માત્ર એક જ દિવસમાં 600 લગ્ન જયારે એક પંડિતે ત્રણ-ત્રણ લગ્ન કરાવ્યા । બિચારો માણસ કરે તો શું કરે

‘ચટ મંગની પટ બ્યા’ માત્ર એક દિવસમાં 600 લગ્ન જયારે એક પંડિતે ત્રણ-ત્રણ લગ્ન કરાવ્યા 

મિત્રો તમે જાણો છો તેમ હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે. જયારે આ કોરોનાનો કહેર મોટા ભાગે મોટા શહેરોમાં વધુ જોવા મળી રહ્યો છે. જેને કારણે મોટા ભાગના શહેરોમાં રાત્રે કર્ફ્યું નો માહોલ થઇ ગયો છે. આવા સમયે જેમ તમે જાણો છો તેમ લગ્ન ગાળો શરુ થઇ ગયો છે. જેમાં સીમિત સંખ્યામાં જ લોકો હાજર રહી શકે છે. 

હાલની વાત કરીએ તો એવું જાણવા મળ્યું છે કે માત્ર એક દિવસમાં 600 લગ્ન થયા છે. આવા સમયે કોરોના વધવાની બીક વધી જાય છે. તો શું તમે પણ આ વિશે વધુ જાણવા માંગો છો તો એક વખત ખુબ જ જાણવા જેવો આર્ટીકલ જરૂરથી વાચી જુઓ. 

જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદમાં માત્ર એક દિવસમાં 600 લગ્ન થયા છે. આમ અક્ષય મુર્હુત શરુ હોવાથી હાલ સોમવારે જ આટલી મોટી સંખ્યામાં લગ્ન થયા છે. જયારે આવું જ શુભ મુર્હુત 10-11 તારીખે પણ આવે છે. જયારે ૨૪ અપ્રિલે ફરીથી આવું જ શુભ મુર્હુત આવે છે. 

આમ બીજી બાજુ જોઈએ તો ગુજરાતમાં મોટા શહેરોમાં હાલ રાત્રી કર્ફ્યું ચાલી રહ્યું છે. જેને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ આ લોકો પાસે સવારે 6 થી રાત્રીના ૯ સુધીનો જ સમય રહે છે. આવા સમયે લગ્નના બધા જ રીત રિવાજો, જાન, રીસેપ્શન ફોટોગ્રાફી જેવા કાર્યક્રમો બધું જ દિવસે કરવું પડે છે. 

આમ આટલી મોટી સંખ્યામાં લગ્ન હોવાને કારણે શહેરના બધા જ મેરેજ ગાર્ડન અને પાર્ટી પ્લોટ બુક હતા. નાઈટ કર્ફ્યું હોવાને કારણે ફેરા પણ દિવસે જ થાય છે. જયારે લગ્ન કરાવવા માટે પંડિતો પણ અછત જોવા મળી હતી. જયારે ઘણી જગ્યા પર તો એવી દશા હતી કે એક જ પંડિત ત્રણ ત્રણ લગ્ન કરાવ્યા હતા. 

આમ પંડિતો એ લગ્ન પણ ફટાફટ કરાવવા પડ્યા હતા. આમ 120 મંત્રોની જગ્યા માત્ર 80-85 મંત્રોનો જ ઉચ્ચારણ કર્યા છે. એટલું જ નહિ ઘણા પરિવારોએ તો લગ્ન ફટાફટ કરાવવા માટે પંડિતોને વધુ પૈસા પણ આપ્યા છે. 

આમ એક પંડિત સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે મારે એક દિવસમાં સવારે, બપોરે અને રાત્રે એમ ત્રણ-ત્રણ લગ્ન કરાવવા પડ્યા છે. આથી જ આ બધા જ પંડિતોએ પહેલેથી નક્કી કરી રાખ્યું હતું કે થોડીક રસમ ઓછા સમયમાં કરાવી પડશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment