2021 નો મંત્ર – ‘દવા અને સાવચેતી બંને રાખો.’ વેક્સીનના પ્રોગ્રામ વિશે PM મોદીએ કહી 10 ખાસ વાતો….. 

મિત્રો જાણવા મળતી માહિતી મુજબ, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના રાજકોટ શહેરમાં એક વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનની આધારશીલા રાખી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાની વાતમાં કોરોના વાયરસ અને તેની વેક્સીન અંગે વાત કરી હતી. તેમણે દેશને એવો સંદેશ આપ્યો કે, હાલ કોરોનાની વેક્સીન પોતાના અંતિમ ચરણમાં છે. વેક્સીન જલ્દી આવવાની છે અને આપણે ટીકાકરણને સફળ બનાવીશું.

આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે, 2014 પહેલા આપણું હેલ્થ સેક્ટર અલગ અલગ દિશામાં કામ કરતું હતું, પ્રાયમરી હેલ્થ કેયરનું પોતાની અલગ સિસ્ટમ હતી, ગામના સુવિધાઓ ન હતી. અમે હેલ્થ સેક્ટરમાં હોલીસ્ટીક રૂપે કામ કર્યું છે. આપણે જ્યાં એક તરફ પ્રિવેટીંગ કેયર પર ભાર મુક્યો, અને બીજી બાજુ આધુનિક સુવિધાઓ પર પણ ભાર મુક્યો છે.

1 ) પીએમ મોદીની 10 વાતો : પીએમ મોદીએ કહ્યું કે, 2020 એ આપણને સમજાવ્યું કે હેલ્થ જ આપણી સંપતિ છે. આ આખું વર્ષ મુશ્કેલોથી ભરેલું હતું. કોરોના વેક્સીનની તૈયારી હાલ છેલ્લા સ્ટેજ પર છે. નવું વર્ષ ઈલાજની ઉમ્મીદ લઈને આવે છે. નવા વર્ષમાં આપણે દુનિયાનું સૌથી મોટું વેક્સીનેશન પ્રોગ્રામ ચલાવવાનું વિચારી રહ્યા છે.2 ) ‘કોરોનાની વેક્સીન જલ્દી આવવાની છે પણ કોરોના સંક્રમણને જોતા આપણે ઢીલ નથી મુકવાની. મેં કહ્યું હતું કે, ‘દવા નહિ તો ઢીલ નહિ.’ હવે હું એમ કહું છું કે, ‘દવા પણ ખરી અને સાવચેતી પણ.’ આ 2021 નો મંત્ર છે.’

3 ) પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2020 ને એક નવા નેશનલ હેલ્થ ફેસીલેટીની સાથે વિદાઈ આપવી, આ વર્ષની મુશ્કેલીને પણ બતાવે છે ને નવા વર્ષની પ્રાથમિકતા પણ દર્શાવે છે. ભારતમાં બનેલ વેક્સીન દરેક સુધી પહોંચે તે માટે તેની તૈયારી અંતિમ ચરણમાં છે.’

4 ) આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, ‘આ વર્ષ આખી દુનિયા માટે સ્વાસ્થ્ય સેવાઓ માટે મુશ્કેલી ભર્યું રહ્યું છે. સ્વાસ્થ્ય જ આપણી સંપત્તિ છે. જ્યારે સ્વાસ્થ્ય પર ચોટ થાય છે ત્યારે જીવનના દરેક તબક્કાને તે અસર કરે છે. આખો સમાજ તેની ચપેટમાં આવી જાય છે. આથી વર્ષનો આ છેલ્લો દિવસ લાખો ડોક્ટર્સ, હેલ્થ વોરિયર્સ, સફાઈ કામદાર, દવાની દુકાનમાં કામ કરનાર, બીજા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ યાદ કરવાનો છે. પોતાના કર્મ માટે જે લોકોએ પોતનું જીવન આપી દીધું છે તેમને હું નમન કરું છું.5 ) ‘આપણે ગરીબ પર થતો ઈલાજનો ખર્ચ ઓછો કર્યો, જ્યારે તે વાત પર પણ ભાર આપ્યો કે ડોક્ટર્સની સંખ્યામાં પણ વધારો થાય. આજે હેલ્થ અને વેલનેસને લઈને આખા દેશમાં જાગૃતતા આવી છે. જ્યારે ગામડાઓમાં પણ આ જાગૃતતા જોવા મળી રહી છે.’

6 ) આજે બીમારી ગ્લોબ્લાઈજ થઈ રહી છે. આથી જ આ બીમારી સામે લડવા માટે આપણે એક થવું પડશે. આપણે સાથે કામ કરવું પડશે. આજે ભારત પાસે ક્ષમતા પણ છે અને સેવા પણ છે. આથી જ ભારત ગ્લોબલ હેલ્થનું નર્વ સેન્ટર બનીને સામે આવ્યું છે.

7 ) કોરોના મહામારીને રોકવા માટે ભારતે એકતાની સાથે યોગ્ય સમયે યોગ્ય પગલા લીધા છે. આમ ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા સારી છે.8 ) આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે, ‘કોરોના મહામારીને રોકવા માટે ભારતે એકતાની સાથે યોગ્ય સમયે બરાબર પગલા લીધા છે.’

9 ) ભારતે ફ્યુચર ઓફ હેલ્થ અને હેલ્થ ફોર ફ્યુચર. બંને રીતે ખુબ મોટી જવાબદારી નિભાવવા જઈ રહ્યો છે. જ્યાં દુનિયાને મેડીકલ પ્રોફેશનલ્સ પણ મળશે, તેમનો સેવાભાવ પણ મળશે.’

10 ) છેલ્લે તેમણે પોતાની વાત કરતા જણાવ્યું કે, ‘સાડા 3 લાખ થી વધુ ગરીબ દર્દીઓને દરરોજ આ કેન્દ્રો પર લાભ મળી રહ્યો છે. સસ્તી દવાઓના કારણે ગરીબોના દર વર્ષે 3600 કરોડ રૂપિયા ખર્ચ થવાથી બચે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment