન ભરવું પડશે.ઓછા પ્રીમિયમે ખરીદી શકશો ટર્મ પ્લાન : IRDAI એ વીમા કંપનીઓને આરોગ્ય સંજીવની નામની સ્ટેડર્ડ રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન રજુ કર્યા પછી એક સ્ટેડર્ડ ટર્મ લાઈફ ઇન્શ્યોરન્સ રજુ કરવાનો નિયમ આપવામાં આવ્યો છે. આ પોલીસી ‘સરળ જીવન વીમા’ ના નામથી છે. આ સ્કીમના ગ્રાહકને કંપનીઓ દ્વારા પહેલેથી આપવામાં આવેલ જાણકારીને આધારે નિર્ણય લેવામાં મદદ મળશે. સરળ જીવન વીમા 18 થી 65 વર્ષના લોકો માટે ખરીદી શકો છો.

વીજળી કનેક્શન : જાણવા મળતી માહિતી અનુસાર વીજળી મંત્રાલય 1 જાન્યુઆરીથી ઉપભોક્તાના અધિકારના નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. આ પછી વીજળી વિતરણ કંપનીઓએ નિશ્ચિત સમયમાં ઉપભોક્તાઓને સેવાઓ આપવી પડશે. આમ કરવામાં જો તે નિષ્ફળ જાય તો ઉપભોક્તાને તેણે દંડ આપવો પડશે. આ નિયમોને કાનુન મંત્રાલયમાં મોકલવામાં આવ્યા છે. મંજુરી મળ્યા પછી નવું કનેક્શન લેવા માટે ઉપભોક્તાઓને વધુ કાર્યવાહીની જરૂર નહિ રહે.ઘણા સ્માર્ટફોનમાં નહિ ચાલે WhatsApp નહિ ચાલે : જામવા મળતી માહિતી મુજબ ઘણા સ્માર્ટફોનમાં 1 જાન્યુઆરીથી whatsup કામ કરતુ બંધ થઈ જશે. આમાં એન્ડ્રોઇડ અને આઈફોન બંને સામેલ છે. whatsup જુના વર્જનના સોફ્ટવેરને સપોર્ટ નહિ કરે.

લેડલાઈનથી ફોન લગાડવા માટે આગળ લગાડવો પડશે શૂન્ય : આખા દેશમાં લેડલાઈનથી કોલ કરવા માટે હવે 1 જાન્યુઆરીથી નંબર પહેલા શૂન્ય લગાડવું પડશે. TRAI એ આ રીતના કોલ માટે 29 મે 2020એ  નંબરથી પહેલા શૂન્ય લગાડવાની વાત કરી હતી. આમ જરૂરતને પૂરી કરવા માટે મદદ મળશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “1 જાન્યુઆરી, 2021 થી 10 મોટા ફેરફાર ! દરેક લોકોએ ફરજિયાત કરવા પડશે આ કામ.”

Leave a Comment