ઘરબેઠા કરો આ 6 મિનિટનો નાનકડો ટેસ્ટ.. ઓક્સિજન લેવલની ખામી અને ફેફસાની સ્થિતિ ખબર પડી જશે

છ મિનિટ ચાલવાની કસોટી :  કોરોના દર્દીઓ છ મિનિટ વોક કરવાની કસોટી કરશે, તો તરત જ ફેફસાની સ્થિતિને જાણી શકશે…

મિત્રો આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ હાલ કહેર વરસાવી રહ્યો છે. તેમજ આપણે બધાજ જાણીએ છીએ કે કોરોના વાયરસ સીધો આપણા ફેફસા પર જ એટેક કરે છે. તો તેવામાં લોકોને ઘણી વાર ખુબ જ વધી જાય કોરોના ત્યાર બાદ રિપોર્ટ કરાવ્યા પછી જાણ થાય છે. પરંતુ આજે એક એવી ટેકનીક વિશે જણાવશું જેના દ્વારા તમે 6 મિનીટમાં ઓક્સિજન લેવલની તપાસ કરી શકશો. આ પરીક્ષણથી વ્યક્તિ પોતાના ઓક્સિજનની ઉણપને શોધવા માટે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટેની મદદ કરી શકે છે.

સમગ્ર દેશ આજે કોરોના વાયરસની બીજી લહેરમાં આવી ગયો છે. દેશમાં આજે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની ખામીથી રોજ લગભગ દિવસભરમાં 4 લાખ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેથી આ સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ થઈ ગઈ છે. આ રોગ વધવાના કારણે આજે લોકોનું ઘરમાં રહેવું એ ખુબ જ જરૂરી થઈ ગયું છે. જો જરૂરી ન હોય તો ઘરમાંથી બહાર ન નીકળવું. કોરોના વાયરસથી બચવા માટે વેક્સિન લેવી એ પણ ખુબ જ જરૂરી છે. વેક્સિન લેવાથી કેટલીક હદ સુધી પોતાને સુરક્ષિત રાખી શકાય છે.આ મહામારીથી બચવા માટે મોટાભાગના લોકો પૂરતા પ્રમાણમાં વિટામિન લઈ રહ્યા છીએ. આ સિવાય આપણે એકસરસાઈઝ પણ કરી રહ્યા છીએ અને ખુબ જ હેલ્દી ખોરાક પણ લઈ રહ્યા છીએ. પરંતુ તેમ છતાં પણ આપણે ખુબ જ સાવચેતી રાખવાની જરૂર છે અને જો કોઈ પણ પ્રકારના લક્ષણો જોવામાં આવે એટલે તરત જ તેની તપાસ કરાવી લેવી જોઈએ, જેથી બીમારી વધુ ન ફેલાય.

ઘરે છ મિનિટ ચાલવાની કસોટીથી સ્વસ્થ થઈ શકે :

આ ખુબ જ કઠિન પરિસ્થિતિમાં સરકાર નાગરિકોને છ મિનિટનો એક સાધારણ ટેસ્ટકરીને પોતાના ફેફસાની કામગીરી તપાસવા માટેની પ્રેરણા આપી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે, તે કોવિડ–19 ના લક્ષણોથી જે પણ લોકો પીડિત છે તેણે 6 મિનિટ વોક કરવું એ જરૂરી છે, તે માટે લોકોને પ્રેરિત કરે છે. આ ટેસ્ટને તમે સહેલાઈથી પોતાના ઘર પર જ કરી શકો છો.ડોક્ટરોના કહ્યા પ્રમાણે, જો તમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો તમારે તમારા ઘર પર જ ઑક્સીમીટર રાખીને તમારા ઓક્સિજનના લેવલને ઠીક કરી શકો છો. તમે તમારી આંગળી પર ઑક્સીમીટરને લગાવીને છ મિનિટનું વોક ટેસ્ટ પણ કરી શકો છો.

6 મિનિટના ટેસ્ટ કરવા માટેની ટિપ્સ :

એવા કપડાં અને ચંપલ પહેરો જે આરામદાયક હોય, ચાલવા માટે લાકડી કે પછી વોકરનો ઉપયોગ કરી શકો છો, ટેસ્ટ કરતાં પહેલા હળવું ભોજન કરો, તમે તમારી સામાન્ય દવાઓ લઈ શકો છો, ટેસ્ટ કરવાના બે કલાક પહેલા કસરત ન કરો.ટેસ્ટ કેવી રીતે કરવું : તમારી તર્જની આંગળી અથવા તો વચ્ચેની આંગળી પર ઑક્સીમીટરને પહેરો. હવે 6 મિનીટ સુધી આરામ કર્યા વગર ચાલો. જો 6 મિનિટ પછી પણ વ્યક્તિનું ઓક્સિજનનું સ્તર નીચે નથી જતું, તો તે વ્યક્તિને સ્વસ્થ માનવામાં આવે છે.

જો ઓક્સિજનનું સ્તર 1 ટકા અથવા તો તેમાં 2 ટકાનો ઘટાડો થાય છે, તો પછી ચિંતા કરવાની જરૂર નથી. નિષ્ણાંતોનું માનવું છે કે, વ્યક્તિને ઓક્સિજનના સ્તર પર નજર રાખવા માટે તેને દિવસમાં એક કે બે વાર એકસરસાઈઝ તો કરવી જ જોઈએ. જો ઓક્સિજનનું સ્તર 93 ટકાથી ઓછું થઈ જાય છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો વ્યક્તિએ તરત જ હોસ્પિટલમાં જવું જોઈએ.જો કોઈ પણ વ્યક્તિ અસ્થમાથી પીડિત હોય તો તેને ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવતી નથી. અને જો 60 વર્ષ અને તેથી વધારે ઉંમરના લોકો હોય તો 6 મિનિટની જગ્યાએ 3 મિનીટના વોક માટેની સલાહ આપવામાં આવે છે અને તે 3 મિનીટનો વોકિંગ ટેસ્ટ કરી શકે છે. આ ટેસ્ટ લોકોમાં ઓક્સિજનની ખામી છે કે નહીં તે જોવા માટેનો છે અને તેને સમયસર હોસ્પિટલમાં ભરતી કરવા માટે મદદ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment