મિત્રો તમે ઘણી વખત ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતા હશો તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ કરતા હશો. કારણ કે, હાલ પૈસાનો મોટા ભાગનો વ્યવહાર ઓનલાઈન જ થઈ ગયો છે. પણ ઘણી વખત ઓનલાઈન કામ કરતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી તમે પણ ક્યારેક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હશે અને તે ફેલ પણ થયું હશે. તો આવા સમયે શું કરવું એ અમે તમને જણાવીશું.
ઘણી વખત એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા પછી થોડા સમય બાદ તે પૈસા પાછા ખાતામાં આવી જાય છે. અને ઘણી વખત સમય પણ લાગે છે. જ્યારે ઘણી વખત ગ્રાહકે પોતાના પૈસા માટે ફરિયાદ પણ કરવી પડે છે. જો તમારી સાથે પણ આવું થયું છે અને તમને બેંકના નિયમ વિશે કશું નથી ખબર અને જો ફરિયાદ કર્યા પછી પણ 7 દિવસમાં તમારા પૈસા પાછા ન આવે તો બેંક તમને દરરોજના 100 રૂપિયા ભરપાઈ આપે છે. ફેલ ટ્રાન્ઝેક્શન અંગે બેંકનો આ નિયમ 20 સપ્ટેમ્બર 2019 થી લાગુ થયો છે.
UPI ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો : જો તમારું ડિજીટલ ટ્રાન્ઝેક્શન કર્યા પછી પૈસા પાછા નથી આવતા તો તમે UPI એપ પર જઈને પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમારે પેમેન્ટ હિસ્ટ્રી પર જવું પડશે. અહીં તમારે રેજ ડિસ્પયુટ પર જવું પડશે. અહીં તમારી ફરિયાદ નોંધાવો. જ્યારે બેંક તમારી ફરિયાદ સાચી થતા પૈસા પાછા આપી દેશે.ATM ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર : બેંક પાસે પેનલ્ટી મેળવવા માટે તમારે ટ્રાન્ઝેક્શન ફેલ થયાના 30 દિવસની અંદર ફરિયાદ નોંધવી પડે છે. તમારે ટ્રાન્ઝેક્શન પોંચ અથવા એકાઉન્ટ સ્ટેટમેન્ટની સાથે પોતાની ફરિયાદ બેંકમાં નોંધવી પડે છે. આ સિવાય તમારે બેંકના અધિકૃત કર્મચારીને પોતાના ATM ની ડિટેલ આપવી પડશે. જો 7 દિવસની અંદર તમારા પૈસા નથી આવતા તો તમારે એનેક્શર 5 ફોર્મ ભરવું પડશે. જે દિવસે તમે આ ફોર્મ ભરશો તે દિવસથી તમારી પેનલ્ટી શરૂ થઈ જશે.
રિપોર્ટ શું કહે છે : આ ઉપરાંત NPCI ના રિપોર્ટ અનુસાર સરકારી બેંકમાં સરકારી બેંકમાં ગ્રાહકોને સૌથી અધિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમાં લગભગ 14.8% લેણદેણ ફેલ થયા છે. જ્યારે કેનરા બેંકમાં 9.8, બેંક ઓફ ઇન્ડીયામાં 4.2% ભુગતાન ફેલ થયા છે. જ્યારે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 3.7% લેણદેણ ફેલ થયા છે. જ્યારે નીજી બેંક જેમ કે એચડીએફડી, એક્સીસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં 1% પણ ઓછા ટ્રાન્ઝેક્શન ફેલ થયા છે. જ્યારે કોટક મહિન્દ્રા બેંકમાં સૌથી વધુ 2.36% લેણદેણ ઓક્ટોબર મહિનામાં ફેલ થયા છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very helpful