કોઈપણ મેકઅપ વગર વધારો તમારા ચહેરાની રોનક, અજમાવી જુઓ આ ઘરેલું ઉપાય
મિત્રો દરેક છોકરી પોતાના ચહેરાની રોનક વધારવા માટે અનેક ઉપાય અજમાવે છે. ક્યારેક તે કોસ્મેટીક આઈટમ દ્રારા પોતાનો લુક બદલવા માંગે છે તો ક્યારેક તે દેશી ઈલાજો દ્રારા ચહેરાની રોનક લાવવા પ્રયાસો કરે છે. પણ ઘણી વખત સાચી માહિતી વગર આ બધા ઉપાયો કરવામાં આવે તો ચહેરા પણ રોનક આવવાને બદલે ખરાબ થઇ જાય છે.
આમ હાલની વાત કરવામાં આવે તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે જેને કારણે સ્કીન સુકાયેલી રહે છે. અને સ્કીન ફાટે છે. આવા સમયે તમારે વેસેલીન લગાવવું પડે છે. પણ જો તમે ખરેખર પોતાના ચહેરાની રોનક વધારવા માંગતા હો તો આ ઘરેલું ઉપાય કરી જુઓ પછી જુઓ કેવી ચમક તમારા ચહેરા પર આવે છે.
હાલ લગ્નની સીઝન હોવાથી કન્યાઓનો મોટા ભાગનો સમય શોપિંગ કરવા જાય છે. અને શોપિંગ કરવા માટે તેને બહાર બજારમાં ફરવું પડે છે જેને કારણે સ્કીનનું ધ્યાન રાખી શકાતું નથી. જયારે સુંદર દેખાડવા માટે દુલ્હન બ્રાઈડલ મેકઅપ દ્રારા એક દિવસ તો સુંદર દેખાઈ શકે છે. પણ તમારા ચહેરાની કાયમિક ખુબસુરતી બનાવી ર રાખવા માટે થોડા ઘરેલું ઉપાય કરવા આવશ્યક બની જાય છે.
ગ્રીન ટી પેક : સામગ્રી – ગ્રીન ટી બેગ, એક ચમચી મધ, ચપટી હળદળ
રીત – ગ્રીન ટીના ઉપયોગ પછી તેને એક બાઉલમાં નાખી દો, હવે તેમાં મધ ને હળદળ મિક્સ કરો, હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો, અને ધીમે ધીમે હળવા હાથે મસાજ કરો, હવે 15-20 મિનીટ પછી ચહેરો ધોઈ નાખો. હવે ચહેરા પર મોચ્શોરાઈઝ લગાવી લો. આ ત્રણેય સામગ્રી એન્ટી ઓક્સીડેંટ થી ભરપુર છે જેના કારણે તે છિદ્ર ને સાફ કરીને બ્લેકહેડ્સ દુર કરે છે.
દહીં-બેસન પેક : સામગ્રી – એક મોટી ચમચી બેસન, ½ ચમચી દહીં, ગુલાબજળના થોડા ટીપા, ચપટી હળદળ
રીત – એક બાઉલમાં બેસન, હળદળ, અને દહીં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો, હવે થોડા ટીપા ગુલાબ જળના નાખી દો. આ પેસ્ટ ચહેરા પર અને ગરદન અને હાથ-પગ પર લગાવો. પેસ્ટ સુકાય ગયા પછી તેને થોડા ગરમ પાણીથી ધોઈ નાખો. આ પેસ્ટ તે લોકો માટે ખુબ સારા છે જેમની ત્વચા વધુ ટેન હોય છે. બેસન અને દહીંથી ત્વચાની ચમક વધે છે.
ટમેટા અને ફુદીના પેક : સામગ્રી – એક ટમેટાનો છુંદો, અડધી ચમચી મધ, 1 ચમચી ફુદીનાનો રસ
રીત – એક બાઉલમાં ટમેટાનો છૂંદો નાખો, આમાં મધ અને ફુદીનાનો રસ મિક્સ કરો. હવે તમારા શરીર પર જે જગ્યા પર ટેનીગ છે ત્યાં આ પેસ્ટ લગાવો. 15 મિનીટ રાખી તેને ધોઈ નાખો, આમ ફુદીનાના રસ થી તમને તાજગી મળે છે. ટમેટાથી ટેનિંગ દુર થાય છે. અને ત્વચાનો રંગ ચમકદાર બને છે.
ચંદન- હળદળ પેક : સામગ્રી – એક મોટી ચમચી ચંદન પાવડર, એક ચપટી હળદળ, ગુલાબજળ
રીત – ચંદન પાવડરમાં હળદળ મિક્સ કરી તેની પેસ્ટ તૈયાર કરી લો, હવે તેમાં ગુલાબજળ નાખી તેની પેસ્ટ તૈયાર કરો. આ પેકને ચહેરા અને ગરદનમાં ભાગ પર લગાવો. સુકાય ગયા પછી તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ પેક તે લોકો માટે વધુ ફાયદાકારક છે જેની ત્વચા તેલીય અને પરસેવો થતો હોય. આ પેકને એક અઠવાડિયામાં બે વખત લગાવો.
એલોવેરા-લીંબુ પેક : સામગ્રી – એક મોટી ચમચી એલોવેરા જેલ, એક ચપટી હળદળ, એક ચમચી લીંબુનો રસ.
રીત – એલોવેરા જેલમાં લીંબુનો રસ અને હળદળ મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાય ગયા પછી તેને ધોઈ નાખો. આં એલોવેરા જેલ સંવેદનશીલ ત્વચા માટે છે. આ જેલ જલનને શાંત કરે છે.
કોફી-બેસન પેક : સામગ્રી – એક મોટી ચમચી સાકર, એક મોટી ચમચી કોફી પાવડર, જરૂરિયાત પ્રમાણે દૂધ, એક નાની ચમચી બેસન
રીત – બેસન, સાકર, અને કોફીને મિક્સ કરી લો. હવે તેમાં ધીમે ધીમે દૂધ નાખી તેને મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા પર, હાથ-પગ પર અને હળવા હાથે મસાજ કરો. 10 થી 15 મિનીટ પછી ધોઈ નાખો. આમ કોફી એ મૃત કોશિકાઓ અને રોમ છિદ્રોને દુર કરે છે.
આંખની સંભાળ રાખો : કાકડીના ગોળ પીસ આંખ પર લગાવી તેને 15 થી 20 મિનીટ માટે રાખો. આ સિવાય બટેટા પણ આંખ નીચેના કાળા ડાઘ દુર કરવા માટે ખુબ સારું કામ કરે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
2